Gujarat Election 2022 : BTP માં પુત્ર મહેશ વસાવાએ પિતા છોટુ વસાવાની ટિકિટ કાપી, ઝઘડીયામાં 7 ટર્મ બાદ ઉમેદવાર બદલાયો

બે દિવસ અગાઉ છોટુ વસાવા આ બેઠક ઉપર ચુટણી લડવાની જાહેરાત કરી ચુક્યા હતા જે બાદ તેમની ટિકિટ કપાઈ જતા વસાવા પરિવારમાં મતભેદ હોવાનું સામે આવ્યું છે જોકે છોટુ વસાવાએ પુત્રને ટેકો આપી તેની સાથે રહી આદિવાસીઓના હક માટે લડત ચાલુ રાખવાની તૈયારી બતાવી ડેમેજ કંટ્રોલના પ્રયાસ શરૂ કર્યા છે.

Gujarat Election 2022 : BTP માં પુત્ર મહેશ વસાવાએ પિતા છોટુ વસાવાની ટિકિટ કાપી, ઝઘડીયામાં 7 ટર્મ બાદ ઉમેદવાર બદલાયો
Chotubhai Vasava's own son Maheshbhai Vasava cut the ticket
| Edited By: | Updated on: Nov 09, 2022 | 5:32 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીના રાજકારણમાં એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. ઝગડીયા વિધાનસભા ચૂંટણી ઉપરથી વર્ષ 1990 થી સતત ૩ દાયકા કરતા વધુ સમયથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવી રહેલા છોટુભાઈ વસાવાની તેમનાજ પુત્ર મહેશભાઈ વસાવાએ ટિકિટ કાપી છે. ઝગડીયા બેઠક ઉપર સતત 7 ટર્મ બાદ ઉમેદવાર બદલાઈ રહ્યા છે. આ બેઠક ઉપર વિધાનસભા ચૂંટણી 1990 થી સતત છોટુ વસાવા ઉમેરવારી કરતાં આવ્યા છે પણ સૌના આશ્ચર્ય વચ્ચે છોટુ વસાવાની ટિકિટ કપાઈ છે. આગામી ચૂંટણીમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઝગડીયા બેઠકના ઉમેદવાર BTP સુપ્રીમો મહેશ વસાવા રહેશે. બે દિવસ અગાઉ છોટુ વસાવા આ બેઠક ઉપરથઇચુટણી લડવાની જાહેરાત કરી ચુક્યા હતા જે બાદ તેમની ટિકિટ કપાઈ જતા વસાવા પરિવારમાં મતભેદ હોવાનું સામે આવ્યું છે જોકે છોટુ વસાવાએ પુત્રને ટેકો આપી તેની સાથે રહી આદિવાસીઓના હક માટે લડત ચાલુ રાખવાની તૈયારી બતાવી ડેમેજ કંટ્રોલના પ્રયાસ શરૂ કર્યા છે.

ટિકિટ કપાયા બાદ છોટુ વસાવા સાથે ટેલિફોનિક વાતચીત

પ્રશ્ન : સાંભળ્યું છે કે તમારી ટિકિટ કપાઈ ?

જવાબ : હા મેં પણ જાણ્યું છે પણ કોઈ ફર્ક પડવાનો નથી. આદિવાસીઓના હક માટે મારી લડાઈ ચાલુ રહેશે. હું નારાજ નથી.અમે સાથે મળી લડત આગળ વધારીશું

 

પ્રશ્ન  : તમે જાહેર કર્યું હતું  કે હુ ચોક્કસ ચૂંટણી લડીશ પણ તમારી તો ટિકિટ કપાઈ 

જવાબ : મેં તારીખ કે કઈ ચૂંટણી લડીશ એ સ્પષ્ટ કહ્યુજ નથી. હજુ બહુ ચૂંટણીઓ આવવાની છે એમાં લડીશું.

 

પ્રશ્ન : તમારું આગામી પગલું શું રહેશે ?

જવાબ : કોઈ પારિવારિક તકરાર નથી. અમે બધા એકજ છે. અમે સાથે રહી લડીશું.

 

છોટુ વસાવાએ ડેમેજ કંટ્રોલના પ્રયાસ કર્યા

એક તરફ છોટુ વસાવાની ટિકિટ કપાવી વસાવા સાથે તેમના ફોલોઅર્સ માટે આંચકાના સમાચાર હતા. તો બોજી તરફ સમાચાર પારિવારિક મતભેદ તરફ પણ ઈશારો કરતા હતા. છેલ્લા બે ત્રણ દિવસથી પિતા – પુત્ર વચ્ચેના મતભેદ જોવા મળ્યા હતા. છોટુ વસાવાએ JDU સાથે ગઠબંધનની જાહેરાત કરી હતી તો મહેશ વસાવાએ જાહેરાતનું  ખંડન કર્યું હતું.

રાજકીય પક્ષ ગઠબંધન માટે દોડતા થયા

ઝઘડિયા સીટ ઉપર વસાવા પરિવારની મતદારો ઉપર મજબૂત પકડ છે. JDU સાથે ગઠબંધન ન થતા અન્ય રાજકીય પક્ષ પણ મહેશ વસાવાનો ઝઘડિયા બેઠક માટે આશીર્વાદ મેળવવા કામે લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Published On - 5:06 pm, Wed, 9 November 22