PM Modi Gujarat Visit : પીએમ મોદી થરાદથી 8000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરશે
પીએમ મોદી(PM Modi) 31 ઓક્ટોબર, 2022ના રોજ બનાસકાંઠા જિલ્લાના થરાદથી ₹ 8034 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને વિકાસકાર્યોની જાહેરાત કરશે. જિલ્લામાં પાણીને લગતા વિવિધ કાર્યો તેમાં સામેલ છે. જેમાં થરાદ ખાતેથી પાઈપલાઈન, ડિસ્ટ્રીબ્યુશન કેનાલ, ગામડાઓમાં પાણીસંગ્રહની વધારાની સુવિધાઓ, તેમજ નવા બેરેજ બાંધકામની કામગીરીનું ખાતમુહૂર્ત અને જાહેરત કરવામાં આવ
PM Modi Gujarat Visit
Follow us on
પીએમ મોદી 31 ઓક્ટોબર, 2022ના રોજ બનાસકાંઠા જિલ્લાના થરાદથી ₹ 8034 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને વિકાસકાર્યોની જાહેરાત કરશે. જિલ્લામાં પાણીને લગતા વિવિધ કાર્યો તેમાં સામેલ છે. જેમાં થરાદ ખાતેથી પાઈપલાઈન, ડિસ્ટ્રીબ્યુશન કેનાલ, ગામડાઓમાં પાણીસંગ્રહની વધારાની સુવિધાઓ, તેમજ નવા બેરેજ બાંધકામની કામગીરીનું ખાતમુહૂર્ત અને જાહેરત કરવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં પાણીને લગતી સમસ્યાને કાયમી ધોરણે દૂર કરવાની દિશામાં આ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. તેના લીધે આવનારા દિવસોમાં ખેડૂતોને મોટાપાયે ફાયદો થશે. કામગીરીની વિગતો આ પ્રમાણે છે:
આ યોજનાઓનું થશે ખાતમુહૂર્ત
કસરા-દાંતીવાડા પાઇપલાઈન
નર્મદા મુખ્ય નહેરમાંથી કસરા (તા. હારીજ, જી. પાટણ) થી દાંતીવાડા સુધીની નવી પાઈપલાઈન.
બનાસકાંઠાના 74 અને પાટણના 32 ગામોના કુલ 7500 હેક્ટર વિસ્તારને લાભ મળશે – અંદાજીત લાભાર્થી – 4200 ખેડૂત
અંદાજિત ખર્ચ ₹ 1566 કરોડ
ડીંડરોલ – મુક્તેશ્વર પાઇપલાઈન
ડીંડરોલ (તા. સિધ્ધ્પુર, જી. પાટણ) થી દાંતીવાડા સુધીની નવી પાઈપલાઈન.
₹ 6000 કરોડથી વધુના ખર્ચે અન્ય વિકાસકાર્યોની જાહેરાત
સુજલામ સુફલામ નહેર સુધારણાના કામો
કડાણા બંધથી બનાસકાંઠા જિલ્લાના રાહ ગામ સુધી 332 કિમી લાંબી નહરેનું નિર્માણ કરવામાં આવશે. 2000 ક્યુસેક સુધીની વહનક્ષમતાના લીધે પાણીને સરળતાથી દૂર સુધી પહોંચાડી શકાશે.
નહેર તેમજ સ્ટ્રકચર્સ સુધારણા નો અંદાજીત ખર્ચ : ₹ 1500 કરોડ.
મોઢેરા મોટીદાઉ પાઈપલાઈનને મુક્તેશ્વર – કર્માવત તળાવ સુધી લંબાવવાની કામગીરી
મહેસાણાના 33 અને બનાસકાંઠા જિલ્લાના 64 ગામોના કુલ 6000 હેક્ટર વિસ્તારને ફાયદો થશે – અંદાજીત લાભાર્થી – 4૦૦૦ ખેડૂત.
મુખ્ય પાઈપલાઈનની લંબાઈ 65 કિ.મી.,વહન ક્ષમતા 200 ક્યુસેક
અંદાજિત ખર્ચ ₹550 કરોડ.
ખારી રૂપેણ પુષ્પાવતી અને અન્ય નદી પરના મોટા ચેકડેમની કામગીરી
ખારી નદી પર કુલ 3, પુષ્પાવતી નદી પર કુલ 13, રૂપેણ નદી પર કુલ 18, મેશ્વો નદી પર 12 અને દાતા અને અમીરગઢ તાલુકામાં 10 મોટા ચેકડેમની કામગીરી– કુલ 56 ચેકડેમ.