Gujarat Election 2022: સત્તાના શિખર સર કરવા AAP ની મથામણ,જલ્દી મનીષ સિસોદિયા ગુજરાતમાં ‘યાત્રા’ કાઢશે

|

Sep 11, 2022 | 12:50 PM

અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ટ્વિટ કરીને કહ્યું છે કે, 'ગુજરાત બદલાવ માંગે છે...જલ્દી મનીષ સિસોદિયા ગુજરાતમાં (Gujarat)  યાત્રા કાઢશે...બસ હવે પરિવર્તન જોઈએ.'

Gujarat Election 2022: સત્તાના શિખર સર કરવા AAP ની મથામણ,જલ્દી મનીષ સિસોદિયા ગુજરાતમાં યાત્રા કાઢશે
Gujarat Election 2022

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly Election) પડઘમ વાગી ચૂક્યા છે, મહતમ બેઠકો હાંસલ કરવા દરેક રાજકીય પાર્ટીઓ (Political party) એડી ચોટીનુ જોર લગાવી રહી છે. એક તરફ ભાજપના દિગ્ગજ નેતાઓના પ્રવાસ વધી રહ્યા છે. આજે અમિતશાહ (Amit Shah) સૌરાષ્ટ્રના પ્રવાસે છે, ત્યારે ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકશે. તો આ બધાની વચ્ચે દિલ્હી અને પંજાબમાં પરિવર્તન લાવનાર આપ પાર્ટી ગુજરાતમાં મહતમ સીટો હાંસલ કરવા મથામણ કરી રહી છે. દિલ્હી CM અને આપના કન્વીનર કેજરીવાલ આગામી 12 અને 13 સપ્ટેમ્બરે ગુજરાત આવશે. કેજરીવાલે (Arvind Kejriwal) ટ્વિટ કરીને કહ્યું છે કે, ‘ગુજરાત બદલાવ માંગે છે…જલ્દી મનીષ સિસોદિયા ગુજરાતમાં (Gujarat)  યાત્રા કાઢશે…બસ હવે પરિવર્તન જોઈએ.’

ગુજરાત માંગે છે બદલાવ……!

ગુજરાતના મતદારોને રીઝવવા માટે કેજરીવાલ ફ્રી વીજળી, બેરોજગારી ભથ્થુ, ગ્રેડ પે સહિતના મુદ્દાઓને લઈને વચનોની લ્હાણી કરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કેજરીવાલ, યુવાનો, મહિલાઓ, આદિવાસીઓ અને વેપારીઓને વિવિધ ગેરંટી આપી ચુકેલા કેજરીવાલે તેમની ગત ગુજરાત મુલાકાત વખતે ખેડૂતો માટે જાહેરાત કરી હત

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની (Aam Admi Party) સરકાર બને તો ખેડૂતોને દિવસમાં 12 કલાક વીજળી, નવસેરથી જમીન રિ-સર્વેની કામગીરીનો વાયદો કર્યો ઉપરાંત ટેકાના ભાવે પાકોની ખરીદીની પણ ગેરંટી આપવાની વાત કરી. પોરબંદરમાં કેજરીવાલે માછીમારોને રિઝવવાનો પ્રયાસ કર્યો અને પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને છોડાવવા પ્રયાસ કરવાની ખાતરી આપી હતી.તમને જણાવી દઈએ કે, વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election 2022) હવે ગણતરીના મહિનાઓ બાકી છે,ત્યારે AAPએ અત્યાર સુધીમાં 29 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.

Published On - 12:38 pm, Sun, 11 September 22

Next Article