PM નરેન્દ્ર મોદી 9થી 11 ઓક્ટોબર દરમિયાન ઉત્તર ગુજરાતના પ્રવાસે આવી શકે, બહુચરાજી મંદિરના 200 કરોડના વિકાસકામોનું કરશે લોકાર્પણ

|

Sep 30, 2022 | 9:53 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આગામી 9થી 11 ઓક્ટોબર દરમિયાન ઉત્તર ગુજરાત આવે તેવી સંભાવના છે. વડાપ્રધાન આ પ્રવાસ દરમિયાન મહેસાણા જિલ્લાના બહુચરાજીની મુલાકાત લેશે.

PM નરેન્દ્ર મોદી 9થી 11 ઓક્ટોબર દરમિયાન ઉત્તર ગુજરાતના પ્રવાસે આવી શકે, બહુચરાજી મંદિરના 200 કરોડના વિકાસકામોનું કરશે લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) હાલમાં ગુજરાત પ્રવાસે છે. જો કે આ વચ્ચે પણ વડાપ્રધાન મોદીનો ફરીથી ગુજરાત આવવાનો કાર્યક્રમ બની ગયો છે. વડાપ્રધાન મોદી આગામી 9થી 11 ઓક્ટોબર દરમિયાન ગુજરાત પ્રવાસે આવવાના છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Elections) તારીખો એકાદ મહિનામાં જ જાહેર થવાની શક્યતા છે. ત્યારે તે પહેલા વડાપ્રધાન મોદીએ ગુજરાતના પ્રવાસો (PM Gujarat Visit) વધારી દીધા છે. વડાપ્રધાન મોદી ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો કરવાના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 9થી 11 ઓક્ટોબર દરમિયાન ઉત્તર ગુજરાત આવે તેવી સંભાવના છે. વડાપ્રધાન આ પ્રવાસ દરમિયાન મહેસાણા જિલ્લાના બહુચરાજીની મુલાકાત લેશે. તેઓ બહુચરાજી મંદિરનો 200 કરોડના વિકાસકામો, દૂધસાગર ડેરી પાવડર પ્લાન્ટનું લોકાર્પણ કરી શકે છે. બહુચરાજીના નવા રેલવે સ્ટેશન, મોઢેરા સોલર પ્લાન્ટનું પણ લોકાર્પણ કરી શકે છે. વડાપ્રધાન મોદી અહીં જાહેર સભાને સંબોધન કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બહુચરાજીના પ્રવાસના પગલે તંત્ર તૈયારીઓમાં લાગી ગયુ છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધાનસભા ચૂંટણીના પગલે વારંવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 29 સપ્ટેમ્બરથી વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે છે. તેમણે ગઇકાલે એટલે કે 29 સપ્ટેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મા નેશનલ ગેમ્સના ઉદઘાટન કર્યુ હતુ. જે બાદ પીએમ નરેન્દ્ર મોદી GMDC ગરબા ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. તેઓ જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયેલા ગરબા-મહોત્સવમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ માતાજીની આરતી ઉતારી અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. વડાપ્રધાનની સાથે ખેલૈયાઓએ હાથમાં દીવા રાખી આરતીમાં જોડાયા હતા. ત્યારબાદ પીએમ મોદીએ સ્ટેજ પરથી ગરબા નિહાળ્યા હતા. પીએમ મોદી સાથે સીએમ ભુપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીઆર પાટીલ, પૂર્ણેશ મોદી અને અરવિંદ રૈયાણી ગરબા સ્થળ હાજર રહ્યાં હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રીના પાવન પર્વમાં યાત્રાધામ અંબાજીમાં દર્શન કરશે. PM મોદી મા અંબાના દર્શન, પૂજા કરીને આરતી ઉતારશે. PM નરેન્દ્ર મોદી સાંજે 5-45 કલાકે અંબાજી પહોંચશે. અંબાજીથી બનાસકાંઠા જિલ્લાની અલગ-અલગ 7200 કરોડની વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. જે બાદ સાંજે 7 કલાકે અંબાજી મંદિરમાં દર્શન અને પૂજા કરશે. તો 7-45 કલાકે ગબ્બર તીર્થ ખાતે મહા આરતીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. PM નરેન્દ્ર મોદી અંબાજીથી ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’નો પ્રારંભ કરાવશે. પીએમ નરેન્દ્ર મોદી શક્તિપીઠ અંબાજીથી ગુજરાતમાં 60 હજારથી વધુ આવાસોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. PM 1967 કરોડથી વધુના ખર્ચે 8633 આવાસોના ખાતમુહૂર્ત અને 53,172 આવાસોના લોકાર્પણ કરશે.

Published On - 9:53 am, Fri, 30 September 22

Next Article