Gujarat Election 2022 : Surat માં ચૂંટણીને લઈને પોલીસનું સરપ્રાઈઝ કોમ્બિંગ, 343 લોકો સામે કાર્યવાહી કરાઈ

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ઝોન 4 પોલીસમાં આવેલા ખટોદરા તેમજ પાંડેસરા પોલીસ મથકની હદમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે 100 થી વધુ કર્મચારીઓની ટીમ બનાવી સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.

Gujarat Election 2022 : Surat માં ચૂંટણીને લઈને પોલીસનું સરપ્રાઈઝ કોમ્બિંગ, 343 લોકો સામે કાર્યવાહી કરાઈ
Surat Police Combing
| Edited By: | Updated on: Nov 11, 2022 | 10:52 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ઝોન ૪ પોલીસમાં આવેલા ખટોદરા તેમજ પાંડેસરા પોલીસ મથકની હદમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે 100 થી વધુ કર્મચારીઓની ટીમ બનાવી સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસના કોમ્બિંગ દરમ્યાન 343 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને સુરત પોલીસ સતર્ક થઇ છે. જે અંતર્ગત ચુંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં થાય અને ગુનાખોરી પર અંકુશ રાખી શકાય તે માટે સુરત પોલીસ દ્વારા સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.સુરત પોલીસના ઝોન 4માં આવતા પોલીસ મથકોના વિસ્તારોમાં પોલીસની ટીમો બનાવીને સરપ્રાઈઝ કોમ્બિંગ ચેકિંગ કરવામાં આવ્યું હતું.જેમાં ઝોન 4 અંતર્ગત આવતા ખટોદરા તથા પાંડેસરા પોલીસ મથકની હદમાં આવેલા આઝાદ નગર, રસુલાબાદ, બમરોલી, તથા ખાડી વિસ્તારમાં સંયુક્ત રીતે સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ગુજરાત ઇલેકશન 2022 : હાલ વિધાનસભા ઇલેક્શનને લઈને આચારસંહિતા અમલી થઈ ચૂકી છે. અને ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે.આ સમય દરમિયાન શહેરમાં શાંતિ સલામતી બની રહે તેની સંપૂર્ણ જવાબદારી પોલીસના માથે રહેતી હોય છે,જેને લઇ પોલીસ આગમચેતી જ આ વખતે તૈયાર થઈ ચૂકી છે.જેના ભાગરૂપે સુરત પોલીસની જુદાજુદા ઝોનની ટીમ તેમના પોલીસના વિસ્તારોમાં સરપ્રાઈઝ કોમ્બિંગ ચેકિંગની કામગીરી કરી રહી છે.અગાઉ ઝોન 5 ની ટીમ દ્વારા કરવામાં આવી હતી અને હવે ઝોન 4ની પોલીસની ટીમ દ્વારા ખાસ કામગીરી કરવામાં આવી છે. ઝોન ફોરમાં એ.સી.પી ખટોદરા અને પાંડેસરાના પી.એસ.આઇ અને અન્ય પોલીસકર્મીઓ મળી કુલ 100 થી વધુ પોલીસ કર્મચારીઓ સરપ્રાઈઝ ચેકિંગમાં જોડાયા હતા.જેમાં
100 થી વધુ પોલીસ કર્મચારીઓની જુદી જુદી ટીમ બનાવી એક સાથે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

પોલીસે સરપ્રાઈઝ કોમ્બિંગ તપાસ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાંથી અનેક અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી હતી.પોલીસે કુલ 343 જેટલા ઇસમો સામે જુદી જુદી કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.પોલીસે કોમ્બિંગ દરમ્યાન નબર પ્લેટ વગરના તથા ફોલ્ટી નબર પ્લેટ ધરાવનાર સામે કાર્યવાહી કરી હતી.પોલીસે આવા 125 વાહનો, તડીપાર હુકમ ભંગના 2 , હથિયારબંધી અને જાહેરનામાં ભંગના 11, નોન બેલેબલ વોરંટના 8 આરોપીઓની અટક, 69 જેટલા શરીર સબંધી આરોપીઓ, 106  માથાભારે ઈસમો સામે અટકાયતી પગલા, પીધેલાના 12, તેમજ ગેરકાયદે દારૂની પ્રવુતિ કરતા 5 ઈસમો મળી કુલ 343  લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ સાથે પોલીસે અનેક અસામાજિક તત્વો પાસેથી ગેરકાયદેસર રાખવામાં આવતા જુદા જુદા પ્રકારના હથિયારો પણ કબજે કર્યા હતા.

Published On - 10:51 pm, Fri, 11 November 22