Gujarat Election : ચૂંટણી પહેલા ભાજપનો પ્રચંડ પ્રચાર, PM મોદીએ નામ લીધા વિના ક્યાંક AAP પર નિશાન સાધ્યું, તો કોંગ્રેસની નીતિ સામે પણ ઉઠાવ્યા સવાલ

|

Oct 11, 2022 | 11:15 AM

ભરૂચમાં નામ લીધા વગર પીએમ મોદીએ AAP પર અર્બન નક્સલ મુદ્દે પ્રહાર કર્યો. PMએ દાવો કર્યો કે હવે અર્બન નક્સલીઓ નવા રૂપમાં આવી રહ્યા છે અને યુવાનોને ભરમાવી રહ્યા છે.

Gujarat Election : ચૂંટણી પહેલા ભાજપનો પ્રચંડ પ્રચાર, PM મોદીએ નામ લીધા વિના ક્યાંક AAP પર નિશાન સાધ્યું, તો કોંગ્રેસની નીતિ સામે પણ ઉઠાવ્યા સવાલ
Gujarat Election 2022

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election) પહેલા દક્ષિણ અને મધ્ય ગુજરાતના પ્રવાસ દરમિયાન PM મોદી અલગ અંદાજમાં જોવા મળ્યા. PM મોદીએ મધ્ય ગુજરાતમાંથી કોંગ્રેસ પર નિશાન તાક્યુ. દક્ષિણ ગુજરાતમાં આપ નું નામ લીધા વિના વડાપ્રધાને પ્રહાર કર્યા. આણંદની સભામાં PM મોદીએ કોંગ્રેસની Congress)  નીતિ સામે પણ સવાલ ઉઠાવ્યો અને કોંગ્રેસ સમાજમાં ઝેર ભરવાનું કામ કરતી હોવાનો આરોપ લગાવ્યો.

અર્બન નક્સલીઓ નવા રૂપમાં આવી રહ્યા છે -PM મોદી

જોકે આણંદમાં PM મોદી આટલેથી ન અટક્યા. તેઓએ દાવા સાથે હૂંકાર કર્યો કે 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ નવી ચાલ ચાલી રહી છે. PM મોદી આરોપ લગાવ્યો કે, કોંગ્રેસવાળા બોલતા નથી, પરંતુ ઠંડી તાકાતથી ગામેગામ ગોઠવણ કરી રહ્યા છે. અને જૂની ચાલાકીઓનો ચૂંટણીમાં ભરપૂર પ્રયોગ કરી રહ્યા છે. PM મોદીએ કોંગ્રેસની નવી ચાલ સામે કાર્યકરોને સતર્ક રહેવાની પણ અપીલ કરી. તો આણંદમાં PM મોદીએ દાવો કર્યો કે ભાજપ માત્ર વાતોના વડા કરનારી પાર્ટી નથી. તેઓ જે વાયદો કરે છે તે પાળે છે અને ધરતી પર કામ કરીને બતાવે છે. સાથે જ PM મોદીએ કહ્યું કે ભાજપે જ સરદાર પટેલને સાચુ સન્માન આપવાનું કામ કર્યું છે.

સાથે જ ભાજપના (BJP) કાર્યકરોને કોંગ્રેસની નવી ચાલ સામે સાવચેત રહી રણનીતિમાં સુધારો કરવાની પણ સલાહ આપી. તો ભરૂચમાં નામ લીધા વગર પીએમ મોદીએ AAP પર અર્બન નક્સલ મુદ્દે પ્રહાર કર્યો. PMએ દાવો કર્યો કે હવે અર્બન નક્સલીઓ નવા રૂપમાં આવી રહ્યા છે અને યુવાનોને ભરમાવી રહ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આજે સૌરાષ્ટ્રમાં પાટીદારનો ગઢ ગજવશે PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)  આજે જામકંડોરણા ખાતે ચૂંટણી પ્રચાર કરશે.PM ના કાર્યક્રમને લઇને સ્થાનિક ભાજપના નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. જો કે રાજકોટ જિલ્લાના જામકંડોરણમાં ચૂંટણી પ્રચારની સભાનું આયોજન કરીને ભાજપે પાટીદાર અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.

Published On - 7:46 am, Tue, 11 October 22

Next Article