Gujarat Election: રાધનપુરમાં MLA રઘુ દેસાઇ પર અલ્પેશ ઠાકોરે લગાવ્યો હપ્તાખોરીનો આક્ષેપ, કહ્યુ ‘જરૂર પડશે તો પુરાવા રજૂ કરીશ’

પાટણના (Patan) રાધનપુરમાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની સભાને લઇ ફરી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ફરી અલ્પેશ ઠાકોરે જાહેર મંચ પરથી કોંગ્રેસ ધારાસભ્ય રઘુ દેસાઇ પર ગંભીર આરોપ લગાવ્યાં છે.

Gujarat Election: રાધનપુરમાં MLA રઘુ દેસાઇ પર અલ્પેશ ઠાકોરે લગાવ્યો હપ્તાખોરીનો આક્ષેપ, કહ્યુ જરૂર પડશે તો પુરાવા રજૂ કરીશ
BJP Leader Alpesh Thakor
Image Credit source: ફાઇલ તસવીર
| Edited By: | Updated on: Nov 09, 2022 | 9:42 AM

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યનું રાજકારણ ગરમાઇ રહ્યું છે. સત્તા પક્ષ અને વિપક્ષ એકબીજા પર વાર પલટવાર કરી રહ્યાં છે. ત્યારે પાટણના રાધનપુરમાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની સભાને લઇ ફરી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ફરી અલ્પેશ ઠાકોરે જાહેર મંચ પરથી કોંગ્રેસ ધારાસભ્ય રઘુ દેસાઇ પર ગંભીર આરોપ લગાવ્યાં છે. સભા સંબોધતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે ધારાસભ્ય રઘુ દેસાઇ હપ્તા ઉઘરાવી રહ્યાં છે. ખાનગી કંપનીઓ પાસેથી હપ્તા ઉઘરાવતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. સાથે જ અલ્પેશ દાવો કરી રહ્યાં છે કે જો જરૂર પડશે તો રઘુ દેસાઇ ક્યાં ક્યાંથી હપ્તા ઉઘરાવે છે તેના પુરાવા પણ આપીશ.

અગાઉ પણ અલ્પેશ ઠાકોરે લગાવ્યા હતા આક્ષેપ

આ પહેલા ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની રજૂઆત બાદ કોંગ્રેસના ધારાસભ્યની સંચાલિત ખાનગી હોસ્પિટલમાં ચૂંટણીપંચે મફત સેવાની મંજૂરી રદ કરી હતી. કારણકે ધારાસભ્ય રઘુ દેસાઈની હોસ્પિટલમાં મફત સારવાર બંધ કરાવવા માટે અલ્પેશ ઠાકોરે રજૂઆત કરી હતી. હાલમાં આચારસંહિતાને લઈ સ્વાસ્થ્ય કાર્ડ પર ધારાસભ્ય રઘુ દેસાઇનો ફોટો હોવાથી ચૂંટણીપંચે કાર્યવાહી કરી છે.

રઘુ દેસાઇએ આપ્યા હતા વળતા જવાબ

જે પછી કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈએ ચૂંટણીપંચ સામે આક્ષેપ લગાવ્યા હતા અને કહ્યું હતુ કે, સરકારના દબાણમાં ચૂંટણીપંચે કામગીરી કરી છે. તેમણે અલ્પેશ ઠાકોર પર પ્રહાર કરતા કહ્યું કે, રાજકીય કીન્નાખોરી રાખી અલ્પેશ ઠાકોર રાધનપુરના લોકો સાથે વિશ્વાસઘાત કરે છે.

ભાજપની 150થી વધુ બેઠકો પર જીતનો દાવો

તો આ પહેલા બનાસકાંઠાના પાલનપુરમાં હાજર રહેલા ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો 150થી વધુ બેઠકો પર ભવ્ય વિજય થશે તેવો દાવો કર્યો હતો. પાલનપુરમાં એક કાર્યક્રમમાં હાજર રહેલા અલ્પેશ ઠાકોરે કહ્યું હતુ કે, આ વખતે જે રીતે ગુજરાતમાં માહોલ જોવા મળી રહ્યો છે તે મુજબ ભાજપે ક્યારેય જીત ન મેળવી હોય તેવી જીત થશે. ગુજરાતમાં ભાજપ 150થી વધુ બેઠકો મેળવશે. સાથે જ કહ્યું કે પક્ષ નક્કી કરશે તે બેઠક પરથી ચૂંટણી લડીશ.

 

Published On - 9:40 am, Wed, 9 November 22