Gujarat Election: ભારતના નાગરિક હોવા છતા કેટલાક લોકો નથી કરી શકતા મતદાન, જાણો કોણ છે આ લોકો

|

Nov 08, 2022 | 3:34 PM

આગામી વિધાનસભા ચૂંટણી (assembly elections) 2022માં કેટલાક લોકો એવા છે કે જેઓ તેમના મતાધિકારનો ઉપયોગ ભારતીય નાગરિક હોવા છતાં મતદાન કરી શકશે નહીં. જેઓ બીજા કોઈ નહિ પણ જેલમાં બંધ કેદીઓ છે. જેમાં હાલમાં રાજ્યની 32 જેલમાં બંધ અંદાજે 17000 જેટલા કેદીઓ છે જેઓ મતદાન કરી શકશે નહીં.

Gujarat Election: ભારતના નાગરિક હોવા છતા કેટલાક લોકો નથી કરી શકતા મતદાન, જાણો કોણ છે આ લોકો
ભારતના આ નાગરિકો નથી કરી શકતા મતદાન

Follow us on

લોકશાહીમાં મતાધિકારનો ઉપયોગ કરીને યોગ્ય નેતા ચૂંટી લાવવાનો અધિકાર દરેક નાગરિકને છે. ત્યારે આગામી વિધાનસભા ચૂંટણી 2022માં કેટલાક લોકો એવા છે કે જેઓ તેમના મતાધિકારનો ઉપયોગ ભારતીય નાગરિક હોવા છતાં મતદાન કરી શકશે નહીં. જેઓ બીજા કોઈ નહિ પણ જેલમાં બંધ કેદીઓ છે. જેમાં હાલમાં રાજ્યની 32 જેલમાં બંધ અંદાજે 17000 જેટલા કેદીઓ છે જેઓ મતદાન કરી શકશે નહીં. કેમ કે નિયમ પ્રમાણે જેલમાં મતદાનની વ્યવસ્થા કરવામાં આવતી નથી. જેના કારણે જેલમાં બંધ કેદીઓ તેમના મતનો ઉપયોગ કરી શકતા નથી. તે પછી પાકા કામના કેદી હોય કાચા કામના કેદી હોય કે પછી અંડરટ્રાયલમાં રહેલા કેદીઓની વાત હોય.

શા માટે જેલમાં બંધ કેદી નથી કરી શકતા મતદાન ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 17 હજાર કેદીઓ મતદાન નહીં કરી શકે. કાયદાકીય પ્રાવધાનને લઈને કેદીઓ મતદાનથી વંચિત રહેશે. પાકા કામના કેદી ચૂંટણીમાં ન તો લડી શકે કે ન મતદાન કરી શકે છે. તો કાચા કામના કેદી ચૂંટણીમાં લડી શકે છે પણ મતદાન નહીં કરી શકે.\

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

કેદીઓને નથી મળી શકતા પેરોલ

ચૂંટણીની જાહેરાત થતાની સાથે આચારસંહિતા લાગુ પડી જતી હોય છે. જે આચારસંહિતા લાગુ પડતાની સાથે જેલમાં બંધ કેદીઓને પેરોલ આપવા પર પ્રતિબંધ લાગી જાય છે. જેના કારણે તેઓ આચાર સંહિતા લાગુ થવાથી લઈને ચૂંટણી પૂર્ણ થયા સુધી બહાર આવી શકતા નથી. જેથી તેઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકતા નથી. તેમજ જેલમાં સુરક્ષા અને અન્ય બાબતોને ધ્યાને રાખીને અને કાયદાકીય નિયમ પ્રમાણે મતદાનની વ્યવસ્થા થતી નથી. જેના કારણે જેલમાં બંધ કેદીઓ પોતાના મતાધિકારથી વંચિત રહે છે. એટલું જ નહીં પરંતુ આ સમય દરમિયાન જો કોઈ કેદીએ પેરોલ લેવી હોય તો કોર્ટમાં અરજી કરવી પડતી હોય છે. જેમાં બીમારી કે અન્ય ગંભીર કોઈ બાબત હોય તો કોર્ટ તેને ધ્યાને રાખીને જ કેદીને જરૂર લાગે તો જ પેરોલ આપતા હોય છે.

 

રાજ્યની 32 જેલમાં કેદીઓના આંકડા

  • અમદાવાદ સેન્ટ્રલ જેલ અંદાજે 3400 જેટલા કેદીઓ
  • વડોદરા સેન્ટ્રલ જેલ અંદાજે 1500 જેટલા કેદીઓ
  • રાજકોટ સેન્ટ્રલ જેલ અંદાજે 1800 જેટલા કેદીઓ
  • સુરત લાજપોર સેન્ટ્રલ જેલ અંદાજે 2800 જેટલા કેદીઓ
  • જામનગર ડિસ્ટ્રિક્ટ જેલ અંદાજે 600 જેટલા કેદીઓ

આમ અમદાવાદ શહેર સહિત રાજયની 32 જેલમાં અંદાજે 17 હજાર જેટલા કેદીઓ જેલમાં બંધ છે. જેમાં પાકા કામના કેદી 4500 ઉપર જ્યારે કાચા કામના કેદી અંદાજે 12 હજાર જેટલા છે. જેમાં પુરુષ કેદીઓની સંખ્યા સૌથી વધુ છે. જે તમામ જેલોમાં હાલમાં કેપેસિટી કરતા 20 ટકા વધુ કેદી બંધ છે.

સાબરમતી જેલમાં 3400 જેટલા કેદીઓ

એક આંકડા પ્રમાણે સાબરમતી જેલમાં 3400 જેટલા કેદીઓ હાલમાં બંધ છે. જેમાં 1200 જેટલા પાકા કામના કેદી જ્યારે અન્ય કાચા કામના કેદી બંધ છે. તો રાજયની 32 જેલમાં 17 હજાર જેટલા કેદી માંથી 4700 જેટલા પાકા કામના કેદી અને અન્ય કાચા કામના કેદી બંધ છે. જેમાં પાસા વાળા અંદાજે 300 જેટલા કેદી છે. જોકે તેમાં પેરોલ પર કેટલા કેદી બહાર છે તેનો કોઈ ચોક્કસ આંકડો નથી. પરંતુ આના પરથી એટલું સ્પષ્ટ થાય છે કે જેઓ ભારતના નાગરિક છે છતાં પણ તેઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકતા નથી. ત્યારે આવા લોકો માટે પણ ચૂંટણી કમિશનને કંઈક વિચારણા કરવાની જરૂરિયાત હોય તેવું લાગી રહ્યું છે. જેથી કરીને સામાન્ય માનવી હોય કે કેદી હોય તે તમામ લોકો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે.

Next Article