Karnataka માં સત્તામાં પરત ફર્યા બાદ હવે આટલા રાજ્યમાં કોંગ્રેસની સરકાર

|

May 13, 2023 | 12:07 PM

કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર રચવાની સાથે જ દેશના ચાર રાજયમાં કોંગ્રેસની સરકાર હશે. હાલ દેશમાં હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. જો કે કર્ણાટકમાં સરકાર બનતા કોંગ્રેસને લોકસભા ચૂંટણી પૂર્વે સફળતા મળી છે.

Karnataka માં સત્તામાં પરત ફર્યા બાદ હવે આટલા રાજ્યમાં કોંગ્રેસની સરકાર
Congress Government

Follow us on

કર્ણાટક (Karnataka )વિધાનસભા ચૂંટણીના કોંગ્રેસની(Congress)જીત સંજીવની સાબિત થઈ છે. સતત હારનો સામનો કરી રહેલી કોંગ્રેસ માટે આ એક ટર્નીગ પોઇન્ટ બન્યો છે. જેમાં કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર રચવાની સાથે જ દેશના ચાર રાજયમાં કોંગ્રેસની સરકાર હશે. હાલ દેશમાં હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. જો કે કર્ણાટકમાં સરકાર બનતા કોંગ્રેસને લોકસભા ચૂંટણી પૂર્વે સફળતા મળી છે. જેના પગલે આગામી સમયમાં યોજાનારી અન્ય રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ જોરશોરથી તેનો ફાયદો ઉઠાવશે.

સતત હારના કારણે કોંગ્રેસનો જનઆધાર ઘટ્યો

આ ઉપરાંત છેલ્લા 10 વર્ષમાં એક પછી એક કોંગ્રેસની સરકાર ઘણા રાજ્યોમાં ખતમ થઈ ગઈ છે. તેમાં પણ આ વર્ષે જ છત્તીસગઢ અને રાજસ્થાનમાં ચૂંટણી યોજાવાની છે, જ્યાં પાર્ટીની સ્થિતિ એટલી સારી માનવામાં આવતી નથી. સતત હારના કારણે કોંગ્રેસનો જનઆધાર ઘટ્યો છે.કાર્યકરો અને સમર્થકોમાં નિરાશાનું વાતાવરણ છે. આ દરમિયાન ઘણા મોટા નેતાઓ પાર્ટી છોડી ચૂક્યા છે. જ્યારે અન્ય રાજયોમાં કોંગ્રેસના અંતિરક વિખવાદ પણ જોવા મળી રહ્યો છે.

2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે તેનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન

જ્યારે રાજકારણમાં કોંગ્રેસ માટે છેલ્લો દાયકા ખૂબ જ ખરાબ રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસે ચૂંટણીમાં સતત હારનો સામનો કરી રહી છે. વર્ષ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. તેની સાથે હિમાચલ અને રાજસ્થાનને છોડીને ઘણા રાજ્યોમાં કોંગ્રેસે  હારનો સામનો કરવો પડ્યો છે. આ 10 વર્ષમાં બે વખત 2014 અને 2019માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. બંને વખત કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે તેનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

2019માં પણ કોંગ્રેસના પ્રદર્શનમાં કોઈ ખાસ સુધારો થયો ન હતો

તેને માત્ર 44 સીટો મળી શકી હતી. કોંગ્રેસનો વોટ શેર પણ પહેલીવાર 20 ટકાથી નીચે ગયો. કોંગ્રેસ લોકસભામાં મુખ્ય વિરોધ પક્ષનો દરજ્જો હાંસલ કરવા માટે પૂરતી બેઠકો પણ મેળવી શકી નથી. અને 2019માં પણ કોંગ્રેસના પ્રદર્શનમાં કોઈ ખાસ સુધારો થયો ન હતો અને તે માત્ર 52 બેઠકો મેળવી શકી હતી. તેને પોતાનો વોટ શેર વધારવામાં પણ સફળતા મળી નથી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Next Article