મણિપુર વિધાનસભા ચૂંટણીમાં (Manipur Assembly Elections) JDUએ 6 સીટો જીતી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે (Bhiar CM Nitish Kumar) આ માટે મણિપુરની જનતાને અભિનંદન પાઠવ્યા છે. મણિપુરના લોકોનો આભાર પણ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે જેડીયુના વિજેતા ઉમેદવારો અને સમર્પિત કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. મને ખાતરી છે કે વિજેતા ઉમેદવારો સંપૂર્ણ સમર્પણ અને સખત મહેનત સાથે મણિપુરના લોકોની સેવા કરશે. પાર્ટીએ અહીં 60 બેઠકોમાંથી કુલ 36 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, JDUના તમામ ઉમેદવારોએ ભાજપના ઉમેદવારોને હરાવ્યા છે.
પાર્ટીની જીત પર JDU નેતા અને કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહે ટ્વિટ કરીને મુખ્યમંત્રીના વખાણ કર્યા છે. આરસીપી સિંહે ટ્વીટ કર્યું કે, સીએમ નીતિશના સક્ષમ નેતૃત્વ હેઠળ જેડીયુએ સારું પ્રદર્શન કરીને મણિપુરમાં કુલ 6 બેઠકો જીતી છે. તેમણે વિજેતા ઉમેદવારોને પણ અભિનંદન પાઠવ્યા હતા.
મણિપુરમાં, જેડીયુએ જે બેઠકો જીતી છે તેમાં, ચર્ચાપુરથી અલ ખૌટેએ ભાજપના ઉમેદવારને 624 મતોથી હરાવ્યા છે. જીરીબામમાં મો. અચબુદ્દીને ભાજપના ઉમેદવારને 416 મતોથી હરાવ્યા હતા. લિલોંગમાં મો. અબ્દુલ નાસિરે ભાજપના ઉમેદવારને 570 મતોથી હરાવ્યા હતા. થંગમેઇબંદમાં ખુમકચમ જોઈકિસન સિંહે ભાજપના ઉમેદવારને 3773 મતોથી હરાવ્યા અને તિપૈમુખના નગુરસંગલુર સનાટેએ ભાજપના ઉમેદવારને 1249 મતોથી હરાવ્યા હતા.
મણિપુરમાં 28 ફેબ્રુઆરી અને 5 માર્ચે બે તબક્કામાં મતદાન થયું હતું. પહેલા તબક્કામાં 38 અને બીજા તબક્કામાં 22 બેઠકો પર મતદાન થયું હતું. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહની હિંગાંગ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં હતા. બીરેન સિંહ મણિપુરમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી છે. મણિપુરમાં ભાજપે 32 બેઠકો જીતી છે. અહીં બહુમતનો આંકડો 31 છે. મણિપુરમાં કોંગ્રેસને 5 બેઠકો મળી છે જ્યારે NPFને 5 બેઠકો મળી છે. એનપીપીએ સાત બેઠકો જીતી છે. જ્યારે જેડીયુ 6 સીટો જીતવામાં સફળ રહી છે.
BJPએ ઈતિહાસ રચ્યો છે અને મણિપુરમાં પહેલીવાર બહુમતી સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. 2017ની ચૂંટણીમાં ભાજપ સીટોની દ્રષ્ટિએ કોંગ્રેસ પછી બીજા નંબરની પાર્ટી હતી. તેમ છતાં, તેણે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો સાથે જોડાઈને સરકાર બનાવી અને એન બિરેન સિંહ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. ચૂંટણી પહેલા મણિપુર ભાજપના અધ્યક્ષ એ શારદા દેવીએ કહ્યુ હતુ કે, તેની પાર્ટી 2022ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 60 મતવિસ્તારોમાંથી 40 થી વધુ બેઠકો જીતશે.
આ પણ વાંચો : ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો પર તમામને અભિનંદન આપ્યા, કહ્યું- જનતાનો નિર્ણય સર્વોપરી