Gujarat Election 2022: પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર થશે મતદાન, જાણો ચૂંટણી અંગેની તમામ વિગતો

|

Nov 04, 2022 | 5:50 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Election 2022)બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Gujarat Election 2022: પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની  89 બેઠકો પર થશે મતદાન, જાણો ચૂંટણી અંગેની તમામ વિગતો
Gujarat election 2022

Follow us on

કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની આજે વિધીવત રીતે જાહેરાત થઇ  છે ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે,  પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર તથા બીજા તબક્કામાં  93 બેઠકો માટે મતદાનની પ્રક્રિયા આયોજિત કરવામાં આવશે. આ જાહેરાતની સાથે જ  હવે વિવિધ રાજકીય પક્ષો પક્ષને જીતાડી શકે તેવા ઉમેદવારની પસંદગીમાં વ્યસ્ત થઈ જશે. તેમજ ચૂંટણી જીતવા માટે વિવિધ રણનિતીઓ હવે અંતિમ તબક્કામાં આવી જશે.

1 ડિસેમ્બરે પ્રથમ તક્કામાં  19 જિલ્લાની 89  બેઠકો પર મતદાન
5 ડિસેમ્બરે બીજા તબક્કામાં  14 જિલ્લાની 93 બેઠકો પર યોજાશે મતદાન

 

Ganesh Puja : ભગવાન ગણેશને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ? જાણી લો
આયોડીનની ઉણપથી કયા રોગો થાય છે?
ભારતનો સૌથી મોંઘો કોમેડિયન રજનીકાંતથી પણ વધારે પૈસાદાર છે , જુઓ ફોટો
One Day Marriage : અહીં ફક્ત એક દિવસ માટે થાય છે લગ્ન ! બીજા દિવસે પતિ-પત્ની અલગ
Jioએ લોન્ચ કર્યા ડેટા વગરના બે સસ્તા પ્લાન ! મળશે 365 દિવસની વેલિડિટી, જાણો કિંમત
Expensive divorce : ઈન્ડિયાના સૌથી મોંઘા છૂટાછેડા આપનાર નવાઝ મોદી કોણ છે? જાણો
  • ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે.
  • જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
  • 1 ડિસેમ્બરે પ્રથમ તક્કામાં 89  બેઠકો પર મતદાન થવાનું છે તે  પ્રથમ તબક્કાની ચૂંટણી માટે  માટે ઉમેદવારીપત્રો ભરવાની કરવાની પ્રક્રિયા 5 નવેમ્બરના રોજ શરૂ થશે અને 14 નવેમ્બરે આ પ્રક્રિયા સમાપ્ત થશે. 89 સીટો માટે ઉમેદવારી પત્રો પરત લેવાની તારીખ  18 નવેમ્બર છે.
  • 5 ડિસેમ્બરે બીજા તબક્કાની ચૂંટણી માટે  ઉમેદવારી પત્રો ભરવાની તારીખ  બીજા તબક્કા માટેની તારીખ 10 નવેમ્બર થી 17 નવેમ્બર સુધીની છે જ્યારે ઉમેદવારી પત્રો પરત લેવાની તારીખ 21 નવેમ્બર છે.

મતદાનના પ્રથમ તબક્કામાં 19 જિલ્લાનો સમાવેશ

1 ડિસેમ્બરે પ્રથમ તક્કામાં  19 જિલ્લાની 89  બેઠકો પર મતદાન થશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે.

 

Voters in the first phase of Gujarat Assembly elections

 

બીજા તબક્કામાં  14 જિલ્લાનો સમાવેશ

5 ડિસેમ્બરે  બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

 

Gujarat Election 2022

હાલમાં કોની પાસે કેટલી બેઠકો

હાલમાં ગુજરાતમાં બે મોટા પક્ષ પાસે બેઠકો વહેચાયેલી છે ત્યારે આગામી ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને  AAP વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં ભાજપની સરખામણીએ મોટાભાગની બેઠકો ઉપર જીત મેળવી  મેળવી હતી. કેટલાક જિલ્લામાં તો ભાજપ ખાતુ પણ ખોલી શકી નહોતી.  કોંગ્રેસે છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં 45 ટકા મત મેળવ્યા હતા અને સૌથી વધુ 30 બેઠકો મેળવી હતી. આ સાથે જ ભાજપની બેઠકોની સંખ્યા સૌરાષ્ટ્રમાં ઘટીને 23 થઈ ગઈ  હતી.

Published On - 4:09 pm, Thu, 3 November 22

Next Article