Gujarat Election 2022: બેચરાજી, વિજાપુર અને વિસનગરમાં ભાજપમાં વિરોધનો વંટોળ, નવા ચહેરાને તક આપવા માગ

મહેસાણા (Mehsana) જિલ્લાના બેચરાજી, વિજાપુર અને વિસનગરમાં ભાજપમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે. વિજાપુર અને વિસનગરમાં ચાલુ ધારાસભ્યોને રીપિટ કરતા કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. કાર્યકરોએ વિજાપુર અને વિસનગરમાં નવા ચહેરાને તક આપવા માગ કરી છે.

Gujarat Election 2022: બેચરાજી, વિજાપુર અને વિસનગરમાં ભાજપમાં વિરોધનો વંટોળ, નવા ચહેરાને તક આપવા માગ
Image Credit source: Tv9 Gfx
| Edited By: | Updated on: Nov 12, 2022 | 1:03 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉમેદવારોની યાદી પણ જાહેર કરી રહી છે. ભાજપે 166 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જેમાં 13 SC, 24 ST તેમજ 14 મહિલાઓ યુવાનો અને પંચાયતી અને પ્રોફેશનલ ક્ષેત્રે જોડાયેલા ઉમેદવારોને સમાવવામાં આવ્યા છે. જો કે આ તમામ વચ્ચે મહેસાણા ભાજપમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે. બેચરાજી, વિજાપુર અને વિસનગરમાં ભાજપના ઉમેદવારોમાં નારાજગી જોવા મળી રહી છે. જાણો શા માટે અહીં કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે.

ગુજરાત ઇલેકશન 2022 : ભાજપમાં વિરોધનો વંટોળ

મહેસાણા જિલ્લાના બેચરાજી, વિજાપુર અને વિસનગરમાં ભાજપમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે. વિજાપુર અને વિસનગરમાં ચાલુ ધારાસભ્યોને રીપિટ કરતા કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. કાર્યકરોએ વિજાપુર અને વિસનગરમાં નવા ચહેરાને તક આપવા માગ કરી છે. ઋષિકેશ પટેલને સતત ચોથી વખત રિપીટ કરાતા ભાજપ કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. આ સમગ્ર મામલે વિસનગરમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે વિરોધ દર્શાવ્યો છે. પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુ પટેલે વિરોધ દર્શાવ્યો છે. બીજી તરફ વિસનગરમાં અપક્ષ ઉમેદવારી કરવાની જશુ પટેલે જાહેરાત કરી છે.

ગુજરાત ઇલેકશન 2022 : રજની પટેલે મહેસાણા, બેચરાજી બેઠક માટે દાવેદારી કરી હતી

બેચરાજીમાં રજની પટેલની ટિકિટ કપાતા વિરોધ જોવા મળી રહ્યો છે. બેચરાજીમાં ભાજપ દ્વાકરા સુખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. રજની પટેલના સમર્થકોએ પણ ગાંધીનગર સુધી રજૂઆત કરી છે. રજની પટેલે મહેસાણા અને બેચરાજી બેઠક પર ટિકિટ માટે દાવેદારી કરી હતી. બંનેમાંથી એક પણ ટિકિટ નહીં મળતાં નારાજગી જોવા મળી રહી છે.

મહત્વનું છે કે ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં છ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. 6માંથી 2 મહિલા ઉમેદવારો છે. આ સાથે મહિલા ઉમેદવારોની સંખ્યા વધીને 16 થઈ ગઈ છે. 160ની પ્રથમ યાદીમાં 14 મહિલાઓને સ્થાન મળ્યું છે.જાણો આ 6 ઉમેદવારોને ભાજપે કયા ઉમેદવારોને કયાં સ્થાન આપ્યુ છે.

ગુજરાત ઇલેકશન 2022 : નવા ચહેરાઓ પાછળ ભાજપનું શું છે સમીકરણ ?

ભાજપ દ્વારા જે 6 બેઠકના નામ જાહેર કરવામાં આવ્યા છે તેમાંથી કુતિયાણા બેઠકને બાદ કરતા તમામ પર નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યુ છે. ચોર્યાસી બેઠક પર ઝંખના પટેલની ટિકિટ કપાઇ છે. તેના સ્થાને સંદીપ દેસાઇને ટિકિટ અપાઇ છે. ભાવનગર પૂર્વથી વિભાવરી દવેની ટિકિટ કપાઇ છે. તેમના સ્થાને સેજલ પંડ્યાને ટિકિટ આપવામાં આવી છે. જો કે આ બેઠક પર જાતિગત સમીકરણનું પુનરાવર્તન કરવામાં આવ્યુ છે કેમ કે ગત વિધાનસભા ચૂંટણીમાં પણ મહિલા બ્રાહ્મણને ટિકિટ અપાઇ હતી. તો આ ચૂંટણીમાં પણ મહિલા બ્રાહ્મણને ટિકિટ અપાઇ છે.

Published On - 1:03 pm, Sat, 12 November 22