Gujarat Election 2022 : કચ્છની અબડાસા વિધાનસભા બેઠક પરના ઉમેદવારો કેટલી સંપત્તિના છે માલિક, જાણો તેમની સંપત્તિ અને દેવા વિશે

|

Nov 24, 2022 | 2:56 PM

દરેક રાજકીય પાર્ટી પ્રચાર અને પ્રસાર થકી મતદારોની નજીક પહોંચી રહી છે. જો કે તમારા વિસ્તારમાં ઉતરેલા મતદારો પાસે કેટલી સંપત્તિ છે તે તમે જાણો છો ?

Gujarat Election 2022 : કચ્છની અબડાસા વિધાનસભા બેઠક પરના ઉમેદવારો કેટલી સંપત્તિના છે માલિક, જાણો તેમની સંપત્તિ અને દેવા વિશે
Abdasa asssembly seat candidate asset

Follow us on

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 :  ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. દરેક રાજકીય પાર્ટી પ્રચાર અને પ્રસાર થકી મતદારોની નજીક પહોંચી રહી છે. જો કે તમારા વિસ્તારમાં ઉતરેલા મતદારો પાસે કેટલી સંપત્તિ છે તે તમે જાણો છો ? આજે આપને કચ્છ જિલ્લાની અબડાસા વિધાનસભા બેઠકના ઉમેદવારોની સંપત્તિ અને દેવાથી અવગત કરીશું.

ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાની સંપતિ

અબડાસા વિધાનસભા બેઠક માટે ભાજપે મેદાનમાં ઉતારેલા પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ જાડેજા ચાર પાસ છે. જો તેના હાથ પર રહેલી રોકડની વાત કરીએ તો 1200000 છે. તો બેન્કમાં  2218880 રકમ છે. જ્યારે તેમની પત્ની પાસે 75000 છે. તેમના ઘરની કિંમત 1200000 છે. તો તેમની પાસે રહેલી જમીનની કિંમત અંદાજે 2225000 છે. તો ઈન્શ્યોરન્સ 617982 છે. જો દેવાની વાત કરીએ તો 300000 છે. તેમજ પત્નીના નામે 1280000 છે.

કરોડોની સંપત્તિના માલિક છે કોંગ્રેસના ઉમેદવાર

આ બેઠક પરથી કોંગ્રેસના ઉતારેલા ઉમેદવાર જત મામદ જંગની સંપત્તિની વાત કરીએ તો તેમની પાસે 200000 રોકડ હાથ પર છે. જ્યારે 3321982 બેન્ક સિલક છે. જો તેમના ઘરની વાત કરીએ તો તેમની કિંમત અંદાજે 600000 છે. જ્યારે જમીનની કિંમત 2200000 છે. તો સાથે બિન ખેતી જમીનની કિંમત 2800000 છે. જો તેમના પર રહેલા દેવાની વાત કરીએ તો 300000 છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આપના ઉમેદવાર પાસે છે સૌથી ઓછી સંપત્તિ

આમ આદમી પાર્ટીએ કચ્છની આ હાઈ પ્રોફાઈલ બેઠક પરથી વસંત વાલજી ખેતાણીને ઉતાર્યા છે. જેઓ 8 ધોરણ પાસ છે. તેમના હાથમાં રહેલી રોકડ 20000 છે. તો બેન્ક સિલક 6705 છે. જ્યારે તેમની પત્ની પાસે રહેલ રોકડ 10000 છે. તો તેમના ઘરની કિંમત 1000000 છે. જ્યારે જમીનની કિંમત 1800000 છે. આપને જણાવી દઈએ કે, તેમણે કોઈ પણ પ્રકારની લોન કે દેવુ લીધેલ નથી.

Published On - 2:56 pm, Thu, 24 November 22

Next Article