
Karnataka Assembly Election Result 2023: કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે મતગતરીનો પ્રારંભ થયો છે. જેમાં પ્રારંભિક વલણમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. જ્યારે બીજા સ્થાને કોંગ્રેસ અને ત્રીજા સ્થાને જેડીએસ ચાલી રહ્યું છે. જેમાં ભાજપ 75 બેઠકો પર અને કોંગ્રેસ 77 બેઠકો પર આગળ છે. જ્યારે જેડીએસ 10 બેઠક પર આગળ છે. જ્યારે એક્ઝિટ પોલ કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરવા આવી રહી છે. કોંગ્રેસને થોડો ફાયદો થતો જોવા મળી રહ્યો છે, જ્યારે ભાજપ પાછળ છે. એચડી કુમારસ્વામીની પાર્ટી જનતા દળ (સેક્યુલર) સંભવિત રીતે કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે. 224 બેઠકોવાળી કર્ણાટક વિધાનસભામાં બહુમતીનો આંકડો 113 છે.
કર્ણાટકની કનકપુરા સીટ પરથી પોસ્ટલ બેલેટની ગણતરીમાં ડીકે શિવકુમાર આગળ ચાલી રહ્યા છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર આર. અશોક અને ડીકે શિવકુમાર વચ્ચે જોરદાર ટક્કર છે.
કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ કહ્યું કે આજનો દિવસ કર્ણાટક માટે મોટો દિવસ છે. રાજ્ય માટે જનતાનો નિર્ણય આજે આવવાનો છે. મને પૂરો વિશ્વાસ છે કે ભાજપ પૂર્ણ બહુમતી સાથે જીતશે અને કર્ણાટકમાં સ્થિર સરકાર બનાવશે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કર્ણાટકમાં 10 મેના રોજ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 73.19 ટકા મતદાન નોંધાયું હતું. કર્ણાટકમાં અત્યાર સુધી યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આ મતદાન સૌથી વધુ રહ્યું છે. રાજ્યભરમાં 58,545 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા. કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠકો છે, જેના માટે મતદાન થયું હતું અને આજે મતગણતરી ચાલી રહી છે. કર્ણાટકમાં સરકાર બનાવવા માટે 113 સીટો જીતવી જરૂરી છે
આ પણ વાંચો: Karnataka Exit Poll: કર્ણાટકમાં ભાજપ-કોંગ્રેસ બહુમતીથી દૂર, JDS બનશે કિંગમેકર?
કર્ણાટકમાં 2615 ઉમેદવારોનું ભવિષ્ય EVMમાં કેદ થયું છે, 13 તારીખે જ્યારે મતદાન પેટી ખુલશે ત્યારે જ સાચા આકડા મળશે. ભાજપે દરેક સીટ પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા, જ્યારે કોંગ્રેસે 221 સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. JDSએ 208 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 8:20 am, Sat, 13 May 23