જાણો ગુજરાતની એવી 10 બેઠકો વિશે, જ્યાં ઓછું મતદાન થયું હોવા છતાં ભાજપે સારી સરસાઈથી જીતનો પરચમ લહેરાવ્યો

|

Dec 09, 2022 | 9:26 AM

ગુજરાત વિધાનસભાની (Election 2022) ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન થયું હોય તેવી તમામ 10 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. આવી બેઠકમાં ગાંધીધામ, ગરબાડા, કરંજ, ગઢડ઼ા, નરોડા, ધારી, અમરાઈવાડી, ફતેપુરા, સાવરકુંડલા અને ઉધના બેઠકનો સમાવેશ થાય છે.

જાણો ગુજરાતની એવી 10 બેઠકો વિશે, જ્યાં ઓછું મતદાન થયું હોવા છતાં ભાજપે સારી સરસાઈથી જીતનો પરચમ લહેરાવ્યો
BJP win in Gujarat

Follow us on

આ ચૂંટણીમાં ભાજપને ધરખમ જીત પ્રાપ્ત થઈ છે અને ભાજપના સિટિગ ધારાસભ્યોએ આ ચૂંટણીમાં ફતેહ કરી છે.  જોકે ચૂંટણી પરિણામના વિશ્લેષ્ણોમાં કેટલીક એવી વિગતો પણ સામે આવી છે. જેમાં જાણવા મળ્યું છે કે જ્યાં મતદાન ઓછું કે સરેરાશ થયું હોય તેવી બેઠક પર ભાજપે વિજય પ્રાપ્ત કર્યો છે. ચૂંટણી નિષ્ણાતોના મતે આ આંકડો દર્શાવે છે કે ઓછા મતદાને પણ ભાજપ જીત્યું તેવી તમામ બેઠકોના મતદારો ભાજપને જ વફાદાર રહ્યા છે.

સૌથી ઓછું મતદાન તેમ છતાં 10 બેઠકો ઉપર જીતનો પરચમ લહેરાયો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન થયું હોય તેવી તમામ 10 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. આવી બેઠકમાં ગાંધીધામ, ગરબાડા, કરંજ, ગઢડ઼ા, નરોડા, ધારી, અમરાઈવાડી, ફતેપુરા, સાવરકુંડલા અને ઉધના બેઠકનો સમાવેશ થાય છે. અહીં ઓછા મતદાનને પરિણામે ભાજપની હાર થશે તેવો અંદાજો લગાવવામાં આવ્યો હતો, પરંતુ ધારણા કરતા વિપરિત પરિણામ આવતા ફરી એક વાર મતદારોની નાડ પારખવામાં વિવિધ રાજકીય ધૂંરધંરો ખોટા પડ્યા હતા અને આવી બેઠક ઉપર ભાજપે જીત મેળવી તે પણ વધારે મતોની સરસાઈ સાથે.

જાણો  10 બેઠકો ઉપર મતદાનની ટકાવારી અને મતોની સરસાઈ વિશે

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
  1. ગાંધીધામ 47.86 ટકાવારી,    37,831 મતની સરસાઈ
  2. ગરબાડા 50.15 ટકાવારી ,  825 મતની સરસાઈ
  3. કરંજ 50.54 ટકાવારી,  35, 974 મતની સરસાઈ
  4. ગઢડા 51.04 ટકાવારી,  2669 મતની સરસાઈ
  5. નરોડા 52.78 ટકાવારી,  83,513 મતની સરસાઈ
  6. ધારી 52.83 ટકાવારી, 15, 336 મતની સરસાઈ
  7. અમરાઈવાડી 53.44 ટકાવારી, 43, 273 મતની સરસાઈ
  8. ફતેપુરા 54 ટકાવારી, 19, 531 મતની સરસાઈ
  9. સાવરકુંડલા ટકાવારી,  3492 મતની સરસાઈ
  10. ઉધના ટકાવારી, 69, 896 મતની સરસાઈ

 

Next Article