છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી (Congress) નારાજ ચાલતા હાર્દિક પટેલે (Hardik patel) અંતે કોંગ્રેસમાં રાજીનામું આપ્યુ છે. હાર્દિક પટેલે કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ આપી દીધુ છે. હાર્દિક પટેલે પોતાના ટ્વીટર પર રાજીનામાનો (Resign) પત્ર શેર કર્યો છે. હાર્દિક પટેલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું કેમ આપે છે તેના કારણો આ પત્રમાં જણાવ્યા છે. તો હાર્દિક પટેલના રાજીનામાને પગલે ગુજરાતના રાજકારણમાં હલચલ મચી ગઇ છે. અને, ગુજરાતના નેતાઓએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે.
હાર્દિક પટેલના રાજીનામા પર PAAS નેતાઓની પ્રતિક્રિયા
હાર્દિકના ભાજપ પ્રવેશ પહેલા જ વિરોધનો વંટોળ શરૂ થયો છે.હાર્દિકના રાજીનામા બાદ ટાર્ગેટ કરવાની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગે છે.હાર્દિકના રાજીનામા પર ભાજપ નેતા વરુણ પટેલે ટ્વીટ કર્યું છે.જયાં તેમણે લખ્યું કે, ભાજપનો કાર્યકર મૌન છે માયકાંગલો નથી.ભાજપના કાર્યકરોએ જે પ્રમાણે ભાઈની સામે સંઘર્ષ કરેલો છે તે જોતા કાર્યકરો ભાઈનો સ્વીકાર કરે એવું મને લાગતું નથી.ભાજપમાં જોડાવાની ચર્ચા સંપૂર્ણ પાયા વગરની લાગે છે.બાકી જેને જયાં જવું હોય ત્યાં જઈ શકે છે.
ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન
હાર્દિક પટેલના રાજીનામાને લઈ અને ધોરાજીના કોગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ દુઃખ વ્યકત કર્યું છે. લલિત વસોયાએ રાજીનામાને હાર્દિક પટેલનો અંગત નિર્ણય ગણાવ્યો છે. આ સાથે લલિત વસોયાએ હાર્દિક પટેલને શુભકામના પણ પાઠવી છે.
છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલ ખુલ્લા મંચ પરથી સતત કોંગ્રેસ પ્રત્યનો બળાપો અને ભાજપની પ્રશંસા કરી રહ્યા હતા.તેવામાં હાર્દિક પટેલના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ તેમના ભાજપમાં જોડાવાની અટકળોએ વધુ વેગ પકડ્યો છે.. હાર્દિક પટેલના રાજીનામા વચ્ચે એવી પણ અટકળો વહેતી થઈ છે કે આટકોટ ખાતે યોજાનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં હાર્દિક પટેલ ઉપસ્થિત રહી શકે છે.
હાર્દિક પટેલના રાજીનામા પર પાસ આગેવાન અલ્પેશ કથિરીયાની પ્રતિક્રિયા
કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ મૌન તોડયું
જોકે હવે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ મૌન તોડ્યુ છે. રઘુ શર્માએ જણાવ્યુ કે, હાર્દિક પટેલે પક્ષની શિસ્તમાં રહીને કામ કરવું જોઇએ. હાર્દિકે પક્ષની શિસ્ત ન તોડવી જોઇએ. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ હાર્દિક પટેલને ચીમકી ઉચ્ચારી અને કહ્યું કે હાર્દિક પક્ષની શિસ્તમાં રહીને પોતાની વાત રજૂ કરે. નિયમમાં રહીને હાર્દિકે કામ કરવું જોઇએ. મીડિયામાં નિવેદનબાજી હાર્દિકે બંધ કરવી જોઇએ. પાર્ટીમાં રહીને મીડિયામાં પાર્ટી વિરુદ્ધ બોલવું યોગ્ય નથી. હાર્દિક પટેલ એક ક્ષમતાવાન યુવાન છે. પરંતુ પાર્ટીના નિયમ દરેક માટે સમાન છે. પાર્ટીથી કોઇ મોટું નથી.
કહેવાય છે કે રાજકારણમાં ક્યારે શું થાય તેનું કંઈ નક્કી નથી હોતું.હાર્દિક પટેલના કેસમાં પણ કંઈક આવું છે. હાર્દિક પટેલના રાજીનામાના સમાચાર વચ્ચે તેમનું એક જુનું ટ્વીટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.. જેમાં હાર્દિક પટેલે લખ્યું હતું કે છેલ્લા શ્વાસ સુધી કોંગ્રેસનો સાથ નહીં છોડું. પરંતુ આજે હાર્દિક પટેલે જ ટ્વીટ કરીને કોંગ્રેસનો સાથ છોડવાનો નિર્ણય લઈ લીધો છે.
Published On - 11:36 am, Wed, 18 May 22