PM Modi Road Show: બેંગ્લોરમાં મોદીના 26 કિલોમીટર લાંબા રોડ શોમાં ઉમટી જંગી જનમેદની, PMએ ટ્વીટ કરીને જણાવ્યું કેમ ખાસ હતો આજનો દિવસ

Karnataka Elections: વડાપ્રધાને મોડી સાંજે 4 મિનિટ 51 સેકન્ડનો વીડિયો ટ્વીટ કર્યો, જેમાં રોડ શોની ઝલક બતાવવામાં આવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે અહીં જુઓ બેંગલુરુમાં આજનો દિવસ આટલો ખાસ કેમ રહ્યો.

PM Modi Road Show: બેંગ્લોરમાં મોદીના 26 કિલોમીટર લાંબા રોડ શોમાં ઉમટી જંગી જનમેદની, PMએ ટ્વીટ કરીને જણાવ્યું કેમ ખાસ હતો આજનો દિવસ
PM Modi Road show in Bangalore
| Edited By: | Updated on: May 06, 2023 | 11:49 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બેંગલુરુમાં 26 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. આ રોડ શો બોમ્મનહલ્લી વિધાનસભા મતવિસ્તારના કોનાનકુંટેથી સવારે 10 વાગ્યે શરૂ થયો હતો. રોડ શો બપોરે 1.30 કલાકે મલ્લેશ્વરમના કડુ મલ્લેશ્વરમ મંદિર ખાતે સમાપ્ત થયો હતો. આ દરમિયાન તે લગભગ 13 વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થયા હતા. PMના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ જ કારણ હતું કે બપોરે 12.30 વાગ્યાના નિર્ધારિત સમયના એક કલાક બાદ રોડ શો સમાપ્ત થયો હતો. પીએમ મોદીએ આ રોડ શોમાં મળેલા સમર્થનને ખાસ ગણાવ્યું હતું.

વડાપ્રધાને મોડી સાંજે 4 મિનિટ 51 સેકન્ડનો વીડિયો ટ્વીટ કર્યો, જેમાં રોડ શોની ઝલક બતાવવામાં આવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે અહીં જુઓ બેંગલુરુમાં આજનો દિવસ આટલો ખાસ કેમ રહ્યો. મૈસુર પેટા પહેરીને, મોદીએ રોડ શોના માર્ગ પર રસ્તાની બંને બાજુએ એકઠા થયેલા હજારો લોકોનું સ્વાગત કર્યું. કલાકારોના કેટલાક જૂથોએ પરંપરાગત નૃત્યો રજૂ કર્યા અને વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કર્યું.

ભાજપના નેતાઓનો અંદાજ છે કે લગભગ 10 લાખ લોકો પીએમ મોદીની એક ઝલક જોવા માટે એકઠા થયા હતા. તેમાંથી વહેલી સવારથી જ રસ્તાની બંને બાજુ બેરીકેટ પાછળ રાહ જોઈ રહ્યા હતા. જ્યારે વડાપ્રધાન ખુલ્લી જીપમાં પસાર થયા ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ તેમના પર ફૂલોની વર્ષા કરી હતી. ભાજપના સૂત્રોનું કહેવું છે કે પાર્ટીએ એકલા શનિવાર માટે 40 ટનથી વધુ ફૂલો એકત્ર કર્યા હતા. મોદીની સાથે સાંસદ તેજસ્વી સૂર્યા (બેંગલોર દક્ષિણ) અને પીસી મોહન (બેંગ્લોર સેન્ટ્રલ) તેમના સુરક્ષા કર્મચારીઓ સાથે કારમાં હતા.

આ પણ વાંચો: Karnataka Election: ‘કરપ્શન રેટ કાર્ડ’ની જાહેરાત કોંગ્રેસને પડી મોંઘી, ભાજપની ફરિયાદ પર ચૂંટણી પંચે ફટકારી નોટિસ

રોડ શો બાદ પીએમ મોદીએ 2 ચૂંટણી સભાઓ સંબોધી હતી

ભાજપના ઘણા કાર્યકરો અને સમર્થકો ભગવાન હનુમાનના માસ્ક પહેરીને આવ્યા હતા. તેમણે કહ્યું કે ‘કોંગ્રેસ સત્તામાં આવશે તો બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાના વચન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. રોડ શો ઉપરાંત પીએમ મોદીએ બે ચૂંટણી જનસભાને પણ સંબોધિત કરી હતી. તેમણે પહેલા બદામીમાં અને પછી હાવેરીમાં એક સભાને સંબોધિત કરી, જ્યાં તેમનું નિશાન કોંગ્રેસ પાર્ટી હતી. PMએ કોંગ્રેસને ભ્રષ્ટાચાર કરનાર, 85 ટકા કમિશન, આતંકવાદ સામે ઘૂંટણિયે ટેકવી, ભાગલા પાડો અને રાજ કરોના સૂત્રને અનુસરીને તુષ્ટિકરણને પ્રથમ પ્રાથમિકતા આપતી ગણાવી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…