સૌરાષ્ટ્રમાં વિવિધ યોજનાઓનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન મોદી (PM Modi) આજે દક્ષિણ ગુજરાતની મુલાકાતે જશે. વડાપ્રધાન મોદી દક્ષિણ ગુજરાતના (South gujarat) લોકોને હજારો કરોડ રૂપિયાની ભેટ આપશે. તાપી, નર્મદા અને સુરત જિલ્લામાં તેઓ પાણી પુરવઠાની યોજનાઓ તેમજ ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ઉપરાંત સિવાય સાપુતારાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જોડતા રોડને પહોળો કરીને ત્યાં જરૂરી સુવિધાઓ વિકસિત કરવાના પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરવામાં આવશે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમની વાત કરીએ તો તાપી (Tapi) તથા નર્મદા (Narmada) જિલ્લામાં રૂપિયા 302 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગની ચાર યોજનાઓ હેઠળ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
તો સાથે જ સુરત અને તાપી જિલ્લામાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ (Petrochemicals) દ્વારા સોલાર પાવર પ્રોજેક્ટ અને સબ સ્ટેશનની 6 કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. સાથે જ સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડની કામગીરીનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ રૂપિયા 1669 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
બીજી તરફ વડાપ્રધાન મોદી કેવડિયાની મુલાકાતે પણ જશે. જ્યાં તેઓ મિશન લાઇફ પ્રોજેક્ટનો (mission life) પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ પણ હાજર રહેવાના છે. એન્ટોનિયો ગુટેરેસ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે તેઓ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી કેવડિયામાં ૧૦મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં ભાગ લેશે. મહત્વનું છે કે લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયર્ન્મેન્ટ કાર્યક્રમની જાહેરાત વડાપ્રધાન મોદીએ જૂન મહિનામાં કરી હતી. જેનું અમલીકરણ નીતિ આયોગ કરી રહ્યું હતું.
Published On - 7:04 am, Thu, 20 October 22