વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે કર્ણાટકના પ્રવાસે છે. કર્ણાટકમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા પીએમ મોદીની આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે તેમની રાજ્યની છઠ્ઠી મુલાકાત છે. રવિવારે કર્ણાટક પહોંચ્યા બાદ તેમણે મંડ્યામાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ ગિફ્ટ કર્યા હતા. આ પછી જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે, વિકાસ દ્વારા તમારા પ્રેમનું ઋણ ચૂકવવાના પ્રયાસમાં અહીં અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે, 2014 પહેલા કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, તે દરમિયાન તેઓએ ગરીબને બરબાદ કરવામાં કોઈ કસર છોડી ન હતી. કોંગ્રેસ સરકારે ગરીબોના વિકાસના નામે હજારો કરોડ રૂપિયા લૂંટી લીધા હતા. કોંગ્રેસને ગરીબોની પીડા અને વેદનાથી ક્યારેય ફરક પડ્યો નથી.
આ પણ વાચો: Karnataka: : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મંડ્યામાં ભવ્ય રોડ શો, લોકોએ ફૂલોની વર્ષા કરી
પીએમ મોદીએ કહ્યું કે, જે કોંગ્રેસીઓ મોદીની કબર ખોદવાનું સપનું જોઈ રહ્યા છે, તેઓ નથી જાણતા કે દેશની કરોડો માતાઓ અને બહેનોના આશીર્વાદ મોદીની સૌથી મોટી સુરક્ષા કવચ છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષો મોદીની કબર ખોદવાના સપના જોઈ રહ્યા છે. કોંગ્રેસ મોદીની કબર ખોદવામાં વ્યસ્ત છે અને મોદી બેંગ્લોર-મૈસુર એક્સપ્રેસ વે બનાવવામાં વ્યસ્ત છે. કોંગ્રેસ મોદીની કબર ખોદવામાં વ્યસ્ત છે અને મોદી ગરીબોનું જીવન સરળ બનાવવામાં વ્યસ્ત છે.
તેમણે કહ્યું કે, ડબલ એન્જિન સરકારનો પ્રયાસ છે કે અમે તમારા પ્રેમનું વળતર વ્યાજ સાથે અને ઝડપથી વિકાસ કરીને આપીએ. આ પ્રોજેક્ટનો એક ભાગ છે જેનો આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, આજે કર્ણાટકમાં લોંચ કરવામાં આવી રહેલા અત્યાધુનિક રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સમગ્ર રાજ્યમાં કનેક્ટિવિટીને વેગ આપશે અને આર્થિક વિકાસને મજબૂત કરશે.
પીએમ મોદીએ કહ્યું, આજે મૈસૂર-કુશલનગર 4 લેન હાઈવેનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો, આ તમામ પ્રોજેક્ટ વિકાસના માર્ગને નવી દિશા આપશે. આ માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે પણ ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિઝનને લગતી ચર્ચા થાય છે ત્યારે હંમેશા બે મહાન વ્યક્તિઓના નામ સામે આવે છે. કૃષ્ણ રાજા વાડિયાર અને સર એમ. વિશ્વેશ્વરાય. આ પ્રદેશે આ બંને મહાપુરુષો ભારતને આપ્યા છે.
પીએમ મોદીએ કહ્યું, આવી મહાન હસ્તીઓથી પ્રેરિત થઈને આજે દેશમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ થઈ રહ્યું છે. આજે કર્ણાટક ભારતમાલા અને સાગરમાલા પ્રોજેક્ટથી બદલાઈ રહ્યું છે. દેશ બદલાઈ રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર સુવિધા જ નથી લાવતુ, પરંતુ રોજગાર, રોકાણ અને કમાણીનું સાધન પણ લાવે છે.
પીએમ મોદીએ કહ્યું કે, બેંગ્લોર અને મૈસૂર બંને કર્ણાટકના મહત્વપૂર્ણ શહેરો છે, એકને ટેક્નોલોજી અને બીજાને સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે, બંને આધુનિક ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. લાંબા સમયથી મુસાફરો બે શહેરો વચ્ચે ભારે ટ્રાફિકની ફરિયાદ કરતા હતા, પરંતુ હવે આ એક્સપ્રેસ વે માત્ર એક કલાકમાં આ બન્ને શહેર વચ્ચેનું અંતર કાપશે.