જામીન મળ્યા બાદ જીગ્નેશ મેવાણી આકરા પાણીએ, કહ્યું ‘ભાજપ મારી બદલે આસામની સમસ્યાઓ પર ધ્યાન આપે’

|

May 01, 2022 | 7:26 AM

ગુજરાતના (Gujarat) ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું, 'આ શરમજનક બાબત છે કે એક મહિલા પોલીસ અધિકારીનો ઉપયોગ કરીને તેને સામે રાખવામાં આવી અને બીજી વખત મારી વિરુદ્ધ FIR નોંધવામાં આવી.'

જામીન મળ્યા બાદ જીગ્નેશ મેવાણી આકરા પાણીએ, કહ્યું ભાજપ મારી બદલે આસામની સમસ્યાઓ પર ધ્યાન આપે
Jignesh Mevani (File Photo)

Follow us on

ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Jignesh Mevani) આસામની કોર્ટ દ્વારા જામીન આપ્યાના એક દિવસ બાદ રાજ્યની સત્તારૂઢ ભાજપ  (BJP) સરકાર પર નિશાન સાધ્યું છે. આસામ સરકાર (Assam Government) પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે અન્ય રાજ્યોના ધારાસભ્યોની ખોટા આરોપમાં ધરપકડ કરવાને બદલે તમારે પૂર્વોત્તર રાજ્યની સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ. તમને જણાવી દઈએ કે આસામ પોલીસ દ્વારા 19 એપ્રિલના રોજ વડગામના અપક્ષ ધારાસભ્ય મેવાણીની ગુજરાતના પાલનપુરથી ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેમને આસામ લાવવામાં આવ્યા હતા. આસામ પોલીસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વિરુદ્ધ કથિત ટ્વીટને લઈને મેવાણી વિરુદ્ધ આ કાર્યવાહી કરી હતી.

ભાજપે આ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર

જોકે આ કેસમાં તેને 25 એપ્રિલે જામીન મળી ગયા હતા. પરંતુ તે જ દિવસે, મેવાણીની ફરી એક મહિલા પોલીસ અધિકારી પર હુમલો કરવા બદલ બારપેટા જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જો કે આ કેસમાં મેવાણીને શુક્રવારે જામીન મળી જતા રાહત મળી છે. મેવાણીએ શનિવારે કહ્યું હતુ કે , ‘ગુજરાત અથવા અન્ય રાજ્યોના કોઈપણ ધારાસભ્યને નિશાન બનાવવાને બદલે, આસામ સરકારે પાવર કટ, બેરોજગારી ઘટાડવા, નાના-મધ્યમ ઉદ્યોગોને પુનર્જીવિત કરવા, ખેડૂતો અને મજૂરોની સ્થિતિ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.’

મેવાણીએ PM મોદી પર આરોપ લગાવ્યા

તેમણે કહ્યું, ‘હું આશા રાખું છું કે ભવિષ્યમાં કોઈ ધારાસભ્ય અથવા સામાન્ય નાગરિકના બંધારણીય અધિકારોનું આ રીતે ઉલ્લંઘન નહીં થાય. હું આસામમાં ન્યાયતંત્ર અને રાજ્યના લોકો, મારા વકીલો, આસામ કોંગ્રેસ નેતૃત્વ અને મીડિયાનો તેમના સમર્થન માટે આભાર માનું છું.” ગુજરાત જતા પહેલા ગુવાહાટીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા મેવાણીએ આરોપ લગાવ્યો કે તેમને વડાપ્રધાનની મુલાકાતમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. વધુમાં તેણે જણાવ્યું કે,PMOની સૂચનાને પગલે આસામ સરકારે તેની ધરપકડ કરી હતી.

Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું
ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Vastu Tips : ઘરમાં ભૂલથી પણ આ સ્થાનો પર ન રાખો જૂતા-ચપ્પલ, જાણો

‘હું મારા સ્ટેન્ડથી એક ઈંચ પણ પાછળ નહીં હટું’

વધુમાં જિગ્નેશ મેવાણી કહ્યું, ‘આ મારી વિરુદ્ધ એક ષડયંત્ર હતું. મારા ટ્વીટનો અર્થ PM  મોદીને કોમી અથડામણ બાદ ગુજરાતમાં શાંતિ અને સૌહાર્દની અપીલ કરવાનો હતો. શરમજનક બાબત છે કે એક મહિલા પોલીસ અધિકારીનો ઉપયોગ કરીને સામે રાખવામાં આવી અને બીજી વખત મારી સામે FIR નોંધવામાં આવી. હું ભાજપ અને આસામ સરકારને કહેવા માંગુ છું કે મારા પર ગમે તેટલા કેસ દાખલ કરવામાં આવે, પરંતુ હું મારા સ્ટેન્ડથી એક ઈંચ પણ પાછળ નહીં હટું.

 

આ પણ વાંચો :  Ahmedabad : શહેરના પોશ વિસ્તારમાં યુવાનોને ડ્રગ્સમાં રવાડે ચઢાવવાના ષડયંત્રનો પર્દાફાશ, જાણો વિગતે

આ પણ વાંચો : Valsad : ઉમરગામ નજીક રેલવે ટ્રેકના પાટા પર પથ્થર મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, મોટી દુર્ઘટના ટળી 

Next Article