
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં યુવાનો અને સિનિયર સિટિઝનને આકર્ષવા માટે અનેક લોભામણા વચનો કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યા છે. કોંગ્રેસ આ ચૂંટણી ઢંઢેરાની ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર’ નામથી ઘોષણા કરી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના મહાનિરીક્ષક અશોક ગેહલોતે આ ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી છે.
ગુજરાત એસેમ્બલી ઈલેકશન 2022: કોંગ્રેસના મેનિફેસ્ટોમાં યુવાનો માટે શું છે ખાસ ?
ગુજરાત ઈલેકશન 2022- મોડેલ શૈક્ષણિત સંસ્થાઓ સાથે નોલેજ સિટી બનાવાશે
આ સાથે રાજ્યના તમામ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અને સસ્તું શિક્ષણ કોઈપણ વિદ્યાર્થી તેના પરિવારની આર્થિક સ્થિતિને કારણે શિક્ષાના અધિકારથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવા ‘મહાત્મા ગાંધી સાર્વભૌમિક શિક્ષા નીતિ’ બનાવશે. તેમજ રાજ્યમાં MIT અને હાર્વર્ડ યુનિવર્સિટી રાજ્યમાં વિશ્વસ્તરીય અને આધુનિક ઉચ્ચ શિક્ષણની તકો પૂરી પાડશે. જેમાં અદ્યતન અભ્યાસક્રમો ઓફર કરતી મોડેલ શૈક્ષણિક સંસ્થાઓ સાથે ‘નોલેજ સિટી’ની સ્થાપના અને પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે ટાઈ-અપ કરવામાં આવશે. આ સાથે KGથી PG સુધીની કન્યાઓના શિક્ષણ માટે સંપૂર્ણ ફી માફી કરવામાં આવશે. દરેક વિદ્યાર્થીને હા. પીજી કરવા માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પોસાય તેવી ફી સાથેની શિક્ષણ વ્યવસ્થા તેમજ જરૂરતમંદ વિદ્યાર્થીઓને ફી માફી/ભાડું ની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
ઈનપુટ ક્રેડિટ- નરેન્દ્ર રાઠોડ- અમદાવાદ