Gujarat Election 2022 : કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહનું ‘મિશન ગુજરાત’, આજે કમલમમાં ચૂંટણીલક્ષી ચર્ચા કરશે ‘ચાણક્ય’

દરેક ઝોનમાં મંથન કર્યા બાદ હવે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજે પણ ભાજપ કાર્યાલય કમલમ પર બેઠક યોજશે.

Gujarat Election 2022 : કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહનું  મિશન ગુજરાત, આજે કમલમમાં ચૂંટણીલક્ષી ચર્ચા કરશે ચાણક્ય
Amit Shah Gujarat Visit
| Edited By: | Updated on: Oct 26, 2022 | 1:35 PM

Gandhinagar :  ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election) નજીક આવતા દરેક રાજકીય પાર્ટીના કેન્દ્રીય નેતાઓ મતદારોની નજીક પહોંચી રહ્યા છે, ત્યારે 27 વર્ષથી શાસન કરી રહેલી ભાજપ પણ સત્તા કાયમી રાખવા એડીચોટીનું જોર લગાવી રહી છે. વડાપ્રધાન મોદી (PM Modi) અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સહિતના નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે. ભાજપના ચાણક્યા ગણાતા અમિત શાહ હાલ ગુજરાત પ્રવાસે છે. દરેક ઝોનમાં મંથન કર્યા બાદ હવે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજે પણ બેઠક યોજશે. ભાજપ કાર્યાલય કમલમ પર આ બેઠક યોજાશે.

આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે

માહિતી મુજબ સાંજે 7 વાગ્યા બાદ કમલમ પર આ બેઠક યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel) પણ હાજર રહેશે. તો આ બેઠકમાં પ્રદેશ મહામંત્રીઓ અને આગેવાનો સાથે અમિત શાહ બેઠકમાં ચૂંટણી લક્ષી ચર્ચા કરશે. સાથે જ આગામી આયોજન અને કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

સત્તા કાયમી રાખવા ભાજપની મથામણ

અમિત શાહના ગુજરાતમાં પ્રવાસ દરમિયાન ઝોન મુજબ બેઠકો યોજવામાં આવી હતી. જે અંતર્ગત સૌપ્રથમ તેમણે દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં બેઠકો યોજી હતી અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો જીતવા રણનીતિ ઘડવામાં આવી. ત્યારબાદ તેઓ મધ્યગુજરાતમાં તેમણે વડોદરામાં પાર્ટીના હોદ્દેદારો સાથે મંથન કર્યુ હતુ. જેમાં મધ્ય ગુજરાતની તમામ બેઠકો જીતવાનો લક્ષ્યાંક આપ્યો હતો. મધ્ય બાદ ગઈકાલે અમિત શાહ ઉત્તર ગુજરાત (north guajrat)  પહોંચ્યા હતા. જ્યાં બનાસકાંઠાના પાલનપુરમાં બેઠકોનો દોર ચાલ્યો હતો. અહીં અમિત શાહે ઉત્તર ગુજરાતની તમામ 59 બેઠક જીતવાના લક્ષ્યાંક સાથે કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો હતો. તો ગઈકાલે સૌરાષ્ટ્રના એપી સેન્ટર સમાન ગણાતી સોમનાથ બેઠકોને લઈ અમિત શાહે ચર્ચા કરી હતી.