
Gujarat Election 2022 Result today: ચૂંટણીના રણસંગ્રામમાં હવે મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે.રાજ્યમાં બે તબતક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ મતદાન સંપન્ન થયું હતું. આજે મતગણતરીનો દિવસ છે ત્યારે ભાજપ. કોંગ્રેસ અને આપના મળીને રાજ્યના કુલ 1, 621 ઉમેદવારના ભવિષ્યનો નિર્ણય થશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ની મતગણતરી શરૂ થયુ છે. જો શરૂઆતના વલણની વાત કરીએ તો ભાજપ 10 બેઠક પર આગળ જોવા મળી રહ્યુ છે. તો 04 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર આપ આગળ છે. જે રીતે શરૂઆતના વલણો સામે આવી રહ્યા છે તેમાં સુરત જિલ્લાની બેઠકો પર સવારે 8-20 વાગ્યા સુધીમાં હર્ષ સંઘવી, કુમાર કાનાણી આગળ ચાલી રહ્યા છે.
સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. મતગણતરી માટે વધારાના 78 મદદનીશ ચૂંટણી અધિકારી હશે. આ ઉપરાંત 71 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે.આ માટે તમામ કાઉન્ટિંગ સ્ટાફની નિમણૂક થઈ ગઈ છે. સેકન્ડ રેન્ડમાઇઝેશન પણ આજે પૂર્ણ કરાશે અને મતગણતરી પહેલા સવારે 5:00 વાગે થર્ડ રેન્ડમાઇઝેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
મતગણતરી મથકો પર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજરત કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો તથા કાઉન્ટીંગ એજન્ટ્સ અને દરેક ઉમેદવારના કાઉન્ટિંગ એજન્ટ્સ પણ પ્રવેશ કરી શકશે. રિટર્નિંગ ઑફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં ગોઠવવામાં આવશે. સવારે 8:00 વાગે સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે અને 8:30 વાગ્યાથી પોસ્ટલ બેલેટની સાથે સાથે EVMના મતોની ગણતરી પણ શરુ કરાશે.
Published On - 8:03 am, Thu, 8 December 22