મધ્યપ્રદેશ લોકસભા ચૂંટણી પરિણામ 2024 Constituency Wise Vote Counting

મધ્યપ્રદેશ એ ભારતની મધ્યમાં આવેલું મહત્વનું રાજ્ય છે. મધ્યપ્રદેશને એમપી તરીકે પણ ઓળખવામાં આવે છે. મધ્યપ્રદેશ લગભગ 3,08,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. રાજસ્થાન પછી વિસ્તારની દ્રષ્ટિએ મધ્યપ્રદેશ ભારતનું બીજું સૌથી મોટું રાજ્ય છે. મધ્યપ્રદેશની સરહદો 5 રાજ્યો સાથે સ્પર્શે છે. મધ્યપ્રદેશ દેશના ઉત્તર-મધ્ય ભાગમાં સ્થિત દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશનો એક ભાગ છે, જેની ઉત્તરી સરહદ ગંગા-યમુના મેદાનોથી ઘેરાયેલી છે.

એમપી પશ્ચિમમાં અરવલી, પૂર્વમાં છત્તીસગઢ મેદાનો અને દક્ષિણમાં તાપ્તી ખીણ અને મહારાષ્ટ્ર ઉચ્ચપ્રદેશથી ઘેરાયેલું છે. મધ્યપ્રદેશ રાજ્ય ઉજ્જૈનમાં મહાકાલ મંદિર, ઓમકારેશ્વર મંદિર, ભોપાલ નજીક ભીમબેથકા અને સાંચી સ્તૂપ ઉપરાંત ભોજપુર મંદિર માટે વિશ્વભરમાં ઓળખાય છે. મધ્ય પ્રદેશમાં લોકસભાની 29 બેઠકો છે અને 2019ની ચૂંટણીમાં ભાજપે 28 બેઠકો અને કોંગ્રેસે એક બેઠક જીતી હતી.

મધ્યપ્રદેશ લોકસભા વિસ્તારની યાદી

રાજ્ય બેઠક ઉમેદવાર મત પાર્ટી સ્થિતિ
Madhya Pradesh Sagar DR. LATA WANKHEDE - BJP Won
Madhya Pradesh Khajuraho V D SHARMA (VISHNU DATT SHARMA) - BJP Won
Madhya Pradesh Satna GANESH SINGH - BJP Won
Madhya Pradesh Sidhi DR. RAJESH MISHRA - BJP Won
Madhya Pradesh Balaghat BHARTI PARDHI - BJP Won
Madhya Pradesh Ujjain ANIL FIROJIYA - BJP Won
Madhya Pradesh Indore SHANKAR LALWANI - BJP Won
Madhya Pradesh Dewas MAHENDRA SINGH SOLANKY - BJP Won
Madhya Pradesh Mandsour SUDHEER GUPTA - BJP Won
Madhya Pradesh Dhar SAVITRI THAKUR - BJP Won
Madhya Pradesh Chhindwara VIVEK BANTY SAHU - BJP Won
Madhya Pradesh Bhopal ALOK SHARMA - BJP Won
Madhya Pradesh Hoshangabad DARSHAN SINGH CHOUDHARY - BJP Won
Madhya Pradesh Ratlam ANITA NAGARSINGH CHOUHAN - BJP Won
Madhya Pradesh Khandwa GYANESHWAR PATIL - BJP Won
Madhya Pradesh Jabalpur ASHISH DUBEY - BJP Won
Madhya Pradesh Damoh RAHUL LODHI - BJP Won
Madhya Pradesh Khargone GAJENDRA SINGH PATEL - BJP Won
Madhya Pradesh Rewa JANARDAN MISHRA S/O RAMDHAR PRASAD MISHRA - BJP Won
Madhya Pradesh Vidisha SHIVRAJ SINGH CHAUHAN - BJP Won
Madhya Pradesh Gwalior BHARAT SINGH KUSHWAH - BJP Won
Madhya Pradesh Morena SHIVMANGAL SINGH TOMAR - BJP Won
Madhya Pradesh Shahdol SMT. HIMADRI SINGH - BJP Won
Madhya Pradesh Mandla FAGGAN SINGH KULASTE - BJP Won
Madhya Pradesh Bhind SANDHYA RAY - BJP Won
Madhya Pradesh Tikamgarh DR. VIRENDRA KUMAR - BJP Won
Madhya Pradesh Guna JYOTIRADITYA SCINDIA - BJP Won
Madhya Pradesh Rajgarh RODMAL NAGAR - BJP Won
Madhya Pradesh Betul DURGADAS (D. D.) UIKEY - BJP Won

મધ્યપ્રદેશનો પોતાનો ઐતિહાસિક વારસો છે અને તે મધ્ય ભારતનું સૌથી મોટું રાજ્ય પણ છે. મધ્યપ્રદેશ જેને ટુંકમાં એમપી પણ કહેવામાં આવે છે. જેની રાજધાની ભોપાલ છે. 1 નવેમ્બર 1956ના રોજ મધ્યપ્રદેશની રચના થઈ હતી. મધ્યપ્રદેશનું વિભાજન કર્યા સુધી એટલે કે, 1 નવેમ્બર 2000 સુધી ક્ષેત્રફળના આધાર પર દેશનું સૌથી મોટું રાજ્ય હતુ પરંતુ આજ દિવસે મધ્યપ્રદેશથી અલગ કરી છત્તીસગઢ રાજયની રચના કરવામાં આવી જેમાં એમપીના 16 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો. મધ્યપ્રદેશની સરહદ 5 રાજ્યોની સરહદથી અલગ છે. આના પાડોશી રાજ્યોમાં ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન છે.

મધ્યપ્રદેશમાં પ્રસિદ્ધ મહાકાળ મંદિર ઉજ્જૈનમાં સ્થિત છે અને ખાંડવામાં ઓમકારેશ્વર મંદિર જેવા જ્યોતિર્લિંગ છે. ઉજ્જૈનમાં દર 12 વર્ષે કુંભ મેળો થાય છે. તેમજ અહિ દુનિયાભરના પ્રવાસીઓ પણ આવે છે. માંડુ,ધાર, મહેશ્વર મંડલેશ્વર, ભીમાબૈઠકા પચમઢી, ખજુરાહો, સાંચી સ્તુપ અને ગ્વાલિયરના કિલ્લા મધ્યપ્રદેશના પર્યટન સ્થળ માટે જાણીતા છે. શિવપુરી મધ્યપ્રદેશની પર્યટન નગરી છે. ખજુરાહોના મંદિર પોતાની શાનદાર નકશી માટે જાણીતા છે.

મધ્યપ્રદેશમાં હાલના સમયે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને મોહન યાદવ રાજ્યના મુખ્યમંત્રી છે. અહિ ગત્ત ડિસેમ્બર મહિનામાં ચુંટણી યોજાય હતી. જેમાં ભાજપને મોટી જીત મળી હતી.  લાંબી ચર્ચા બાદ પાર્ટી હાઈકમાન્ડે શિવરાજ સિંહ ચૌહાણના સ્થાને નવા ચહેરા મોહન યાદવને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી. ભાજપને વિધાનસભા ચૂંટણીમાં જીત મળી છે અને 230 સભ્યોની વિધાનસભામાં 163બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 66 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. હવે અહિ લોકસભા ચૂંટણી કરવામાં આવી રહી છે અને સંસદીય ચુંટણીમાં ભાજપનું પ્રદર્શન સતત શાનદાર રહ્યું છે. મધ્યપ્રદેશમાં 29 સંસદીય સીટ છે.

સવાલ- મધ્યપ્રદેશમાં 2019ની લોકસભા ચુંટણીમાં કેટલા ટકા મતદાન થયું હતુ?
જવાબ- 71.20%

સવાલ- 2019ની સંસદીય ચૂંટણીમાં મધ્યપ્રદેશમાં ભાજપે કેટલી બેઠકો જીતી?
જવાબ- 29 સીટોમાંથી 28 સીટ પર જીત મળી હતી.

સવાલ-ભાજપને મધ્યપ્રદેશમાં 2019માં ચુંટણીમાં કેટલા ટકા મત મળ્યા હતા?
જવાબ-58 ટકા મત

સવાલ-કેન્દ્રિય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા 2019માં કોંગ્રેસની ટિકિટ પર ગુના સીટથી ચુંટણી લડી હતી. તેનું પરિણામ શું રહ્યું હતુ?
જવાબ- ભાજપના ડોક્ટર કેપી યાદવે સિંધિયાને હાર આપી હતી.


સવાલ-2 વખત પૂર્વ સીએમ દિગ્વિજય સિંહે 2019ની લોકસભા ચૂંટણી કઈ સીટ પરથી લડી હતી?
જવાબ- ભોપાલથી પરંતુ આ ચુંટણીમાં તેને હાર મળી હતી

સવાલ-કોંગ્રેસને 2019ની ચૂંટણીમાં એમપીમાં એકમાત્ર સીટ પર જીત મળી હતી. તે સીટ કઈ હતી?
જવાબ-છિંદવાડા સીટ, કોંગ્રેસના નકુલ નાથની જીત થઈ હતી.

સવાલ-કેન્દ્રિય મંત્રી ફગન સિંહ કુલસ્તે કઈ સીટ પરથી જીત્યા હતા?
જવાબ-માંડલ સીટ પરથી

સવાલ - મધ્ય પ્રદેશમાં 9 અનામત બેઠકોમાંથી અનુસૂચિત જનજાતિ માટે કેટલી બેઠકો અનામત છે?
જવાબ – 5 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.

સવાલ - 2014ની ચૂંટણીમાં મધ્યપ્રદેશમાં ભાજપે કેટલી બેઠકો જીતી હતી?
જવાબઃ ભાજપે 27 બેઠકો જીતી હતી.

Election Videos

g clip-path="url(#clip0_868_265)">