
નડિયાદ વિધાનસભા બેઠક હેઠળ આવતા વડતાલ સ્વામિનારાયણ ધામમાં 800થી વધુ સંત મતદારો છે. લોકશાહીના પર્વમાં તમામ સંતો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને રાષ્ટ્રીય ફરજ અદા કરતા હોય છે. ત્યારે TV9ના મતદારોના મિજાજ કાર્યક્રમમાં નડિયાદના સંતોનો મિજાજ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો. વડતાલના સાધુ આ સંતો આ ચૂંટણી અંગે શું માને છે તે જાણવાનો પ્રયાસ કરવાનાં આવ્યો.
વડતાલ સ્વામીનારાયણ મંદિરના સ્વામી જણાવે છે કે ધારાસભ્ય એ સમાજનું, વિસ્તારનું, ગુજરાતનું ગૌરવ વધારનારો અને ખાસ કરીને વડતાલની વાત કરીએ તો પંકજ દેસાઈ જેવો હોવો જોઈએ.
તેના પર સ્વામી જણાવે છે કે સમાજમાં નાનામાં નાના માણસને મદદરૂપ થાય, એવા પ્રશ્નોની રજૂઆત ધારાસભ્યને કરી શકાય એવા ધારાસભ્ય હોવા જોઈએ.
આ અંગે સ્વામીએ જણાવ્યુ કે સમાજલક્ષી વાત કરતા હોય છે પણ જ્યારે કોઈ સારો નેતા હોય અને તેમના પ્રશ્નો સાંભળે તો લોકો પણ સંતુષ્ટ હોય છે, સરકારથી અને એવી હાલ એવી સરકાર છે જેનાથી લોકો સંતુષ્ટ છે.
આ અંગે સ્વામીએ જણાવ્યુ કે વડતાલ સંસ્થા ગુજરાત સહિત દેશભરમાં અને વિશ્વમાં ફેલાયેલી સંસ્થા છે. આજે જે સરકાર આપણી પાસે છે દેશમાં અને રાજ્યમાં માત્ર વડતાલ સંસ્થા નહીં કોઈપણ સમાજનું કોઈ કામ બાકી રાખ્યુ નથી. તેમણે તેમનો વ્યક્તિગત અનુભવ શેર કર્યો કે વડતાલ મંદિરથી નેશનલ હાઈવે સુધી રોડ માટે ધારાસભ્ય પંકજ દેસાઈને મળવા ગયો હતો અને એ સમયે ધારાસભ્યએ આપેલા સમય કરતા 15થી20 મિનિટ મોડો પહોંચ્યો હતો.
ત્યારે સત્ર ચાલુ હતુ બધા સત્રમાં જતા રહ્યા હતા. એટલે પછી હું બપોરે રિશેષ સુધી બેઠો હતો. સત્રમાંથી રિશેષમાં જ્યારે આવ્યા ત્યારે તેમણે તત્કાલિન માર્ગ અને મકાન મંત્રી સાથે બેઠક કરાવી, બધા પ્રોજેક્ટ્સ સમજ્યા. આ મુલાકાત બાદ મેં ગાંધીનગર છોડ્યુ અને વડતાલ પહોંચ્યા ત્યા સુધીમાં માર્ગ મકાન મંત્રીની ચેમ્બરમાંથી અને પંકજભાઈ બંનેની ચેમ્બરમાંથી મેસેજ આવી ગયો હતો કે તમારુ રોડનું કામ સેન્શન થઈ ગયુ છે. જનતા આનાથી વધારે કંઈ જ માગતી નથી.