ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) નજીકમાં છે. કોઇપણ સમયે ચૂંટણીની જાહેરાત થઇ શકે છે. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) એક્શનમાં આવી ગયા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતની (Gujarat) કમાન પોતાના હાથમાં લઇ લીધી છે. આજે સાંજે અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે. કમલમ ખાતે અમિત શાહની અધ્યક્ષતામાં ચૂંટણીની રણનીતિ ઘડાશે. તો શાહની મુલાકાત પહેલા પ્રદેશ ભાજપમાં પણ સક્રિયતા જોવા મળી રહી છે. અમિત શાહની બેઠકને પગલે ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદારોના તમામ કાર્યક્રમો રદ કરી દેવાયા છે. કમલમ ખાતે મળનારી બેઠકમાં 2022ની ચૂંટણીની રણનીતિ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરાશે.
ગુજરાતમાં કેન્દ્રીય નેતાગીરીની અવરજવર વધી રહી છે. એક દિવસ અગાઉ જ વડાપ્રધાનનો ઝંઝાવાતી પ્રવાસ પૂર્ણ થયો છે. આ પ્રવાસના બીજા દિવસે અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે. તો કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની પણ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે વધી રહેલી રાજકીય ચહલ પહલ એ સંકેત આપી રહી છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી કોઇપણ સમયે જાહેર થઇ શકે છે. વડાપ્રધાન મોદીના મોદીના 2 દિવસના પ્રવાસ બાદ ફરી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ ભાજપ અધ્યક્ષ, મુખ્યમંત્રી અને સંગઠનના લોકો સાથે બેઠકનું આયોજન કરશે.
અમિત શાહનો એક જ સપ્તાહમાં ગુજરાતનો આ બીજી વારનો પ્રવાસ છે. આ પૂર્વે મંગળવારે એટલે કે 27 સપ્ટેમ્બરે પણ અચાનક સંગઠનના મુખ્ય લોકો સાથે બેઠક યોજી હતી. જેમાં CM અને સી.આર. પાટીલ સાથે ચૂંટણીને લઇ મહત્વની ચર્ચા કરી. આ બેઠકમાં આગામી ચૂંટણીમાં ભવ્ય જીત મેળવવાની રણનીતિ અંગે ચર્ચા થઇ હતી.
2022ની ચૂંટણી પહેલા અમિત શાહની મેરેથોન બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. શાહના કાર્યક્રમમાં કમલમની બેઠકનો કોઇ ઉલ્લેખ નહોતો. જોકે અંતિમ ઘડીએ કાર્યક્રમની જાહેરાતથી અનેક તર્કવિતર્કો સર્જાયા હતા. આ પહેલા 28 ઓગસ્ટે ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કમલમમાં બેઠક કરી હતી.
ત્યારે હવે ફરી અમિત શાહ કમલમમાં બેઠક કરવાના છે. અમિત શાહની બેઠકને પગલે ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદારોના તમામ કાર્યક્રમો રદ કરી દેવાયા છે. કમલમ ખાતે મળનારી બેઠકમાં 2022ની ચૂંટણીની રણનીતિ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરાશે. ચૂંટણી પહેલા ભાજપના કાર્યકરોમાં અમિત શાહ જોમ પુરશે. સાથે ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો જીતવા અંગેનું માર્ગદર્શન પણ આપશે.
Published On - 5:34 pm, Sat, 1 October 22