Gujrat Election 2022: અરવિંદ કેજરીવાલના રોડ શોમાં લાગ્યા મોદી મોદીના નારા, પછી અરવિંદ કેજરીવાલે આપ્યો કંઇક આવો જવાબ!

|

Nov 21, 2022 | 9:57 AM

રોડ શોમાં લોકોને સંબોધતા (Arvind kejriwal) કેજરીવાલે કહ્યું કે, "કેટલાક લોકો 'મોદી, મોદી'ની બૂમો પાડી રહ્યા છે. હું તેમને કહેવા માંગુ છું કે તેઓ જેમની તરફેણમાં ઈચ્છે તેના નારા લગાવે, પરંતુ કેજરીવાલ જ તમારા બાળકો માટે શાળાઓ બનાવશે. તમે ગમે તેટલા નારા લગાવી શકો છો, પરંતુ કેજરીવાલ જ તમને મફતમાં વીજળી આપશે.

Gujrat Election 2022: અરવિંદ કેજરીવાલના રોડ શોમાં લાગ્યા મોદી મોદીના નારા, પછી અરવિંદ કેજરીવાલે આપ્યો કંઇક આવો જવાબ!
Arvind kejriwal (File photo)

Follow us on

રવિવારે ગુજરાતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ શો દરમિયાન કેટલાક લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તરફેણમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાતમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી છે. પંચમહાલ જિલ્લાના હાલોલમાં સાંજે જ્યારે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર રોડ શોને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. હાલોલમાં  આમ આદમી પાર્ટીનો  રોડ શો  હતો તે દરમિયાન  ચારે બાજુથી મોદી મોદીના નારા લાગ્યા હતા,આ પ્રકારના ટીખળનો જવાબ અરવિંદ કેજરીવાલે આપ્યો હતો અને કહ્યું હતું કે  હું તમારા  દિલ જીતીને  રહીશ.

સભામાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે નાગરિકોની  જે  ઈચ્છા હોય તેના પક્ષમાં નારા લગાવવા જોઈએ, પરંતુ આપ પાર્ટી  તેમના બાળકો માટે શાળાઓ બનાવશે અને મફત વીજળી આપશે. તેમણે કહ્યું કે AAP એક દિવસ મોદીની તરફેણમાં નારા લગાવનારા આ લોકોનું દિલ જીતી લેશે. રોડ શોમાં લોકોને સંબોધતા કેજરીવાલે કહ્યું કે, “કેટલાક લોકો ‘મોદી, મોદી’ની બૂમો પાડી રહ્યા છે. હું તેમને કહેવા માંગુ છું કે તેઓ જેમની તરફેણમાં ઈચ્છે તેના નારા લગાવે, પરંતુ કેજરીવાલ જ તમારા બાળકો માટે શાળાઓ બનાવશે. તમે ગમે તેટલા નારા લગાવી શકો છો, પરંતુ કેજરીવાલ જ તમને મફતમાં વીજળી આપશે. ,

મહાકુંભની 'સૌથી સુંદર સાધ્વી' હર્ષા રિચારિયા કોણ છે? જુઓ ફોટો
Health News : શિયાળામાં બોર ખાવાથી થાય છે અગણિત ફાયદા
આજનું રાશિફળ તારીખ : 14-01-2025
Bajra No Rotlo : શું ડાયાબિટીસના દર્દીઓ બાજરાનો રોટલો ખાઈ શકે છે?
7 ફેબ્રુઆરીએ ભારત vs પાકિસ્તાન, નેટફ્લિક્સ તરફથી મોટી જાહેરાત
ગૌતમ ગંભીર કોને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવા માંગે છે?

તેમણે કહ્યું, “અમારી કોઈની સાથે દુશ્મની નથી. તમે જેને ઈચ્છો તેની તરફેણમાં સૂત્રોચ્ચાર કરી શકો છો. એક દિવસ અમે તમારું દિલ જીતી લઈશું અને તમને અમારી પાર્ટીમાં લાવીશું. તેમની પાર્ટીની રોજગારની ગેરંટી અને નોકરી ઇચ્છુકોને રૂ. 3000 નું બેરોજગારી ભથ્થું પુનરાવર્તિત કરતાં તેમણે કહ્યું કે રાજ્યમાં મોટી સંખ્યામાં યુવાનો બેરોજગાર છે. તેમણે કહ્યું કે એવી કોઈ પાર્ટી નથી જે શાળાઓની વાત કરે. શું કોઈ પક્ષે શાળાઓ, હોસ્પિટલો બનાવવા, નોકરીઓ અને મફત વીજળી આપવાનું વચન આપ્યું છે? અમારી પાર્ટી જ આ મુદ્દાઓ પર વાત કરે છે. કેજરીવાલે કહ્યું કે જો લોકોને ગુંડાગીરી કરવી અને અપશબ્દો બોલવી ગમે તો તેઓ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી શકે છે. જો તમે શાળાનું નિર્માણ કરવા માંગતા હોવ તો મારી પાસે આવો. હું એન્જિનિયર છું જો તમને વીજળી, હોસ્પિટલ અને રસ્તાની જરૂર હોય તો મારી પાસે આવો. અન્યથા ગુંડાગીરી માટે તેમની પાસે જાઓ. તેમણે એમ પણ ઉમેર્યું કે હું અહીં પાંચ વર્ષ માગવા આવ્યો છું. તમે તેમને 27 વર્ષ આપ્યા, મને પાંચ વર્ષ આપો. જો હું કામ નહીં કરું તો હું ફરી ક્યારેય તમારી સામે નહીં આવું.

Next Article