Gujarat Election : CBI સંકજા વચ્ચે મનિષ સિસોદિયા ફરી ગુજરાતમાં, બે દિવસીય પ્રવાસમાં ‘આપ’ નો કરશે પ્રચાર

મનિષ સિસોદિયાએ ટ્વિટ કરીને ગુજરાત પ્રવાસ અંગે જાણકારી આપી છે. તેમણે લખ્યું કે, હું બે દિવસ માટે ગુજરાત (Manish Sisodia gujarat visit) જઈ રહ્યો છું.

| Edited By: | Updated on: Oct 18, 2022 | 10:25 AM

Ahmedabad : ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election) નજીક આવતા રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. ગુજરાતમાં આ વખતે AAP પણ મેદાને છે. ત્યારે અરવિંદ કેજરીવાલ , ભગવંત માન અને મનિષ સિસોદિયા (Manish Sisodia)  વારંવાર ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. હવે ફરી એક વાર દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા ગુજરાત આવશે.

મનિષ સિસોદિયાએ ટ્વીટ કરીને આપી માહિતી

મનિષ સિસોદિયાએ ટ્વિટ કરીને ગુજરાત પ્રવાસ અંગે જાણકારી આપી છે. તેમણે લખ્યું કે, હું બે દિવસ માટે ગુજરાત (Manish Sisodia gujarat visit) જઈ રહ્યો છું. આ ચૂંટણીમાં ગુજરાતનો દરેક પરિવાર એવી સરકાર પસંદ કરશે જે તેમના બાળકો માટે સારી શાળાઓ લાવશે.અરવિંદ કેજરીવાલએ બાંયધરી આપી છે કે પાંચ વર્ષમાં ગુજરાતની દરેક શાળાની દિલ્હી જેવી બનાવવામાં આવશે.

ઉત્તર ગુજરાતનો ગઢ જીતવા AAP મેદાને

AAPના રાષ્ટ્રીય કન્વીનર કેજરીવાલ અને ભગવંત માન બે દિવસની ગુજરાત મુલાકાતે હતા. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ભાવનગર અને મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં (Unjha City) અને બનાસકાંઠા (banskantha) જિલ્લાના ડીસા શહેરમાં જાહેર સભાઓને સંબોધન કર્યું.

Published On - 10:19 am, Tue, 18 October 22