Gujarat Election 2022 : વડાપ્રધાન મોદી આજથી ત્રણ દિવસ વતનમાં, જામકંડોરણા, આમોદ અને જામનગરમાં જનસભા ગજવશે PM

|

Oct 09, 2022 | 11:11 AM

ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુલ 14 હજાર 500 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 

Gujarat Election 2022 : વડાપ્રધાન મોદી આજથી ત્રણ દિવસ વતનમાં, જામકંડોરણા, આમોદ અને જામનગરમાં જનસભા ગજવશે PM
PM Modi Gujarat visit

Follow us on

વડાપ્રધાન  મોદી (PM Modi) આજથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly election)  લઈ તેઓ 3 દિવસ સુધી મિશન ગુજરાત અંતર્ગત જંગી પ્રચાર કરશે.  ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી કુલ 14 હજાર 500 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.  તેમના કાર્યક્રમ પર નજર કરીએ તો આજે (09 ઓક્ટોબર) બપોરે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર તેમનું આગમન થશે. અમદાવાદ એરપોર્ટથી સીધા જ તેઓ મોઢેરા હેલીપેડ જવા રવાના થશે. સાંજે 5 કલાકે બહુચરાજીના દેલવાડા ખાતે જનસભાને સંબોધશે.

સભા બાદ મોઢેરા (Modhera) સ્થિત મોઢેશ્વરી માતાના મંદિરે દર્શન કરશે. તેઓ મોઢેશ્વરી માતાજીની વિશેષ પૂજા કરી આરતીમાં ભાગ લેશે અને સાંજે 7 કલાકે મોઢેરા સૂર્ય મંદિર પહોંચશે. જ્યાં રાત્રે 9 વાગ્યા સુધી રોકાશે અને બાદમાં અમદાવાદ એરપોર્ટ થઈને ગાંધીનગર રાજભવન જશે. મહત્વનું છે કે, તેઓ રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે.

કુલ 14,500 કરોડના વિકાસ કાર્યોની આપશે ભેટ

તો  10 ઓક્ટોબરે સવારે 9થી લઈને સાંજે 5 વાગ્યા સુધી તેમના કાર્યક્રમો છે.  10 ઓક્ટોબરે સવારે 9 કલાકે સચિવાલય હેલિપેડથી તેઓ આમોદ જવા રવાના થશે. સવારે 10 કલાકે આમોદ પાસે જનસભા સંબોધશે અને ત્યાંથી આણંદ (Anand) પહોંચશે, આણંદના શાસ્ત્રી મેદાનમાં બપોરે 12 કલાકે જનસભા સંબોધશે. આણંદથી તેઓ અડાલજ પહોંચશે. જ્યાં મોદી શૈક્ષણિક સંકુલની મુલાકાત લેશે,  ત્યારબાદ અમદાવાદ એરપોર્ટથી જામનગર જવા રવાના થશે. સાંજે 5 કલાકે જામનગરમાં જનસભા સંબોધશે અને જામનગરમાં જ રાત્રિ રોકાણ કરશે.

બીટનો રસ પીવાના આટલા ગેરફાયદા તમે કદાચ નહીં જાણતા હોવ
Plant Tips : લીંબુના છોડની આ રીતે રાખો કાળજી, ફળના થઈ જશે ઢગલા
Khajur : એક દિવસમાં કેટલો ખજૂર ખાવો જોઈએ?
Makai Rotlo : મકાઈનો રોટલો ક્યારે અને કેટલો ખાવો જોઈએ? જાણો સાચો સમય
Chahal Divorce: ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીના આ યુવક સાથે ફોટા વાયરલ
આજનું રાશિફળ તારીખ : 07-01-2025

અમદાવાદમાં જનસભાને સંબોધશે

જો PM મોદીના 11 ઓક્ટોબરના કાર્યક્રમો પર નજર કરીએ તો, સવારે 9.30 કલાકે જામકંડોરણા જવા રવાના થશે. ત્યાં સભા સંબોધશે. બપોરે રાજકોટથી (Rajkot) અમદાવાદ પહોંચશે અને બપોરે 1 કલાકે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જનસભાને સંબોધશે અને સાંજે 4 કલાકે અમદાવાદ એરપોર્ટથી મધ્યપ્રદેશ જવા રવાના થશે.

Published On - 7:00 am, Sun, 9 October 22

Next Article