Jamnagar: વડાપ્રધાન મોદીએ ભારે ભીડ વચ્ચે આવીને જામનગરની આ વ્યક્તિને આપ્યો ઓટોગ્રાફ, જુઓ આ ખાસ વીડિયો

|

Oct 10, 2022 | 10:34 PM

એક વ્યક્તિ તેના હાથમાં વડાપ્રધાન મોદી તથા હીરાબાનું પેઈન્ટિંગ લઈને ઉભા હતા. આ જોઈને વડાપ્રધાન સામેથી ચાલીને તે વ્યક્તિની નજીક પહોંચ્યા હતા અને આ સુંદર ચિત્ર નિહાળીને આ ચિત્ર ઉપર વડાપ્રધાને ઓટોગ્રાફ કરી આપ્યો હતો. વડાપ્રધાને ઓટોગ્રાફ આપતા વંદે માતરમ અને નરેન્દ્ર મોદી લખ્યું હતું.

Jamnagar:  વડાપ્રધાન મોદીએ ભારે ભીડ વચ્ચે આવીને જામનગરની આ વ્યક્તિને આપ્યો ઓટોગ્રાફ, જુઓ આ ખાસ વીડિયો

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી  (PM Narendra Modi) છેલ્લા બે દિવસથી ગુજરાતના વિવિધ જિલ્લામાં ઝંઝાવાતી પ્રવાસ કરી રહ્યા છે અને વડાપ્રધાન મોદી જ્યાં જાય ત્યાં લોકો ગુજરાતના આ પનોતા પુત્રને  હરખથી આવકારી રહ્યા છે ત્યારે આજે જામનગરમાં રોડ શો દરમિયાન એક અનોખો નજારો જોવા મળ્યો હતો. 3 દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદી આજે જામનગર  (Jamnagar) પહોંચ્યા હતા. તેમના સ્વાગત માટે જામનગરના લોકો રસ્તા પર ઉમટી પડયા હતા.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો  (PM Modi road Show) ચાલી રહ્યો હતો તે દરમિયાન એક વ્યક્તિ  તેના હાથમાં વડાપ્રધાન મોદી  તથા હીરાબાનું પેઈન્ટિંગ લઈને ઉભા હતા. આ જોઈને વડાપ્રધાન સામેથી ચાલીને તે વ્યક્તિની નજીક પહોંચ્યા હતા અને આ સુંદર ચિત્ર નિહાળીને આ ચિત્ર ઉપર વડાપ્રધાને ઓટોગ્રાફ કરી આપ્યો હતો. વડાપ્રધાને ઓટોગ્રાફ આપતા વંદે માતરમ અને નરેન્દ્ર મોદી લખ્યું હતું. આ ફોટા પર ઓટોગ્રાફ લેતા પહેલા તે વ્યક્તિએ વડાપ્રધાન મોદીને એક ચિત્ર ભેટમાં આપ્યું હતું.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

વડાપ્રધાનને આવકારવા જામનગરવાસીઓ બન્યા ઘેલા

વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત માટે જામનગરની ધરતી પર પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર  મોદીનો ભવ્ય રોડ-શો જામનગર ખાતે યોજાયો હતો. દીગજામ સર્કલથી સાત રસ્તા સુધી યોજાયેલા આ જાજરમાન રોડ શોમાં પ્રધાનમંત્રીને આવકારવા બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝલક નિહાળવા સમગ્ર રૂટ પર હજારો જામનગરવાસીઓ એકત્રિત થયા હતા. લોકલાડીલા વડાપ્રધાન મોદીની કારનો કાફલો પસાર થતા લોકોએ તિરંગા લહેરાવી, ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ સહિતના સૂત્રોચ્ચાર કરીને તેમના પ્રત્યેનો બહોળો પ્રેમ વ્યક્ત કર્યો હતો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાથ હલાવીને જામનગરવાસીઓનો વ્યક્ત કરેલો આ પ્રેમનો જવાબ આપ્યો હતો. જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1500 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી હતી.

Next Article