કર્ણાટકનું મુખ્યપ્રધાન કોણ? સોનિયા ગાંધી-રાહુલ ગાંધીની સલાહ લીધા બાદ આવતીકાલે ખડગે નામ કરી શકે છે જાહેર

|

May 16, 2023 | 9:59 PM

Karnatana Election 2023: સિદ્ધારમૈયાએ ખડગેને કહ્યું છે કે ધારાસભ્યોના અભિપ્રાય પર વિચાર કરવો જોઈએ. તેમણે કહ્યું છે કે કોંગ્રેસે અહિંદા સમુદાયના સમર્થનથી રાજ્યમાં 135 બેઠકો જીતી છે.

કર્ણાટકનું મુખ્યપ્રધાન કોણ? સોનિયા ગાંધી-રાહુલ ગાંધીની સલાહ લીધા બાદ આવતીકાલે ખડગે નામ કરી શકે છે જાહેર
DK Shivakumar and siddaramaiah (File Image)

Follow us on

કર્ણાટક ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદથી મુખ્યમંત્રીના ચહેરાને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે. પાર્ટીમાંથી સૌથી વધુ પ્રતિસ્પર્ધી ચહેરાઓ માત્ર બે જ છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (siddaramaiah) અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારનો (DK Shivakumar) સમાવેશ થાય છે. બંને નેતાઓ તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન બહાર આવી રહ્યું નથી. બંનેએ દિલ્હીમાં ધામા નાખ્યા છે. બંને નેતાઓ મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ મળ્યા છે.

જો કે સૂત્રોને ટાંકીને મળતા અહેવાલો મુજબ આજે પણ મુખ્યમંત્રીના ચહેરા પર કોઈ નામ ફાઈનલ થયું નથી. સૂત્રોના હવાલાથી માહિતી મળી રહી છે કે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ખડગે સાથેની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે જો મુખ્યમંત્રીના કાર્યકાળને અઢી વર્ષમાં વહેંચવામાં આવે તો પહેલા ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવામાં આવે. ત્યારે સિદ્ધારમૈયાએ ખડગેને એ પણ યાદ અપાવ્યું કે આ તેમની છેલ્લી ચૂંટણી છે.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ સરકારે ‘The Kerala Story’ ફિલ્મ પર પ્રતિબંધને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી એફિડેવિટ, આવતીકાલે થશે સુનાવણી

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

ધારાસભ્યોના અભિપ્રાયનું સન્માન કરવું જોઈએ

સિદ્ધારમૈયાએ ખડગેને એમ પણ કહ્યું છે કે તેમને અને શિવકુમાર બંનેને સીએમ પદ આપવામાં આવે જેથી તેઓ જનતાને આપેલા તેમના વચનો પૂરા કરી શકે. જોકે, ડીકે શિવકુમારને લઈને તેમણે કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીના મોટાભાગના ધારાસભ્યો ઈચ્છે છે કે શિવકુમારને સીએમ બનાવવામાં આવે.

સિદ્ધારમૈયાએ ખડગેને કહ્યું છે કે ધારાસભ્યોના અભિપ્રાય પર વિચાર કરવો જોઈએ. તેમણે કહ્યું છે કે કોંગ્રેસે અહિંદા સમુદાયના સમર્થનથી રાજ્યમાં 135 બેઠકો જીતી છે. સિદ્ધારમૈયાએ કહ્યું કે શિવકુમારના કારણે જ અહિંદા સમુદાયે કોંગ્રેસને સમર્થન આપ્યું હતું.

સોનિયા ગાંધીને આપેલું વચન પૂરું કર્યું

ખડગે સાથેની મુલાકાત દરમિયાન ડીકે શિવકુમારે કહ્યું છે કે કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીએ સીએમ પદ નક્કી કરવાનું ચાલુ રાખવું જોઈએ. ડીકેએ આ દરમિયાન એમ પણ કહ્યું હતું કે તેમણે સોનિયા ગાંધીને વચન આપ્યું હતું કે તેઓ કોંગ્રેસને જીતાડશે અને તેમણે તેમનું વચન પાળ્યું છે. ખડગેએ આ મામલે સોનિયા ગાંધી સાથે વાત કરવાનું કહ્યું છે.

આવતીકાલે મુખ્યમંત્રીની જાહેરાત થઈ શકે છે

આ બંને નેતાઓની બેઠક બાદ હજુ સુધી સીએમના ચહેરા પર નિર્ણય લેવામાં આવ્યો નથી. કહેવામાં આવી રહ્યું છે કે સીએમ ચહેરા પર અંતિમ નિર્ણય પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે લેશે. પરંતુ આ દરમિયાન તેઓ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની સલાહ લેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલે સીએમ ચહેરાની જાહેરાત થઈ શકે છે. આ જાહેરાત બેંગ્લોર અથવા દિલ્હીમાં કરવામાં આવશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article