Gujarat : વડાપ્રધાનની મુલાકાતને લઈ યુદ્ધના ધોરણે તૈયારીઓ, પ્રથમ વખત ભાવનગરમાં ભવ્યાતિભવ્ય રોડ-શોનું આયોજન

|

Sep 20, 2022 | 9:09 AM

વડાપ્રધાન મોદીના આગમનને લઈ અમરેલી, બોટાદ, ભાવનગર જિલ્લાના અધિકારીઓ (District officers) અને ટોચના આગેવાનોની કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

Gujarat : વડાપ્રધાનની મુલાકાતને લઈ યુદ્ધના ધોરણે તૈયારીઓ, પ્રથમ વખત ભાવનગરમાં ભવ્યાતિભવ્ય રોડ-શોનું આયોજન
Pm Modi gujarat visit

Follow us on

Gujarat Election 2022 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 29 સપ્ટેમ્બરે ભાવનગરની મુલાકાતે આવી રહ્યાં છે. PM કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તો વડાપ્રધાન ભાવનગર (Bhavnagar)  ખાતે ભવ્ય રોડ શો યોજીને જવાહર મેદાન ખાતે સભા સંબોધશે. વડાપ્રધાન મોદીના આગમનને લઈ અમરેલી, બોટાદ, ભાવનગર જિલ્લાના અધિકારીઓ (District officers) અને ટોચના આગેવાનોની કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

જેમાં વડાપ્રધાનની સભામાં બે લાખથી વધુ લોકો જોડાય તેવી સંભાવના છે. જેને પગલે વહીવટી તંત્રએ યુદ્ધના ધોરણે તૈયારીઓ હાથ ધરી છે. તો વડાપ્રધાન મોદીના (PM Narendra modi) બેથી અઢી કિલોમીટરના ભાવનગરમાં પ્રથમ વખત યોજાનારા રોડ શોને ભવ્યાતિભવ્ય બનાવવામાં આવશે. પીએમના રોડ શો (Road Show) દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

નવરાત્રી શરૂ થતા જ વડાપ્રધાન મોદીનો ઝંઝાવાતી ગુજરાત પ્રવાસ

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election) હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે મહતમ બેઠકો હાંસલ કરવા દરેક રાજકીય પાર્ટીઓ (Political party) એડી ચોટીનુ જોર લગાવી રહી છે.રાજ્યમાં આ વખતે AAP પણ મેદાનમાં છે, ત્યારે ત્રિપાંખિયો જંગ જામશે.આ બધાની વચ્ચે ગુજરાતમાં 27 વર્ષથી શાસન કરી રહેલી ભાજપ (BJP) પણ એક્શનમાં જોવા મળી રહી છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિતના નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. મળતી માહિતી મુજબ PM મોદી (PM Modi Gujarat visit) ફરી એકવાર ગુજરાત આવશે. 5 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ 12 થી વધુ જનસભા સંબોધી શકે છે.

 

Next Article