Gujarat Election 2022 : પાટીદાર સમાજના ખભે બંદૂક મુકીને કરાઈ રહેલી રાજનીતિ AAPને ફળશે ? પહેલા હાર્દિક અને હવે ગોપાલ ઈટાલિયાએ રમ્યો દાવ

|

Oct 15, 2022 | 7:51 AM

ફરી એકવાર ગુજરાતની (Gujarat) રાજનીતિ જાતિની રાજનીતિમાં ફસાઇ ગઇ છે અને જનતાના મહત્વના મુદ્દાઓ ફરી કોરણે મુકાઇ ગયા હોય તેવુ લાગી રહ્યું છે.

Gujarat Election 2022 : પાટીદાર સમાજના ખભે બંદૂક મુકીને કરાઈ રહેલી રાજનીતિ AAPને ફળશે ? પહેલા હાર્દિક અને હવે ગોપાલ ઈટાલિયાએ રમ્યો દાવ
Controversy over gopal Italia statement

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Election) પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે દરેક રાજકીય પાર્ટી જં જીતવા દરેક સમાજને રીઝવવા મથામણ કરી રહ્યા છે. ગોપાલ ઈટાલિયાના વીડિયો વિવાદમાં આમ આદમી પાર્ટીએ (Aam Admi Party) પાટીદાર દાવ રમ્યો છે. પરંતુ હજુ સુધી રાજ્યના પાટીદારોની કોઇ પણ સંસ્થા ગોપાલ ઇટાલિયાના (Gopal italia) બચાવમાં આવી નથી. સામે પાટીદાર નેતાઓ હવે AAP સામે મોરચો ખોલી રહ્યા છે,ત્યારે સવાલ એ છે કે ચૂંટણીમાં AAPનો આ દાવ સફળ થશે ખરો ?

 ઈટાલિયાના વિવાદાસ્પદ વીડિયોને લઈ રાજકારણ ગરમાયુ

તમને જણાવી દઈએ કે, આજકાલ આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાના વિવાદાસ્પદ વીડિયોને લઈ રાજકારણ ગરમાયુ છે. વીડિયોના વિવાદમાં ફસાયા બાદ હવે આમ આદમી પાર્ટીએ પાટીદાર કાર્ડ રમવાની શરૂઆત કરી છે. AAP સમાજનો સહારો લેવા માંગે છે, ત્યારે પાટીદાર નેતા મેદાને પડ્યા છે. ભાજપના નેતા ભરત બોઘરાએ (Bharat Boghara) ગોપાલ ઈટાલિયા પર નિશાન સાધ્યું અને કહ્યું કે સરદારના વંશજને પોતાની સાથે ન જોડે, હવે વિવાદીત શબ્દપ્રયોગ થશે તો પાટીદારો રસ્તા પર ઊતરી જવાબ આપશે.

ઇટાલિયા પર ભાજપના (BJP) જે પ્રહાર થઇ રહ્યા છે. તેઓને આમ આદમી પાર્ટી પાટીદાર સમાજનું અપમાન ગણાવી રહી છે. જો કે હજુ સુધી કોઇ પણ પાટીદાર સંસ્થા AAP અથવા ઇટાલિયાની પડખે આવી નથી. પરંતુ ઇટાલિયાનો દાવો છે કે તેઓને વિવાદ બાદ પણ પાટીદાર સમાજથી ખુબ સમર્થન મળી રહ્યું છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

પાટીદાર પર AAP-BJP વચ્ચે સંગ્રામ

પાટીદાર સમાજની સંસ્થાઓ ભલે ખુલ્લીને આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાને સમર્થન ના આપી રહી હોય પરંતુ PAASનું સમર્થન હાલ AAPને મળી રહ્યું. PAASના અલ્પેશ કથિરીયાનું  (Alpesh Kathiriya) કહેવું છે કે ગોપાલ ઇટાલિયાને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. જાતિની રાજનીતિથી દૂર રહેવાનો દાવો કરનારી આમ આદમી પાર્ટી પોતે હાલ જાતિની રાજનીતિ (Politics) કરી રહી છે.. AAPની રણનીતિ છે કે પાટીદાર કાર્ડ રમી પાટીદાર સમાજમાં પોતાની પકડ મજબૂત કરે, ત્યારે જાણો ગુજરાત ચૂંટણીમાં પાટીદારનુ રાજકીય મહત્વ કેટલુ છે..

ગુજરાતમાં કુલ 71 બેઠક પર પાટીદાર સમાજનું પ્રભુત્વ છે.જો વિગતે વાત કરીએ તો રાજ્યમાં કુલ 15 ટકા મતદારો પાટીદાર છે.જેમાં સૌરાષ્ટ્રમાં 23 બેઠક ,ઉત્તર ગુજરાતમાં 8 બેઠક ,મધ્ય ગુજરાતમાં 10 બેઠક અને દક્ષિણ ગુજરાતમાં 9 બેઠક પર પાટીદારનું પ્રભુત્વ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની હજુ જાહેરાત થઇ નથી. જો કે ફરી એકવાર ગુજરાતની (Gujarat) રાજનીતિ જાતિની રાજનીતિમાં ફસાઇ ગઇ છે અને જનતાના મહત્વના મુદ્દાઓ ફરી એકવાર કોરણે મુકાઇ ગયા હોય તેવુ લાગી રહ્યું છે.

Next Article