Viral Video : કર્ણાટકના ખેડૂતે PM મોદીના ફોટા સાથે કરી દિલની વાત, પહેલા કર્યા વખાણ અને પછી…

|

Mar 30, 2023 | 12:29 PM

બુધવારે ચૂંટણી પંચે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. રાજ્યમાં 10 મેના રોજ મતદાન થવાનું છે. તેનું પરિણામ 13 મેના રોજ આવશે. રાજ્યમાં 224 સભ્યોની વિધાનસભા છે. હાલ કર્ણાટકમાં ભાજપની સરકાર છે.

Viral Video : કર્ણાટકના ખેડૂતે PM મોદીના ફોટા સાથે કરી દિલની વાત, પહેલા કર્યા વખાણ અને પછી...
Image Credit source: Twitter

Follow us on

કર્ણાટકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ખેડૂત બસમાં પીએમ મોદીની તસવીર સાથે વાત કરતો જોવા મળે છે. ખેડૂતે પીએમ મોદીને પોતાના દિલની વાત કરી. તેણે તેમના(PM મોદીના) ખૂબ વખાણ પણ કર્યા અને પછી ખૂબ જ નિર્દોષતાથી તેણે પીએમ મોદીની તસવીરને કિસ કરી. હવે આ વીડિયો ચર્ચામાં છે.

આ પણ વાચો: Karnataka Election Breaking News: કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરતુ ચૂંટણી પંચ, 10 મે ના રોજ ચૂંટણી ,પરિણામ 13 મે ના રોજ

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

 

 

તે ખેડૂત કહે છે કે, મોદી દાવણગેરેની મુલાકાત લો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બટરનગર દાવણગેરેમાં, મોદી દ્વારા ચલાવવામાં આવતા વાહનમાં સરઘસ, એક મહાન સ્વાગત! તમે માત્ર બેંગ્લોર, મૈસુર, તુમકુર જ નહીં પરંતુ આખી દુનિયા જીતવા આવ્યા છો. ખેડૂતે મોદીના પોટ્રેટને ચુંબન  પણ કરે છે.

યુઝર્સે કહ્યું- આ સત્ય છે, લોકોના દિલમાં પીએમ માટે પ્રેમ

ખેડૂતના વાયરલ થયેલા વીડિયો પર મોટી સંખ્યામાં લોકોએ પ્રતિક્રિયા આપી છે. મોહનદાસ કામથ નામના યુઝરે ખેડૂતનો વીડિયો શેર કર્યો છે. તેને પીએમ મોદીને પણ ટેગ કર્યા છે. તેના પર યુઝર્સે તેને પીએમ મોદી માટે સામાન્ય લોકોનો પ્રેમ ગણાવ્યો છે. ચંદ્રુ ડીએલ નામના યુઝરે લખ્યું, ‘મારું મન સ્પષ્ટતાથી ભરાઈ ગયું… પીએમ મોદી એક સામાન્ય નાગરિકના હૃદયમાં છે.’

સત્યનારાયણ નામના યુઝરે લખ્યું કે, ‘એ સાચું છે કે પીએમ મોદીના રૂપમાં આપણને એક મહાન નેતા મળ્યા છે. પરંતુ આપણે નેતાઓના વિકાસ પર ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે આપણે એક નેતા પર નિર્ભર નથી રહી શકતા.

કર્ણાટકમાં 10 મેના રોજ ચૂંટણી યોજાવાની છે

બુધવારે ચૂંટણી પંચે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. રાજ્યમાં 10 મેના રોજ મતદાન થવાનું છે. તેનું પરિણામ 13 મેના રોજ આવશે. રાજ્યમાં 224 વિધાનસભા સીટ છે. હાલ કર્ણાટકમાં ભાજપની સરકાર છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ ચૂંટણીમાં કુલ પાંચ કરોડ 21 લાખ 73 હજાર 579 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. તેમાંથી 2.59 કરોડ મહિલાઓ છે, જ્યારે 2.62 કરોડ પુરુષ મતદાતા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, રાજ્યમાં કુલ 9.17 લાખ મતદારો હશે જેઓ પ્રથમ વખત મતદાન કરશે. તેમની ઉંમર 18થી 19 વર્ષની વચ્ચે છે.

Next Article