Gujarat Election 2022: ચૂંટણીપંચ આજે સુરતની મુલાકાતે ચૂંટણીલક્ષી કાર્યોની કરશે સમીક્ષા

|

Oct 20, 2022 | 12:59 PM

ચૂંટણી પંચે અગાઉ  રાજકોટ ખાતે પણ 7  જિલ્લાના કલેક્ટર સાથે બેઠક કરી હતી તેમજ ગત રોજ વડોદરા  (Vadodara) ખાતે મધ્ય ગુજરાતના  6 જિલ્લાના  કલેક્ટર સાથે બેઠક યોજી હતી તે જ રીતે સુરતમાં પણ ચૂંટણીલક્ષી કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવશે.  

Gujarat Election 2022: ચૂંટણીપંચ આજે સુરતની મુલાકાતે ચૂંટણીલક્ષી કાર્યોની કરશે સમીક્ષા
Election commission (File)

Follow us on

કેન્દ્રીય ચૂંટણી પંચ  ( Central Election Commission) આજે સુરતની (Surat) મુલાકાતે છે ત્યારે કલેક્ટર ઓફિસ ખાતે  ખાસ બેઠક યોજાઈ છે અને આ બેઠકમાં જિલ્લાના  ચૂંટણીલક્ષી કાર્યની સમીક્ષા કરવામાં આવશે.  તેજમ ચૂંટણી તૈયારીઓ અંગેની માહિતી પણ મેળવશે.  ચૂંટણી પંચે અગાઉ  રાજકોટ ખાતે પણ 7  જિલ્લાના કલેક્ટર સાથે બેઠક કરી હતી તેમજ ગત રોજ વડોદરા  (Vadodara) ખાતે મધ્ય ગુજરાતના  6 જિલ્લાના  કલેક્ટર સાથે બેઠક યોજી હતી તે જ રીતે સુરતમાં પણ ચૂંટણીલક્ષી કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવશે.

ચૂંટણી પંચના અધિકારીઓ મતદાર યાદીથી લઈને જિલ્લાની જે તમામ નાની નાની બાબતોનો રિપોર્ટ તૈયાર કરશે, રાજ્યની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સંવેદનશીલ મતદાન મથકો નક્કી થશે અને સમીક્ષા કર્યા બાદ દિલ્હી જઈને ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરે તેવી સંભાવના છે. દીવાળીના તહેવાર દરમિયાન  ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થાય તેવી તમામ શકયતાઓ છે.

પાકિસ્તાનની આ 5 એક્ટ્રેસને ભારતમાં ખૂબ સર્ચ કરે છે લોકો, સુંદરતા છે અદભૂત
ભારતના 100 રૂપિયા ટ્રુડોના કેનેડામાં કેટલા થઈ જાય ?
લાઈફમાં એકવાર ઝીનત અમાનની આ 7 ફિલ્મો જરૂર જોવી
રાજ કપૂરનું આ 3 એક્ટ્રેસ સાથે જોડાયેલું હતું નામ, એક ના કારણે પત્નીએ છોડ્યું હતું ઘર!
Vastu shastra : કેવી રીતે જાણી શકાય, ઘરમાં વાસ્તુ દોષ છે કે નહીં ?
Video : રસ્તા પરની આ 3 લાઇન વિશે જાણી લો, નહીં થાય તમારું એક્સિડન્ટ

કેન્દ્રીય ચૂંટણી પંચ  (Central Election Commission ) તારીખ 16થી  ગુજરાતની પાંચ દિવસીય મુલાકાતે છે, ત્યારે  આજે કેન્દ્રીય ચૂંટણીપંચના અધિકારીઓ દ્વારા વડોદરાના અલકાપુરી ખાતે 6 જિલ્લાના  કલેક્ટરો સાથે બેઠક કરવામાં આવી હતી.  આ બેઠકમાં મધ્ય ગુજરાતના 6 જિલ્લાઓના કલેક્ટર સાથે કેન્દ્રીય ચૂંટણી પંચે બેઠક કરી હતી. આ બેઠકમાં વડોદરા (vadodara) શહેર પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર ,SP સહિતના અધિકારીઓ બેઠકમાં  સામેલ થયા હતા. નોંધનીય છે કે કેન્દ્રીય ચૂંટણી પંચે  (Central Election Commission ) પોલીસ અધિકારીઓ તેમજ   જિલ્લા કલેક્ટર સાથે ચૂંટણીલક્ષી કાર્યની સમીક્ષા કરી હતી. આ અગાઉ ચૂંટણીપંચે સૌ પ્રથમ રાજકોટ તેમજ સુરતમાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

રાજકોટમાં 7 જિલ્લા કલેક્ટર સાથે કરી હતી બેઠક

ગુજરાતમાં(Gujarat) આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચ (Election Commission) પણ તૈયારીઓ શરૂ કરી છે. જેના ભાગરૂપે રાજકોટ (Rajkot) ખાતે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સાત જિલ્લાની ચૂંટણીની તૈયારીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. રાજકોટ ખાતે આવેલ કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશ્નર હ્રીદેશકુમાર, પ્રિન્સિપલ સેક્રેટરી એસ.બી.જોશી તથા ગુજરાત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંગે થયેલી તૈયારીની સમીક્ષા બેઠક યોજી હતી.

Next Article