અડાલજમાં PM મોદીના હસ્તે ‘મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ’નો પ્રારંભ, સમગ્ર દેશમાં સાડા 14 હજારથી વધુ પીએમ સ્કૂલ બનાવવાની જાહેરાત

|

Oct 19, 2022 | 2:17 PM

મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ (Mission School of Excellence) હેઠળ એકંદરે કુલ રૂ. 2881 કરોડથી વધુના ખર્ચે 4 હજારથી વધુ શાળાઓમાં કુલ 13,500 વર્ગખંડ તેમજ અન્ય સંકુલો બનશે. આ પૈકી, આદિજાતિ વસ્તી ધરાવતા જિલ્લાઓમાં 12,564 વર્ગખંડોના નિર્માણ માટે 3,991 શાળાઓમાં માળખાકીય સુવિધાઓના કામો હાથ ધરાશે.

અડાલજમાં PM મોદીના હસ્તે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનો પ્રારંભ, સમગ્ર દેશમાં સાડા 14 હજારથી વધુ પીએમ સ્કૂલ બનાવવાની જાહેરાત
મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનો પ્રારંભ
Image Credit source: TV9 GFX

Follow us on

ગાંધીનગરના (Gandhinagar) અડાલજમાં વડાપ્રધાન મોદીના (Prime Minister Modi) હસ્તે ગુજરાત માટે દેશના સૌથી મોટા સર્વગ્રાહી શાળાકીય શિક્ષણ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનો (Mission School of Excellence) પ્રારંભ થયો છે. આ સાથે જ સ્કૂલ્સ ઓફ એકસેલન્સ માટે 50 હજાર વર્ગખંડ અને 1.5 લાખ સ્માર્ટ વર્ગખંડ તેમજ 20 હજાર કમ્પ્યુટર લેબ અને 5 હજાર અટલ ટિંકરિંગ લેબ્સ બનાવાશે. રાજ્ય સરકારના બજેટમાંથી રૂ.5,567 કરોડના શાળાના માળખાકીય કામોની અમલવારી તબક્કાવાર થશે. હાલમાં કુલ રૂ.1650 કરોડના ખર્ચે 7 હજાર શાળાઓ, 8 હજાર વર્ગખંડ અને 20 હજાર અન્ય સુવિધાના કાર્યો પ્રગતિ હેઠળ છે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે ગુજરાત અમૃતકાળની અમૃત પેઢીના વિકાસ માટે મહત્વના પગલા લઈ રહી છે. વિકસિત ગુજરાત માટે આ પ્રોજેક્ટ મહત્વનું સાબિત થશે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સનો પ્રારંભ થતા આવનારી પેઢીને પણ ફાયદો થશે. હમણાં જ દેશે ઈન્ટરનેટ અને મોબાઈલના 5G યુગમાં પ્રવેશ કર્યો છે. જેથી 5G ટેકનોલોજી શિક્ષણને પણ નવી ઉંચાઈએ લઈ જશે.

મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ એકંદરે કુલ રૂ. 2881 કરોડથી વધુના ખર્ચે 4 હજારથી વધુ શાળાઓમાં કુલ 13,500 વર્ગખંડ તેમજ અન્ય સંકુલો બનશે. આ પૈકી, આદિજાતિ વસ્તી ધરાવતા જિલ્લાઓમાં 12,564 વર્ગખંડોના નિર્માણ માટે 3,991 શાળાઓમાં માળખાકીય સુવિધાઓના કામો હાથ ધરાશે. તેમાંથી 1,386 શાળાઓમાં 4,340 વર્ગખંડોના નિર્માણ માટે રૂ. 700 કરોડના કાર્યો શરૂ કરી દેવામાં આવ્યા છે. 23,000થી વધુ સ્માર્ટ ક્લાસરૂમ સહિત 11,000થી વધુ શાળાઓમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા માટે રૂ. 286 કરોડના કામ પ્રગતિ હેઠળ છે. ઉપરાંત 90 હજારથી વધુ કમ્પ્યુટર્સ સાથે 6 હજારથી વધુ કોમ્પ્યુટર લેબ પ્રદાન કરવા માટે રૂ.375 કરોડના કામો પ્રગતિ હેઠળ છે.

તમારા ઘરમાં રખડતાં ઉંદર કેટલા વર્ષ જીવે છે?
ધોનીને મળવા 1200 કિલોમીટર સાઈકલ ચલાવી દિલ્હીથી રાંચી પહોંચ્યો સુપર ફેન
જીલ જોશી એક્ટિંગની સાથે એક સિંગર પણ છે, જુઓ ફોટો
ઘરમાં આ દિશામાં લગાવો 7 દોડતા ઘોડાની તસવીર
Curry Leaves : દરરોજ મીઠા લીમડાનું પાણી પીવાથી શરીરમાં કેવા ફેરફારો થાય છે?
આજનું રાશિફળ તારીખ : 03-10-2024

આ સિવાય 15 હજાર જેટલી શાળાઓમાં 30 હજાર સ્માર્ટ ક્લાસરૂમ પ્રદાન કરવા અંદાજે રૂ. 350 કરોડના કામો પણ ટૂંક સમયમાં આરંભાશે. સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ આવતી શાળાઓ માટે મુખ્ય શિક્ષકો અને શિક્ષકોની તમામ ખાલી જગ્યાઓ અગ્રતાના ધોરણે ભરાશે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ઓનલાઈન હાજરી, ઓનલાઈન ડેટા એનાલિટિક્સ-આધારિત મેનેજમેન્ટનું રિઅલ ટાઇમ મોનિટરિંગ થશે.

 

‘અનેક આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની સ્થિતિ ખરાબ હતી’

મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવતા વડાપ્રધાને કહ્યુ કે, પહેલા અનેક આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની સ્થિતિ ખરાબ હતી. પહેલા બાળકો 8 માં ધોરણ શાળા છોડી દેતા હતા, પરંતુ આજે શહેરથી લઈ ગ્રામ્ય વિસ્તારમાં પણ દરેક બાળકો શિક્ષણ લઈ રહ્યા છે. હું પ્રવેશોત્સવમાં હંમેશા દિકરીઓને ભણાવવાનો આગ્રહ કરતો હતો, અને આજે એનું પરિણામ દેખાઈ રહ્યું છે.

‘કંઈક નવુ લાવવુ એ ગુજરાતના DNA માં છે’

પ્રવેશોત્સવ સાથે ગુણોત્સવની પણ મેં શરૂઆત કરાવી, જેના લીધે શિક્ષકોનું આકલાન કરવામાં આવ્યુ. જેથી ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં બદલાવ આવ્યો. આ સાથે તેણે ગુજરાતની પ્રશંસા કરતા કહ્યું કે, શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં કંઈક નવુ લાવવુ એ ગુજરાતના DNAમાં છે. આજે શાળાઓ સ્માર્ટ થઈ છે. ત્યારે હવે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં સાડા 14 હજારથી વધુ પીએમ સ્કૂલ બનાવવાનું નક્કી કર્યું છે. આ સ્કૂલ સમગ્ર દેશમાં નવી નેશનલ અજુકેશન પોલિસી માટે મોડલ સ્કૂલ બનશે.

આજે શિક્ષણ વ્યવસ્થા સ્માર્ટ થઈ – PM મોદી

તો વધુમાં PM મોદીએ કહ્યું કે, એક દાયકા પહેલા ગુજરાતની 15 હજાર શાળામાં ટીવી પહોંચ્યા છે. 20 હજારથી વધુ શાળામાં કમ્પ્યુટરાઈઝ અભ્યાસ ચાલે છે. આજે 1 કરોડથી વધુ વિદ્યાર્થીઓ અને 4 લાખથી વધુ શિક્ષકોની ઓનલાઈન હાજરી પૂરાય છે. 4G સાઈકલ છે, તો 5G વિમાન છે. ગુજરાતે 5G ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ પ્રોજેક્ટ થકી શિક્ષણનું સ્તર વધારવાનો પ્રયાસ કર્યો છે. તો અહીં નવીશિક્ષણ નિતીનો અમલ થતો દેખાઈ છે.

 

પહેલા અંગ્રેજીને જ બુદ્ધિમતાનું માધ્યમ માની લેવાયુ હતુ – PM મોદી

તો સાથે વડાપ્રધાન મોદીએ કહ્યું કે,પહેલા અંગ્રેજીને જ બુદ્ધિમતાનું માધ્યમ માની લેવાયુ હતુ. પણ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ગુલામીની માનસિકતામાંથી ટેલેન્ટ, ઈનોવેશનને દેશમાંથી બહાર લાવવાનો પ્રયાસ છે. હવે વિદ્યાર્થીઓને ભારતીય ભાષાઓમાં પણ વિજ્ઞાન, ટેકનોલોજી, દવાનો અભ્યાસ કરવાનો વિકલ્પ મળવા લાગ્યો છે.

Published On - 1:59 pm, Wed, 19 October 22

Next Article