ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly Election) પડધમ વાગી ચૂક્યા છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ પ્રચાર અને પ્રસાર થકી મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહી છે. વડાપ્રધાન મોદી પણ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. PM મોદી ગાંધીનગરના (Gandhinagar) મહાત્મા મંદિર પહોંચ્યા છે. જ્યાં તેમણે ડિફેન્સ એક્સ-પોની (Def Expo 2022) શરૂઆત કરાવી. તેમણે કહ્યું કે હવે પશ્વિમ સીમા પર જડબાતોડ જવાબ આપવા માટે વાયુસેના તૈયાર છે. આ કાર્યક્રમ બાદ PM મોદીએ જુનાગઢ અને રાજકોટ માં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કર્યું હતું.
PM Modi Visit Gujarat Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસના આજના દિવસે કરોડો રૂપિયાના વિકાસકાર્યોની ભેટ ગુજરાતની જનતાને આપી હતી , સવારે ગાંધીનગર ડિફેન્સ એકસ્પોને ખૂલ્લો મૂક્યા બાદ તેઓઓ જૂનાગઢ તેમજ રાજકોટમાં વિવિધ વિકાસકાર્યોની જનતાને ભેટ આપી હતી . ત્યાર બાદ તેઓ ગાંધીનગર રાજભવન જવા માટે રવાના થયા હતા. વડાપ્રધાન રાજભવન ખાતે જ રાત્રિરોકાણ કરશે અને બીજા દિવસે ત્યાંથી કેવડિયા જવા રવાના થશે. ગુજરાત મુલાકાતના બીજા દિવસે એટલે કે 20 ઓક્ટોબરે સવારે 9-45 કલાકે કેવડિયા ખાતે વડાપ્રધાન દ્વારા મિશન લાઇફનું લોકાર્પણ કરવામાં આવશે અને બપોરે 12 કલાકે વડાપ્રધાન કેવડિયામાં 10 મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં ભાગ લેશે. ત્યાર બાદ બપોરે 3-45 કલાકે વ્યારા ખાતે વિવિધ વિકાસલક્ષી પહેલનો શિલાન્યાસ કરશે.
PM Modi Visit Gujarat Live : વડા પ્રધાન નરેન્દ્ર મોદી શાસ્ત્રી મેદાન ખાતે ઇનોવેશન કન્સ્ટ્રક્શન પ્રેકટિસ એક્ઝિબિશનનું ઉદ્ધાટન કરશે ત્યાર બાદ ગાંધીનગર રાજભવન જવા માટે રવાના થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા પણ જામકંડોરણા ખાતે સૌરાષ્ટ્રવાસીઓનો સંબોધ્યા હતા.
“The ceramic tiles of Morbi are famous in the entire world”: PM Narendra Modi@narendramodi #Rajkot #TV9News pic.twitter.com/JD9sXUTWzK
— Tv9 Gujarati (@tv9gujarati) October 19, 2022
PM Modi Visit Gujarat Live: વડાપ્રધાને પોતાના ઉદ્ધબોધનમાં કહ્યું હતું કે હું રાજકોટનો હંમેશાં ઋણી રહીશ અને ક્યારેય પણ રાજકોટની સેવા કરવાનો મોકો છોડી શ નહીં. વડાપ્રધાને રાજકોટમાં કુલ 5,860 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યા હતા. જેમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટથી માંડીને સાયન્સ સેન્ટરનો સમાવેશ થાય છે.
PM Modi Visit Gujarat Live: વિશ્વમાં સિરામિકનો જે વેપાર થાય છે તેમાં મોરબી મોખરે છે અને એક સમયે મોરબી મચ્છુમાં તણાઈ ગયું હતું પરંતુ આજે મોરબી લોકોને બેઠા કરી રહ્યું છે.
PM Modi Visit Gujarat Live: રાજકોટમાં આશરે રૂ. 5,860 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ કંપનીઓના નામ ગણાવ્યા હતા અને રાજકોટમાં બનતા વિવિધ સ્પેર પાર્ટસ અંગે માહિતી આપી હતી.
PM Modi Visit Gujarat Live: કેટલાય લોકોએ ગરીબી હટાવાનો નારા લગાવ્યા પરંતુ ખરા અર્થમાં ગરીબી દૂર કરવામાં લોકો નિષ્ફળ નીવડ્યા પરંતુ અમે લોકોને ગરીબી હટાવવાનો પૂર્ણ પ્રયાસ કર્યો. રાજકોટને મે વર્ષો પહેલા કહયું હતું કે રાજકોટ મિની જાપાનની જેમ વિકસશે, પરંતુ તે સમયે લોકોએ આ વાતને મજાક ગણી લીધી હતી. જોકે હાલમાં રાજકોટ, મોરબી અને જામનગર ઔદ્યૌગિક નગર તરીકે વિકસ્યા છે. કામ કરવા આવતા શ્રમિકોને પણ સારા ઘર મળે તેવા કામ અમે કરીએ છીએ, તે લોકો પર અહેસાન કરતા હોય તેમ નહીં પરંતુ આ લોકોને પણ પૂર્ણ વ્યવસ્થા સાથેના ઘર મળે તેવો અમારો પ્રયત્ન છે.
PM Modi Visit Gujarat Live: જેમ રાજકોટે મહાત્મા ગાઁધીજીના શિક્ષણમાં મહત્વનો ભાગ ભજવ્યો તેમ મારા જીવનમાં પણ રાજકોટ પાઠશાળા સમાન બન્યું છે.
“Rajkot for me was my first Paathshala”: PM Narendra Modi
“I am indebted to the people of Rajkot”: PM@narendramodi #TV9News #Rajkot pic.twitter.com/zWCdkWeKXW— Tv9 Gujarati (@tv9gujarati) October 19, 2022
PM Modi Visit Gujarat Live: રાજકોટનું મારા પર ઋણ છે જેમ મહાત્મા ગાંધીજી અહીં ભણ્યા અને શિખ્યા તેમ હું પણ અહી રહીને શીખ્યો . મને રમતોત્સવ દરમિયાન વિવિધ ખેલાડીઓના ફોન આવતા હતા કે નવરાત્રીમાં બહેનો દીકરીઓ મોંઘા મોંઘા ઘરેણા પહેરીને મોડી રાત્રે પણ નચિંત થઈને ફરી શકે છે. રાજકોટ મને જે શીખવાડ્યું તે હવે દેશના વિકાસમાં કામ આવી રહ્યું છે. આપણે સતત પ્રગતિ કરતા રહ્યા છે દર વખતે નવા પ્રકલ્પો લાવીને ગુજરાતને વધુમાં વધુ સમર્થ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
PM Modi Visit Gujarat Live: રાજકોટમાં વડાપ્રધાને અર્બન હાઉસિંગ કોન્કલેવ 2022નું ઉદ્ધાટન કર્યું હતું તેમજ જણાવ્યું હતું કે નવી ટેકનિકથી બનેલા સંુદર મકાનો માટે તેમજ ઘરની માલિક બનેલી માતા અને બહેનોને શુભેચ્છા આપું છું. નવા ઘરમાં દીવાળી કરવાનો આનંદ અન સંતોષ લોકોના ચહેરા પર દેખાય છે. વિતેલા 21 વર્ષમાં આપણે સાથે મળીને અનેક સપના જોયાં છે અને અનેક સિદ્ધિઓ સર કરી છે.
PM Modi Visit Gujarat Live: નવરાત્રી અને વિજયાદશમીનો તહેવાર ગયો હોય અને દિવાળી નજીક હોય ત્યારે આટલી મોટી જનમેદની ઉમટી પડી તે લોકોની લાગણી દર્શાવે છે.
PM Modi Visit Gujarat Live : રાજકોટમાં વસતા અનેક નાગરિકોનું ઘરના ઘરનું સપનું સાકાર થયુંછે વડાપ્રધાનના હસ્તે લાભાર્થીઓને આવાસની ચાવી અપર્ણ કરવામાં આવી હતી. રાજકોટના રૈયા વિસ્તારમાં તૈયાર થયેલો આ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. એની રસપ્રદ વાત એ પણ છે કે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં પસંદગી કરવામાં આવેલા 6 શહેરોમાંનું એક રાજકોટ છે.
આ પ્રોજેક્ટ હેઠળ રૂપિયા 118 કરોડના ખર્ચે અદ્યતન ટેકનોલોજીથી EWS-II પ્રકારના 1100થી પણ વધુ આવાસો બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય આવાસ અને શહેરી મંત્રાલય દ્વારા ખાસ ટેક્નોલોજીની મદદથી સસ્તા અને મજબૂત મકાનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં દરેક આવાસમાં 2 રૂમ, લિવિંગ રૂમ, વોશિંગ એરિયા, એલ.ઈ.ડી. લાઈટ અને પંખા જેવી વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ઉપરાંત આવાસોમાં પાર્કિંગ, કોમર્શિયલ કોમપ્લેક્ષ, આંગણવાડી અને કોમ્યુનિટી હોલ, કમ્પાઉન્ડ વોલ, સોલાર સ્ટ્રીટ લાઈટ જેવી વિશેષ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે.
PM Modi Visit Gujarat Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ હતું. આ વિકાસ કાર્યોમાં ફોરલેન ફ્લાયઓવર બ્રિજ, સ્પ્લીટ ફ્લાયઓવર બ્રિજ, ફાયર સ્ટેશન, સ્ટાર્ફ ક્વાર્ટસ બિલ્ડિંગનો સમાવેશ થાય છે આ સાથે જ રાજકોટના લોધિકા તાલુકામાં ખીરસરા-2, પીપરડી અને નાગલપર GIDCનું પણ ખાતમુહૂર્તનો પણ સમાવેશ થાય છે.
PM Modi Visit Gujarat Live : રાજકોટ ખાતે સભાને સંબોધતા રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની વિકાસની દિશામાં આજે એક નવો અધ્યાય શરૂ થશે.
PM Modi Visit Gujarat Live : રેસ કોર્સ ખાતે સભા સ્થળે વડાપ્રધાનના સ્વાગત બાદ હરદીપ સિંહ પુરીએ સંબોધન કર્યું હતું અને ગુજરાતના વિકાસ કાર્યોની પ્રશંસા કરી હતી.
PM Modi Visit Gujarat Live : વડાપ્રધાન મોદી રેસકોર્સ ખાતેના સભા સ્થળે પહોંચ્યા હતા જ્યાં ભાતીગળ પાઘડી પહેરાવીને તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
PM Modi Visit Gujarat Live : રાજકોટમાં વડાપ્રધાનના આગમનને રાજકોટ વાસીઓએ હરખથી વધાવી લીધું હતું. ભાતીગળ છત્રીઓ, લોકગીતો વગાડીને તેમજ ભારતના રાષ્ટ્રધ્વજ ફરકાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઠેર ઠેર દૂરથી લોકો વડાપ્રધાનના કાફલા પર પુષ્પવર્ષા કરી રહ્યા હતા.
Tv9 Gujarati https://t.co/iEOTpEvliZ
— Tv9 Gujarati (@tv9gujarati) October 19, 2022
PM Modi Visit Gujarat Live : રાજકોટમાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને રાજકોટવાસીઓ મોટી સંખ્યામાં વડાપ્રધાને આવકારવા માટે ઉમટી પડ્યા છે રાજકોટમાં જનમેદનીએ મોદી મોદીના નારા લગાવીને વડાપ્રધાનને પ્રેમથી આવકાર્યા હતા. તો વડાપ્રધાન પણ સતત હાથ હલાવીને પ્રેમથી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. તો ક્યારેક હાથ જોડીને નમસ્કાર પણ કરી રહ્યા છે.
Prime Minister Narendra Modi’s roadshow in Rajkot#TV9News pic.twitter.com/xRXvCIj1Yt
— Tv9 Gujarati (@tv9gujarati) October 19, 2022
PM Modi Visit Gujarat Live : રાજકોટમાં રોડ શો દરમિયાન વડાપ્રધાનને વિશાળ જનમેદની આવકારવા માટે ઉમટી પડી હતી . તો વડાપ્રધાને પણ હાથ હલાવીને સૌનું અભિવાદન ઝીલ્યું હતું. રાજકોટના માર્ગો પર વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.
PM Modi Visit Gujarat Live : રાજકોટમાં વડાપ્રધાનના રોડ શોનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખુલ્લી ગાડીમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા.
PM Modi Visit Gujarat Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજકોટમાં આગમન થઈ ચૂક્યું છે અને થોડી વારમાં જ વડાપ્રધાનના રોડ શોની શરૂઆત થશે. આ રોડ શો રેસ કોર્સ સુધી યોજાશે.
PM Modi Visit Gujarat Live : રાજકોટ ખાતે થોડી વારમાં શરૂ થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો શરૂ થશે અને રોડ શો બાદ વડાપ્રધાન જ્યાં જાહેર સભાને સંબોધન કરવાન આછે ત્યાં 1 લાખની જનમેદની ઉમટી પડે તેવી શકયતા છે.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં રાજકીય પક્ષો સામે પ્રહાક કર્યા હતા. તેમણે કહ્યુ કે, બે દશકાથી વિકૃત માનસિકતાના લોકો ગુજરાતને અપમાનિત કરે છે. કેટલાક રાજકીય પક્ષોને તો ગુજરાતને અપમાનિત કર્યા વિના ચાલતું નથી. આના સામે આંખ લાલ કરવાની જરૂર છે. ગુજરાતની બદનામ કરવાની વાત આવે એ સહન નથી કરવું. હવે ગુજરાતની ધરતી ગુજરાતનું અપમાન સહન નહીં કરે. પોતાની નિરાશાને ગુજરાતના મન પર થોભી રહ્યા છે. આ લોકોથી ચેતી જવાની જરૂર છે. એક બનીને રહેનારા ગુજરાતીઓને હું નમન કરું છું.
“Some political parties are constantly trying to humiliate Gujarat”: PM
“Now the land of Gujarat won’t tolerate the humiliation of Gujarat”: PM @narendramodi #Junagadh #TV9News pic.twitter.com/avizcl8VvX— Tv9 Gujarati (@tv9gujarati) October 19, 2022
માધવપુરના મેળાને આંતરરાષ્ટ્રીય બનાવી દીધો છે.ગીરનારનો રોપ વે પણ કેટલી બધી મુસિબતોમાંથી નીકળ્યો છે. તમે મને ત્યાં મોકલ્યો તો ત્યાં રોપ વે આવી ગયો. મારા સંકલ્પોમાં એશિયાનો સૌથી મોટો રોપ વે એટલે ગિરનારનો રોપ વે બનાવવાનો સંકલ્પ પુરો થયો છે. આખા દેશને આકર્ષિત કરવાની તાકાત મારા ગીરની ભૂમિમાં છે.
“The land of Gir has the ability to attract the entire nation”: PM
“Gir lion’s population doubled in 20 years”: PM @narendramodi #Junagadh #TV9News pic.twitter.com/dgHROL4qst— Tv9 Gujarati (@tv9gujarati) October 19, 2022
વડાપ્રધાને કહ્યુ કે હું ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપોનું ઉદઘાટન કરીને આવ્યો છું હવે ગુજરાતમાં તોપો બને તેવી તાકાત આવી ગઇ છે. એ મારા યુવાનો માટે અવસર લઇને આવી છે. ગયા આઠ વર્ષમાં દેશમાં સેંકડો નવા વિશ્વ વિદ્યાલય બનાવ્યા. હજારો નવી કોલેજો બનાવી.
“In the last 8 years steps have been taken to strengthen the youth of Gujarat”: PM
“The youth of Gujarat is now assured of development”: PM @narendramodi #Junagadh #TV9News pic.twitter.com/XrAWxMFltg— Tv9 Gujarati (@tv9gujarati) October 19, 2022
એક સમય હતો જ્યારે હેન્ડપંપ માટે પણ વલખા મારવા પડતા હતા. આજે તમારો દીકરો ઘરે ઘરે પાણી પહોંચાડી રહ્યો છે. શુદ્ધ પાણી મળવાના કારણે બીમારીઓનું પ્રમાણ પણ ઘટ્યુ છે. બાળકોની બીમારી ઓછી થાય, જેના કારણે માતાઓ અને બહેનોની મુસીબતો પણ ઓછી થાય છે.
વડાપ્રધાને વધુમાં જણાવ્યુ કે હવે તો ડ્રોન પોલિસી આવી છે. ડ્રોન 25થી 30 કિલો વજન ઊચકીને જઇ શકે છે. જેના કારણે અંતરિયાળ વિસ્તારોમાં ડ્રોનથી તાજી માછલી પહોંચે તેની તકો વિકસી રહી છે. વિકાસ કેટલો લાભ પહોંચાડે તેનું આ ઉદાહરણ છે.
“Recently assistance fund has been transferred via DBT to Farmers”: PM ;
“Now drones carry 20-25 KG of material”: PM @narendramodi#Junagadh #TV9News pic.twitter.com/Itk8nyS985— Tv9 Gujarati (@tv9gujarati) October 19, 2022
સાગરખેડૂ યોજનાથી માછીમારોની મુસીબત દુર થઇ. છેલ્લા બે દસકમાં ઘણા બધા ફિશિંગ હાર્બર બનાવવાના અભિયાન શરુ કરવામાં આવ્યા. જુના હતા તેને પણ અપગ્રેડ કરવામાં આવ્યા. ડબલ એન્જીન સરકાર બન્યા પછી આ કામમાં ડબલ તેજી આવી ગઇ. આજે પણ ત્રણ ફિશિંગ હાર્બર વિકસિત કરવા માટેનો શિલાન્યાસ થઇ રહ્યો છે. દરિયાઇ પટ્ટા પર તેનાથી આર્થિક તેજી આવશે.
અમે અમારા માછીમાર ભાઇઓના વિકાસ માટે સાગરખેડૂ યોજના શરુ કરી છે. આ યોજના અંતર્ગત અમારા માછીમારોની સુરક્ષા, અમારા માછીમારોની સુવિધા, માછીમારોને કામ કરવા માટે આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રકચરને બળ આપ્યુ છે. પરિણામ એ આવ્યુ કે માછલીની એક્સપોર્ટ દુનિયામાં સાત ગણી વધી ગઇ. આજે સુરમી નામની ફીશનો બિઝનેસ જાપાનના બજારમાં ગુજરાતના નામે વખણાય છે.
“Recently assistance fund has been transferred via DBT to Farmers”: PM ;
“Now drones carry 20-25 KG of material”: PM @narendramodi#Junagadh #TV9News pic.twitter.com/Itk8nyS985— Tv9 Gujarati (@tv9gujarati) October 19, 2022
ભારતમાં જ નહીં દુનિયાભરમાં જુનાગઢની કેસર કેરીની મીઠાસ પહોંચી છે. ભૂતકાળમાં જે દરિયો મુસીબત લાગતો હતો. તે આજે આપણને મહેનતના મીઠા ફળ આપી રહ્યુ છે. જે કચ્છના રણની ધૂળની ડમરીઓ આપણા માટે મુસીબત હતી તે જ કચ્છ આજે ગુજરાતના વિકાસની ધરા સંભાળતુ હોય તેમ અડિખમ ઊભુ છે. પ્રાકૃતિક વિપરિત પરિસ્થિતિઓની સામે પણ ગુજરાતે મુકાબલો કર્યો છે અને પ્રગતીની નવી ઊંચાઇઓ પાર કરી છે.
“The sea which earlier used to feel like burden is now bearing fruits of hard work”: PM Narendra Modi@narendramodi #Junagadh #TV9News pic.twitter.com/69Pso8Vai9
— Tv9 Gujarati (@tv9gujarati) October 19, 2022
આપણે જુના દિવસો યાદ કરીએ તો દસ વર્ષમાં સાત વર્ષ તો દુકાળ પડતો હતો. પાણી માટે વલખા મારવા પડતા હતા. એકબાજુ કુદરત રુઠી હોય અને બીજી બાજુ સમુદ્રનો ખારો પાટ અંદર આવતો જ જતો હતો. તણખલુ પણ ન પાકે તેવી જમીનની સ્થિતિ થઇ જતી હતી. કાઠિયાવાડ ખાલી થતુ જતુ હતુ. લોકો હિજરત કરી જતા હતા. રોટલો રળવા માટે દોડવુ પડતુ હતુ. પરંતુ આપણે ભેગા મળીને મહેનત કરી જેનું ફળ કુદરતે આપ્યુ છે. 20થી 21 વર્ષ થયા પણ એક પણ વર્ષ એવુ નથી થયુ જ્યારે દુકાળ પડ્યો હોય. મા નર્મદા અત્યારે સૌરાષ્ટ્રના ખોળે પોતે આશીર્વાદ આપવા આવી છે.
“The sea which earlier used to feel like burden is now bearing fruits of hard work”: PM Narendra Modi@narendramodi #Junagadh #TV9News pic.twitter.com/69Pso8Vai9
— Tv9 Gujarati (@tv9gujarati) October 19, 2022
વડાપ્રધાને જણાવ્યુ કે મને આનંદ છે કે અમારા ગુજરાત છોડ્યા પછી અમારી ટીમે જે રીતે ગુજરાત સંભાળ્યુ, ભુપેન્દ્ર ભાઇ અને તેમની ટીમ જે રીતે તેજ ગતિએ વિકાસ કરી રહી છે. તેનાથી રુડો બીજો આનંદ શું હોઇ શકે ? આજે ગુજરાતનો વિકાસ દરેક ક્ષેત્રમાં ખૂબ જ તેજ ગતિથી ચાલી રહ્યો છે.
“Today Gujarat is developing at a fast pace in each sector”: PM Narendra Modi@narendramodi #Junagadh #TV9News pic.twitter.com/Qrhek0Zeyo
— Tv9 Gujarati (@tv9gujarati) October 19, 2022
વડાપ્રધાન મોદી જૂનાગઢ, ગીરસોમનાથ અને પોરબંદરને રૂપિયા 4100 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી છે. જેમાં નર્મદા જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર, શહેરી વિકાસ, મત્સોદ્યોગ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ તેમજ આરોગ્ય વિભાગ સંબંધિત વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યુ છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જુનાગઢમાં વિશાળ સભાને સંબોધતા કહ્યુ હતુ કે વડાપ્રધાન મોદી રાજ્યના દરેક ક્ષેત્રના લોકો માટે પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યુ હતુ ગુજરાતના સાગરખેડૂઓની પ્રગતિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રતિબદ્ધ છે. ગુજરાતમાં ઉમરગામ-લખપત કોસ્ટલ હાઈવે યોજનાનું લોકાર્પણ થવાનુ છે. ઉમરગામથી લખપત કોસ્ટલ હાઈવે યોજના માટે 2440 કરોડનો ખર્ચ કરાશે અને આ યોજના થકી હાઈવે દરિયાકિનારા પર આવેલા પ્રવાસનના સ્થળો પર પ્રવાસન ઉદ્યોગના વિકાસને વેગ મળશે. સાથે જ સાગરખેડૂઓની પ્રગતિ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુનાગઢની મુલાકાતે પહોંચી ગયા છે. વડાપ્રધાન જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના ખાતમુહૂર્ત અને વિકાસના કામોની જાહેરાત કરશે. તો 4155 કરોડના વિવિધ વિકાસના કામોની જાહેરાત કરશે. તો કૃષિ યુનિવર્સિટીમાં જાહેર સભા સંબોધશે. પીએમના કાર્યક્રમમાં સભા સ્થળે ખૂબ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે.
તો વડાપ્રધાન મોદી જૂનાગઢની મુલાકાતે જશે. વડાપ્રધાન મોદી જૂનાગઢ, ગીરસોમનાથ અને પોરબંદરને રૂપિયા 4100 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. જેમાં નર્મદા જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર, શહેરી વિકાસ, મત્સોદ્યોગ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ તેમજ આરોગ્ય વિભાગ સંબંધિત વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે. જૂનાગઢમાં વડાપ્રધાન જંગી જનમેદનીને સંબોધવાના છે..જેમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહેશે.
પીએમ મોદીના અનોખા સ્વાગત માટે રાજકોટમાં વિદ્યાર્થીઓએ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. 7 હજાર 500 વિદ્યાર્થીઓએ પીએમ નરેન્દ્ર મોદીના પોટ્રેટમાં રંગ પૂરીને ચીનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રાજકોટની 100થી વધુ ખાનગી અને કોર્પોરેશન સંચાલિત શાળાના વિદ્યાર્થીઓએ રંગ પૂરણી કરીને ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં આ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. વિદ્યાર્થીઓએ એક જ સમયે સમૂહમાં પીએમ મોદીના પોર્ટ્રેટમાં રંગપૂરણી કરી હતી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ચીનમાં આ પ્રકારે વિશ્વ વિક્રમ સ્થપાયો હતો.જેમાં ભાગ લેનારાઓની સંખ્યા 4 હજાર 900 જેટલી હતી..જ્યારે રાજકોટમાં 7 હજાર 500 વિદ્યાર્થીઓએ આજે રંગપૂરણી કરીને નવું સીમાંકન હાંસલ કર્યું છે.. જેને લઈ ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડના અધિકારી અને વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી છે.
ગુજરાત મુલાકાત દરમ્યાન PM મોદી રાજકોટ શહેરને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. ફોરલેન ફ્લાયઓવર બ્રિજ, સ્પલીટ ફ્લાયઓવર બ્રિજ, ફાયર સ્ટેશન, સ્ટાર્ફ ક્વાર્ટસ બિલ્ડિંગનું લોકાર્પણ કરશે…આ સાથે રાજકોટના લોધિકા તાલુકામાં ખીરસરા-2, પીપરડી અને નાગલપર GIDCનું ખાતમુહૂર્ત કરશે. આ સાથે PM મોદી એરપોર્ટથી રેસકોર્સના ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજશે…PM મોદીના આગમનને લઇને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તથા શહેરમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાઇ તે માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
તો સાથે વડાપ્રધાન મોદીએ કહ્યું કે,પહેલા અંગ્રેજીને જ બુદ્ધિમતાનું માધ્યમ માની લેવાયુ હતુ. પણ નવી શિક્ષણ નિતી ગુલામીની માનસિકતામાંથી દેશને બહાર કાઢશે.ભાષા માત્ર એક સંવાદનું માધ્યમ છે. જેથી ગુજરાતી સહિત અનેક ભાષાઓમાં અભ્યાસક્રમો શરૂ કરવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
તો વધુમાં PM મોદીએ કહ્યું કે, એક દાયકા પહેલા ગુજરાતની 15 હજાર શાળામાં ટીવી પહોંચ્યા છે. 20 હજારથી વધુ શાળામાં કમ્પ્યુટરાઈઝ અભ્યાસ ચાલે છે. આજે 1 કરોડથી વધુ વિદ્યાર્થીઓ અને 4 લાખથી વધુ શિક્ષકોની ઓનલાઈન હાજરી પૂરાય છે. 4 G સાઈકલ છે, તો 5 G વિમાન છે. ગુજરાતે 5 G ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ પ્રોજેક્ટ થકી શિક્ષણનું સ્તર વધારવાનો પ્રયાસ કર્યો છે. તો અહીં નવીશિક્ષણ નિતીનો અમલ થતો દેખાઈ છે.
પ્રવેશોત્સવ સાથે ગુણોત્સવની પણ મેં શરૂઆત કરાવી, જેના લીધે શિક્ષકોનું આકલાન કરવામાં આવ્યુ. જેથી ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં બદલાવ આવ્યો. આ સાથે તેણે ગુજરાતની પ્રશંશા કરતા કહ્યું કે, શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં કંઈક નવુ લાવવુ એ ગુજરાતના DNA માં છે. આજે શાળાઓ સ્માર્ટ થઈ છે.
In the field of education, #Gujarat has always been something new, some unique and big experiments have been done: PM @narendramodi at Mission Schools of Excellence in #Gandhinagar, #Gujarat #TV9News pic.twitter.com/Dn3F9Y6pGg
— Tv9 Gujarati (@tv9gujarati) October 19, 2022
વધુમાં વડાપ્રધાને કહ્યું કે, પહેલા અનેક આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની સ્થિતિ ખરાબ હતી. પહેલા બાળકો 8 માં ધોરણ શાળા છોડી દેતા હતા, પરંતુ આજે શહેરથી લઈ ગ્રામ્ય વિસ્તારમાં પણ દરેક બાળકો શિક્ષણ લઈ રહ્યા છે. હું પ્રવેશોત્સવમાં હંમેશા દિકરીઓને ભણાવવાનો આગ્રહ કરતો હતો, અને આજે એનું પરિણામ દેખાઈ રહ્યું છે.
મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે ગુજરાત અમૃતકાળની અમૃત પેઢીના વિકાસ માટે મહત્વના પગલા લઈ રહી છે. વિકસિત ગુજરાત માટે આ પ્રોજેક્ટ મહત્વનું સાબિત થશે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સનો પ્રારંભ થતા આવનારી પેઢીને પણ ફાયદો થશે. હમણાં જ દેશે ઈન્ટરનેટ અને મોબાઈલના 5G યુગમાં પ્રવેશ કર્યો છે. જેથી 5G ટેકનોલોજી શિક્ષણને પણ નવી ઉંચાઈએ લઈ જશે.
The change in Gujarat in the past 2 decades, in the field of education, is unprecedented: PM @narendramodi at Mission Schools of Excellence in #Gandhinagar, #Gujarat #TV9News pic.twitter.com/1R8wA8dxDQ
— Tv9 Gujarati (@tv9gujarati) October 19, 2022
ગાંધીનગરના અડાલજમાં વડાપ્રધાન મોદીએ ગુજરાત માટે દેશના સૌથી મોટા સર્વગ્રાહી શાળાકીય શિક્ષણ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનો પ્રારંભ કરાવ્યો.
ગાંધીનગરના અડાલજમાં દેશના સૌથી મોટા સર્વગ્રાહી શાળાકીય શિક્ષણ ‘મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ’ કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આજે શિક્ષણ માટે ઐતિહાસિક દિવસ છે. કારણ કે સૌથી મોટા શાળાકીય શિક્ષણ મિશનની આજે શરૂઆત થઈ.
ગાંધીનગરના અડાલજમાં વડાપ્રધાન મોદીના હસ્તે ગુજરાત માટે દેશના સૌથી મોટા સર્વગ્રાહી શાળાકીય શિક્ષણ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનો થોડીવારમાં વડાપ્રધાન પ્રારંભ કરાવશે. સ્કૂલ્સ ઓફ એકસેલન્સ માટે 50 હજાર વર્ગખંડ અને 1.5 લાખ સ્માર્ટ વર્ગખંડ તેમજ 20 હજાર કમ્પ્યુટર લેબ અને 5 હજાર અટલ ટિંકરિંગ લેબ્સ બનાવાશે. રાજ્ય સરકારના બજેટમાંથી રૂ.5,567 કરોડના શાળાના માળખાકીય કામોની અમલવારી તબક્કાવાર થશે. હાલમાં કુલ રૂ.1650 કરોડના ખર્ચે 7 હજાર શાળાઓ, 8 હજાર વર્ગખંડ અને 20 હજાર અન્ય સુવિધાના કાર્યો પ્રગતિ હેઠળ છે. એકંદરે કુલ 2881 કરોડથી વધુના ખર્ચે 4 હજારથી વધુ શાળાઓમાં કુલ 13,500 વર્ગખંડ તેમજ અન્ય સંકુલો બનશે.
તો વધુમાં PM મોદીએ કહ્યું કે, ભારતની બ્રહ્મોસ મિસાઈલ ઘણા દેશની પસંદ બની છે. હવે ભારતીય સેનાનું સ્વપ્ન પૂર્ણ થઈ રહ્યુ છે. તો યુવાઓ હવે ડિફેન્સમાં રસ દાખવી રહ્યા છે. તેમજ યુવાઓ ઈનોવેશન ડિફેન્સમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો રાજનાથ સિંહના વખાણ કરતા તેમણે કહ્યું કે, તેઓ ઓછુ બોલે છે, પણ કામ વધારે કરે છે.
આત્મનિર્ભર ભારત અંગે વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 8 વર્ષ પહેલા ભારતની ઓળખ સૌથી મોટા ઈન્પોર્ટર તરીકે હતી.પણ હવે 75થી વધુ દેશોને ભારત ડિફેન્સ સાધનો એક્સપોર્ટ કરી રહ્યુ છે. ભારતનું ડિફેન્સ એક્સપોર્ટ 8 ટકા વધ્યુ. અનેક દેશ ભારતના ફાઈટર પ્લેનમાં રસ દાખવી રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, યુરોપ અને અમેરિકા જેવા વિકસિત દેશો પણ અમારા સેટેલાઈટ ડેટાનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે સ્પેસમાં ભવિષ્યની સંભાવના જોતા ભારતે પોતાની તૈયારી વધારવી પડશે.
તો વધુમાં PM મોદીએ ઉમેર્યું કે,ડિફેન્સ એક્સપોથી નવી ઉંચાઈ મળી છે. ડીસામાં વાયુસેના રહેશે તેથી પશ્વિમ સીમા પર સારી રીતે જવાબ આપીશુ.જે ભારત-પાકિસ્તાન સરહદથી 130 કિમી દૂર આવેલું છે,વધુમાં તેણે કહ્યું કે, હું મુખ્યપ્રધાન હતો ત્યારે ડીસા એરફિલ્ડના નિર્માણ માટે પ્રયત્ન કરતો હતો.
Deesa Airfield will play an important role, it is situated 130km from the Indo-Pak border and this will help in Indian Air Defence along the western border: PM @narendramodi#DefExpo2022 #Gujarat #TV9News pic.twitter.com/mAAoCDz6nO
— Tv9 Gujarati (@tv9gujarati) October 19, 2022
તો આત્મનિર્ભર અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે,આફ્રિકામાં પહેલી ટ્રેનનું નિર્માણ કચ્છના કામદારોએ કર્યું હતુ. તો કોરોનાકાળમાં આફ્રિકી દેશોને ભારતે વેક્સિન પહોંચાડી હતી. જેથી વિશ્વની ભારત પ્રત્યે અપેક્ષા વધી છે. આ ડિફેન્સ એક્સપો ભારત પ્રત્યે વિશ્વાસનું પ્રતિક છે. તો વધુમાં કહ્યું કે, આ ડિફેન્સ એક્સપોથી ગુજરાતની ઓળખાણને નવી ઉંચાઈ મળી રહી છે.
India & African nations have had a long-standing & enduring partnership. During the #COVID19 when the whole world was worried about the vaccine, India gave priority to our African countries: PM @narendramodi#DefExpo2022 #Gandhinagar #Gujarat #TV9News pic.twitter.com/udDh37Qak1
— Tv9 Gujarati (@tv9gujarati) October 19, 2022
PM મોદીએ સંબોધનમાં કહ્યું કે, આ દેશનો પહેલો ડિફેન્સ એક્સપો છે. જેમાં ભારતીય કંપનીઓ જ ભાગ લઈ રહી છે. આ આયોજન ઘણા સમય પહેલા જ કરવા માગતા હતા, પરંતુ કેટલીક પરિસ્થિતિને કારણે થોડો વિલંબ થયો. વધમાં ઉમેર્યું કે, સરદાર પટેલની ધરતી પરથી આપણા સામર્થ્યનું પ્રદર્શન કરી રહ્યા છીએ. તો પહેલીવાર આ એક્સપો થકી 450 થી વધારે MOU સાઈન થઈ રહ્યા છે.
For the first time, more than 450 MoUs and agreements are being signed in the Defence sector: PM @narendramodi
#DefExpo2022 #Gandhinagar #Gujarat #TV9News pic.twitter.com/kwT8UxMlR2— Tv9 Gujarati (@tv9gujarati) October 19, 2022
વડાપ્રધાન મોદીએ ડિફેન્સ એક્સ્પોને ખુલ્લો મુકતા કહ્યું કે, દેશના વડાપ્રધાન અને આ ધરતીના પુત્ર તરીકે પણ આ ડિફેન્સ એકસ્પો ખુબ જ ગૌરવની વાત છે.
It is the first #DefExpo where only Indian companies are participating: PM @narendramodi #Gandhinagar #Gujarat #TV9News pic.twitter.com/hVKb4vUESq
— Tv9 Gujarati (@tv9gujarati) October 19, 2022
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંબોધનની શરૂઆતમાં PM મોદીનું ગુજરાતીમાં જ સ્વાગત કર્યું, તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી હું આપનું સ્વાગત કરૂ છુ. તેમણે વધુમાં કહ્યું કે, આ એશિયાનું સૌથી મોટુ સ્વદેશી શસ્ત્ર પ્રદર્શન છે. આ સાથે તેમણે સ્પેસની ઉંચાઈ સુધી ડિફેન્સનો વિકાસ વધારવા અંગે પણ જણાવ્યુ.
ડિફેન્સ એક્સપો કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ આત્મનિર્ભર ભારત માટે આહ્વાન કર્યુ છે, જેને પગલે ગુજરાત 20 વર્ષથી વિકાસ કાર્યોમાં અગ્રેસર છે. ગુજરાતએ એવુ સંવેદનશીલ રાજ્ય છે, જે થલ, નભ અને જલ સીમા પાડોશી દેશો સાથે જોડાયેલી છે. શસ્ત્ર પ્રદર્શનને લઈને તેમણે કહ્યું કે, ડિફેન્સ એક્સપોથી દેશના મધ્યમ અને નાના ઉદ્યોગો અને સ્ટાર્ટ-અપને પણ મોટો ફાયદો મળશે. દેશમાં રોજગારીની નવી તકો ઉભી થશે, તો વિશ્વમાં હથિયારોના સપ્લાય ક્ષેત્રે ભારત એક મહત્વનું સ્થાન બની જશે.
#Gujarat CM @Bhupendrapbjp welcomes #PMModi, the delegates & Defence Ministers from various countries to the #DefenceExpo2022 at Mahatma Mandir #TV9News pic.twitter.com/LxqOuqd6Do
— Tv9 Gujarati (@tv9gujarati) October 19, 2022
PM મોદી થોડીવારમાં ગાંધીનગરના મહાત્મા મંદીરેથી એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સપોને ખુલ્લો મુકશે.
PM @narendramodi arrives at the #DefenceExpo2022, Mahatma Mandir#Gandhinagar #Gujarat #TV9News pic.twitter.com/26m9RmoBAF
— Tv9 Gujarati (@tv9gujarati) October 19, 2022
થોડીવારમાં PM મોદી ગાંધીનગરના મહાત્મા મંદીરેથી એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સપોની શરૂઆત કરશે. આ પ્રદર્શનમાં ભારતીય સેનાનું પરાક્રમ, શૌર્ય, હિંમત અને હાઈટેક શસ્ત્રોને ગુજરાતની પ્રજા નજીકથી નિહાળી શકશે. ગુજરાતમાં ભવ્ય ડિફેન્સ એકસ્પોનું 18થી 22 ઓક્ટોબર સુધી આયોજન કરાયું છે. ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 1 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ડિફેન્સ એકસપોનું ભવ્ય આયોજન કરાયું છે. વિશ્વના 75 દેશો ડિફેન્સ એક્સપોમાં ભાગ લેશે, તો 1300થી વધારે પ્રદર્શનકર્તાઓ પણ જોડાવવાના છે. ગુજરાતની ધરતી પર એકસાથે 31 વિદેશી સંરક્ષણ પ્રધાનો પણ ડિફેન્સ એકસપોમાં હાજરી આપવા પહોંચશે. જે દરમિયાન હિંદ મહાસાગર ક્ષેત્રના સંરક્ષણ પ્રધાનોનું સંમેલન પણ યોજાશે.
વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર CM ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને સી આર પાટીલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ. PM મોદી હવે અમદાવાદ એરપોર્ટ પરથી ગાંધીનગર જવા રવાના થયા છે. જ્યાં તેઓ Def Expo 2022 નું ઉદ્ધાટન કરશે.
જુનાગઢમાં વડાપ્રધાન મોદી જંગી જનમેદનીને સંબોધવાના છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહેશે.PMના આગમનને લઈ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવમાં આવ્યો છે.
વડાપ્રધાન મોદી આજે જૂનાગઢની મુલાકાતે જશે.જ્યાં તેઓ જુનાગઢ, ગીરસોમનાથ અને પોરબંદરને રૂપિયા 4100 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. જેમાં નર્મદા જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર, શહેરી વિકાસ, મત્સોદ્યોગ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ તેમજ આરોગ્ય વિભાગ સંબંધિત વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે. જુનાગઢમાં PM વંથલી અને મેંદરણા ભાગ-2 પાણી પૂરવઠા યોજનાની ભેટ આપશે. તો પોરબંદરમાં GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ તેમજ માધવરપુર ખાતે શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી યાત્રાધામના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે. આ સાથે ગીર સોમનાથ જિલ્લામાં માઢવાડ, સુત્રાપાડા અને વેરાવળની રૂપિયા 834.12 કરોડની મત્સ્ય બંદર વિકાસ યોજનાનું ખાતમુહૂર્ત પણ કરશે. ઉપરાંત તેઓ ઉમરગામ-લખપત કોસ્ટલ હાઈવે યોજનાનું લોકાર્પણ કરશે. આ કોસ્ટલ હાઈવે કુલ 15 જિલ્લાઓમાંથી પસાર થશે. ઉમરગામથી લખપત કોસ્ટલ હાઈવે યોજના માટે 2440 કરોડનો ખર્ચ કરાશે અને આ યોજના થકી હાઈવે દરિયાકિનારા પર આવેલા પ્રવાસનના સ્થળો પર પ્રવાસન ઉદ્યોગના વિકાસને વેગ મળશે.
PM મોદી રાજકોટ શહેરને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. ફોરલેન ફ્લાયઓવર બ્રિજ, સ્પલીટ ફ્લાયઓવર બ્રિજ, ફાયર સ્ટેશન, સ્ટાર્ફ ક્વાર્ટસ બિલ્ડિંગનું લોકાર્પણ કરશે. આ સાથે રાજકોટના લોધિકા તાલુકામાં ખીરસરા-2, પીપરડી અને નાગલપર GIDCનું ખાતમુહૂર્ત કરશે. આ સાથે PM મોદી એરપોર્ટથી રેસકોર્સના ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજશે. PM મોદીના આગમનને લઇને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તથા શહેરમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાઇ તે માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
Published On - 7:43 am, Wed, 19 October 22