ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) પહેલા ગુજરાતની રાજનીતિમાં કમા મુદ્દે કકળાટ શરૂ થયો છે. પહેલા મધ્યપ્રદેશ ભાજપના નેતાનું વિવાદીત નિવેદન સામે આવ્યું અને હવે કોંગ્રેસ નેતા જીતુ પટેલે (Jitu Patel) પણ કમાનું નામ લઈ કટાક્ષ કર્યો છે. તેમણે સરકારની તુલના કમા સાથે કરીને નવા વિવાદને જન્મ આપ્યો છે. ઇમ્પેક્ટ ફી અંગેની પ્રેસ કોન્ફરન્સમાં જીતુ પટેલે આક્ષેપ કરતા કહ્યું કે ઈમ્પેક્ટ ફીનો વટહુકમ સરકાર કરતા કમો પણ સારો બનાવી શકે, ત્યારે હાલ કમાને લઈને રાજકારણ ગરમાયુ છે.
ગુજરાત (Gujarat)વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ સહિતના રાજકીય પક્ષો લોકોને અનેક વાયદાઓ આપી રહ્યા છે. જેમાં ભાજપ સરકારે હાલમાં જ ગેરકાયદે બાંધકામને નિયમિત કરવામાં માટે જરૂરી ફી ભરવાની જાહેરાત કરી છે.તેમજ તેની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. તેવા સમયે કોંગ્રેસે (Congress) ઇમ્પેક્ટ ફી (Impact Fee) મુદ્દે મોટો વાયદો કર્યો છે. તેમજ કહ્યું છે કે જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવશે તો ગેરકાયદે બાંધકામ મફતમાં નિયમિત કરી આપવામાં આવશે. તેમજ હાલ ઈમ્પૅક્ટ ફી નો વટહુકમ પ્રજા વિરોધી છે. તેમજ કોંગ્રેસ સરકાર રૂપિયા લીધા વગર બાંધકામ મંજુર કરી આપશે.
Published On - 7:18 am, Mon, 24 October 22