કોંગ્રેસ સામેની નારાજગીને લઇને હાર્દિક પટેલે ટ્વીટ કરીને કહ્યું હું ત્યારે કોંગ્રેસમાં જ છું

|

Apr 26, 2022 | 2:06 PM

કોંગ્રેસ સામેની નારાજગીને લઇ હાર્દિક પટેલે ટ્વીટ કરીને કહ્યું હું ત્યારે કોંગ્રેસમાં જ છું, હું આશા રાખું છું કે કેન્દ્રીય નેતાઓ કોઈ રસ્તો કાઢે જેથી હું કોંગ્રેસમાં જ રહી શકું, કેટલાક એવા પણ છે જેઓ ઈચ્છે છે કે હાર્દિક કોંગ્રેસ છોડે. તેઓ મારું મનોબળ તોડવા માગે છે.

કોંગ્રેસ સામેની નારાજગીને લઇને હાર્દિક પટેલે ટ્વીટ કરીને કહ્યું હું ત્યારે કોંગ્રેસમાં જ છું
Hardik Patel (File Photo)

Follow us on

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય ઘટનાઓ ઝપડથી સપાટી પર આવી રહી છે ત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જ પક્ષથી નારાજ થઈ ગયા છે અને તે કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાના હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે કોંગ્રેસ સામેની નારાજગીને લઇ હાર્દિક પટેલે ટ્વીટ કરીને કહ્યું હું ત્યારે કોંગ્રેસમાં જ છું, હું આશા રાખું છું કે કેન્દ્રીય નેતાઓ કોઈ રસ્તો કાઢે જેથી હું કોંગ્રેસમાં જ રહી શકું, કેટલાક એવા પણ છે જેઓ ઈચ્છે છે કે હાર્દિક કોંગ્રેસ છોડે. તેઓ મારું મનોબળ તોડવા માગે છે.

 

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત


થોડા સમય પહેલા મીડિયા સમક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસ પક્ષમાં ચાલતા મતભેદ સહિતના મુદ્દાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. બાદમાં ફરીથી હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટીમાં પોતાનો પક્ષ મુકતા કહ્યું હતુ કે તેઓ પાર્ટીના કોઈ એક વ્યક્તિથી નહીં, પરંતુ હાઈકમાન્ડથી નારાજ છે. હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી હતી કે જે રીતે ગુજરાત કોંગ્રેસમાં નિર્ણય શક્તિનો અભાવ છે અને પ્રજાના પ્રશ્નો સરકાર સુધી લઈ જવામાં વિરોધપક્ષ નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે, ત્યારે આ અંગેની વાત તેમણે હાઈકમાન્ડને કરી છે. સાથે જ ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં મતભેદ હોવાનો પણ સ્વીકાર કર્યો હતે. હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસમાં નેતાઓ વધુ છે, તેથી મતભેદ વધારે છે. નેતા વધુ હોય ત્યારે કામ વધુ ઝડપી થવું જોઈએ તેને બદલે નિર્ણય શક્તિ ઘટી ગઇ.

હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર એક કાર્યક્રમનું પોસ્ટર શેયર કર્યું હતુ, જેમાં સરદાર પટેલ સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના (Congress Leader) ફોટો જોવા મળ્યા હતા. પરંતુ આ પોસ્ટરમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર જ જોવા મળ્યા નહોતા, જેને કારણે હાલ હાર્દિક અને જગદીશ ઠાકોર વચ્ચેના અણબનાવની ચર્ચાએ વેગ પકડ્યો છે.

ભાજપના વખાણ કર્યા હતા. હાર્દિક પટેલે કહ્યું હતુ કે, કોંગ્રેસે અન્ય પક્ષ પાસેથી પણ અમુક સારી રાજકીય વાતો શિખવી પડશે. આ તકે તેમણે ભાજપની નિર્ણય શક્તિની પ્રશંસા પણ કરતા કહ્યું કે છેલ્લા અમુક વર્ષોમાં જે રીતે ભાજપે તત્કાલ રાજકીય નિર્ણયો લીધા છે, તે પ્રશંસનીય છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં વસ્ત્રાપુરની કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 12ના ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા ધોરણ 9ના વિદ્યાર્થીનું રેગિંગ

આ પણ વાંચોઃ સુરતમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદ, મદદગારી બદલ તેની પત્નીને દસ વર્ષની કેદની સજાનો હુકમ

Published On - 12:00 pm, Tue, 26 April 22

Next Article