Amul Vs Nandini: ચૂંટણી પહેલા દૂધ પર સંગ્રામ, ભાજપે કહ્યું- અમૂલ કર્ણાટક નથી જઈ રહ્યું, ખોટો પ્રચાર કરી રહી છે કોંગ્રેસ

Amul Vs Nandini: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સામાન્ય મુદ્દાને બદલે દૂધનો મુદ્દો ગરમાયો છે. એક બાજુ અમૂલ કંપની અને બીજી બાજુ નંદિની. ભાજપે કહ્યું છે કે કોંગ્રેસ ખોટો પ્રચાર કરી રહી છે. કર્ણાટકમાં અમૂલની એન્ટ્રી થઈ રહી નથી.

Amul Vs Nandini: ચૂંટણી પહેલા દૂધ પર સંગ્રામ, ભાજપે કહ્યું- અમૂલ કર્ણાટક નથી જઈ રહ્યું, ખોટો પ્રચાર કરી રહી છે કોંગ્રેસ
| Edited By: | Updated on: Apr 10, 2023 | 7:21 PM

Amul Vs Nandini: કર્ણાટક રાજ્યમાં દૂધને લઈને રાજકીય લડાઈ ચાલી રહી છે. પેકેટ મિલ્ક વેચતી બે કંપનીઓ ‘અમૂલ’ અને ‘નંદિની’ને લઈને ભાજપ અને કોંગ્રેસ આમને-સામને છે. ભાજપે રવિવારે કોંગ્રેસ પર ‘અમૂલ’ મિલ્ક બ્રાન્ડના અસ્તિત્વ પર દુષ્પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો અને કેટલાક આંકડાઓ સાથે જવાબ આપ્યો. ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ રવિવારે રાત્રે એક ટ્વિટમાં કહ્યું કે અમૂલ કંપની કર્ણાટકમાં પ્રવેશ કરી રહી નથી. તેમણે ટ્વિટ કર્યું કે અમૂલ અને KMF બંને તેમના ઉત્પાદનો ઝડપની સાથે વાણિજ્ય પ્લેટફોર્મ પર વેચી રહ્યાં છે. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

માલવિયાએ કહ્યું કે 2019માં રાજ્યમાં ભાજપ સત્તામાં આવ્યા બાદ KMFના ટર્નઓવરમાં 10,000 કરોડ રૂપિયાનો વધારો થયો છે. 2022માં કંપનીનું ટર્નઓવર 25 હજાર કરોડ હતું. જેમાંથી 20 હજાર કરોડ રૂપિયા કર્ણાટકના ખેડૂતોને મળ્યા છે.

 

તેમણે કહ્યું કે ભાજપના શાસનમાં કર્ણાટક દૂધ ઉત્પાદનની બાબતમાં સરપ્લસ રાજ્ય બની ગયું છે. ડેરીને અનુલક્ષીને ખેડૂતો ખૂબ સારું કામ કરી રહ્યા છે. નંદિની બ્રાન્ડ માટે મગરના આંસુ વહાવનાર કોંગ્રેસે ગૌહત્યા રોકવાના કાયદાનો વિરોધ કર્યો હતો. ભાજપની યોજના નંદિનીને મોટી બ્રાન્ડ બનાવવાની છે.

આ પણ વાંચો: ભારતીય ખેડૂતો પશ્ચિમી દેશોના ખેડૂતો જેટલા જાગૃત કે સાક્ષર નથી, આ જમીની વાસ્તવિક્તા છે : સુપ્રિમ કોર્ટ

ભાજપે કહ્યું કે કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF) દેશની બીજી સૌથી મોટી દૂધ સહકારી સંસ્થા છે. મહારાષ્ટ્ર અને ગોવા સહિત ઘણા રાજ્યોમાં તેના ડેપો છે. કુલ વેચાણના 15% કર્ણાટક રાજ્યની બહાર છે. અમૂલ અને KMF વચ્ચે મર્જર જેવી કોઈ વાત નથી.

5 એપ્રિલે અમૂલ કંપની દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું હતું. જેમાં કંપનીએ બેંગલુરુમાં ઓનલાઈન દૂધની ડિલિવરી શરૂ કરવાનો સંકેત આપ્યો હતો. અમૂલના આ ટ્વિટની મદદથી કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ભાજપ ગુજરાતી કંપની અમૂલ દ્વારા કર્ણાટકમાં નંદિની કંપનીનું વર્ચસ્વ ખતમ કરવા માંગે છે.

સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ શરૂ થયો

સ્થિતિ એવી ઉભી થઈ છે કે #GoBackAmul સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું છે. રાજકીય પક્ષોના કેટલાક નેતાઓએ એવો પણ સંકેત આપ્યો હતો કે અમૂલ અને નંદિની કર્ણાટકમાં મર્જ થવા જઈ રહ્યા છે. કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધારમૈયાએ ખેડૂતોને માત્ર નંદિની બ્રાન્ડના દૂધનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી.

                                  દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર  

                                              દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…