SURAT : ગુજરાતમાં વિધાનસભા ઇલેક્શનના માહોલ વચ્ચે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejrival) આદિવાસી વિસ્તારમાં સભા (Adivasi sanmelan) સંબોધન કરતા કહ્યું હતું કે ગુજરાતમાં એક કરોડથી વધુ આદિવાસી રહે છે. તમામને મારા પ્રમાણ અને પંજાબ ઇલેક્શન જીત્યા બાદ આ અમારી પહેલુ સંમેલન છે. કારણકે આદિવાસી સાથે અત્યાર સુધી અન્યાય થયો છે. અમારા દેશમાં આમિર વ્યક્તિ પણ ગુજરાતના છે. અને ગરીબ આદિવાસી પણ ગુજરાતમાં છે. એક તરફ બીજેપી અને કોંગ્રેસ પાર્ટી અમીરો સાથે પડી છે પણ અમારે પાર્ટી ગરીબો સાથે ઉભી છે. બસ અમને એક મોકો આપો અમે ગરીબી દૂર કરીશું તમારા બાળકોને સારું શિક્ષણ આપીશું.
સભામાં જાહેરમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસમાં સારા માણસો નેતા છે તેને આવું હોય તો આમમાં આવી જાય બંને પાર્ટીમાં કેટલાક સારા માણશો છે જેમના માટે હું હુંકાર કરું છું કે આમ માં આવી જાય કોંગ્રેસનું તો આમેં પૂરું થયું છે.
જે મને પ્યાર કરે એને હું જિંદગી પર નિભાવીશ: કેજરીવાલ
દિલ્હીના લોકો બહુત પ્યાર કરે છે. આજે ગુજરાતના લોકો પાસે પ્યાર માંગવા આવ્યો છે. ગુજરાત લોકો પ્યાર કરે તો જિંદગી પર પ્યાર નિભાવે છે. ત્યારે કેજરીવાલ પણ એકવાર પ્યાર કરે એટલે જિંદગીભર નિભાવે છે. મને રાજનીતિ નથી આવડતી મને ભ્રષ્ટચાર નથી આવડતો. ગુજરાતમાં સરકારી શાળાની હાલત ખુબજ દયનિય છે. લાખો બાળકોનું ભવિષ્ય ખરાબ છે. ત્યારે આ ભાજપ સરકારને કંઇ પડી નથી. ત્યારે દિલ્હીમાં પણ આવી હાલત હતી પણ અમે તેની હાલત સુધારી છે .બાબા તેરા સપના અધૂરા કેજરીવાલ કરેગા સપના પુરા, જ્યારે સ્ટેજ પરથી ગુજરાત ના સીએમ ભુપેન્દ્ર પટેલને પણ હું આમંત્રણ આપું છું કે જોઈ લ્યો દિલ્હીની સરકારી શાળા. હજુ તમે 5 વર્ષ ભાજપને આપશો તો પણ કંઈક નહિ કરે.
ભાજપે કોઈ કામ કર્યું નથી માત્ર પેપરલિંકનો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે.
પેપર ફોડવામાં ભાજપે વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. ગીનીશ બુક રેકોર્ડની એક મિટિંગ મળી છે તેમાં પેપર લિંક મામલે ભાજપનું નામ નાખવાના છે. ભુપેન્દ્ર પટેલ અને પાટીલનો એક ચેલેન્જ આપું છું કે એક પેપર લિંક કર્યા વગર બતાવી આપો તો હું સ્વીકારું. બીજેપી સરકાર 267 વર્ષમાં સરકારી હોસ્પિટલની હાલત ખરાબ કરી નાખી છે. દિલ્હીમાં 2 કરોડ લોકોને ફીમાં ઈલાજ કરી રહ્યા છીએ. જ્યારે સભામાં બેરોજગારી મામલે કહ્યું ગુજરાતના તમામ યુવાનો આપ સાથે આવી જાવ અમે રોજગારી આપવીશું. કોઈ પણ કામ કરવું હોય તો દિલ્હી સરકારના લોકોને કહેવામાં આવે છે. તે પણ માત્ર એક કોલ કરવાથી દિલ્હીમાં થાય છે. હોસ્પિટલ જોઈએ ,રોજગાર જોઈએ તો અમને વોટ આપજો અને ગંદી રાજનીતિ જોઈએ તો બીજેપીએ વોટ આપજો. તમે હજુ બીજેપી અને કોંગ્રેસને મત આપજો. આપણા 5 વર્ષ ખરાબ થઈ જશે. એક વાર ભાજપનો ઘમંડ તોડી દો બહુંજ જ અહંકાર છે.
આ પણ વાંચો :Ahmedabad : સેન્ટ્રલ જેલને ડીજીટલ બનાવવા કવાયત, કેદીઓ માટે ફોન કોલિંગ સેવા શરૂ કરાઇ
આ પણ વાંચો :Ahmedabad મુંબઈ બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં, ટ્રેકની કામગીરી માટે બીજો કોન્ટ્રાક્ટ અપાયો
Published On - 5:21 pm, Sun, 1 May 22