Gujarat Election 2022 : સાંજે 5 વાગ્યા બાદ 16.34 લાખ લોકોએ કર્યું મતદાન, બીજા તબક્કામાં મતદાન વધીને 65.30 ટકા પર પહોંચ્યુ

બીજા તબક્કામાં 93 મતક્ષેત્રોમાં થયેલા મતદાન અંગે ચૂંટણી પંચે પાંચ ડિસેમ્બરની મોડી રાત્રે મોબાઈલ એપ ઉપર જાહેર કરેલ પ્રાથમિક અંદાજ અને બીજા દિવસે જાહેર કરેલ મતદાનની સત્તાવાર ટકાવારીમાં ઊચો તફાવત સામે આવ્યો છે.

Gujarat Election 2022 : સાંજે 5 વાગ્યા બાદ 16.34 લાખ લોકોએ કર્યું મતદાન, બીજા તબક્કામાં મતદાન વધીને 65.30 ટકા પર પહોંચ્યુ
Gujarat Election 2022
| Edited By: | Updated on: Dec 07, 2022 | 9:12 AM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન વધીને 65.30 ટકા થયું છે.  ગઈકાલે સવાર સુધી ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાની ટર્નઆઉટ એપ્લિકેશનમાં મતદાનનો આંકડો 64.39 ટકા નોંધાયું હતું. જોકે ચૂંટણી પંચે ફાઈનલ આંકડો જાહેર કર્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ સોમવારે સાંજે 5 વાગ્યા બાદ 16.34 લાખથી વધુ લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યાનું ચિત્ર ઉપસી આવ્યું છે.

 93 મતક્ષેત્રોમાં 6.50 ટકા ઊંચો તફાવત જોવા મળ્યો

સામાન્ય રીતે ચૂંટણીઓમાં પ્રાથમિક અને અંતિમ મતદાનની ટકાવારી વચ્ચે 2 થી 3 ટકાનો તફાવત રહેતો હોય છે. પરંતુ આ વખતે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધી 60.11 ટકા પ્રાથમિક અહેવાલ બાદ બીજા દિવસે ફાઈનલ રિપોર્ટમાં 63.14 ટકા મત પડ્યાનું જાહેર થયું હતું. જ્યારે બીજા તબક્કામાં 93 મતક્ષેત્રોમાં 6.50 ટકા ઊંચો તફાવત જોવા મળ્યો છે. સૌથી વધુ પાટણ જિલ્લામાં 11.56 ટકા અને બનાસકાંઠામાં 9.84 ટકા મતદાન પાછળથી વધ્યું છે.

મતગણતરી કેન્દ્રો પર લોખંડી બંદોબસ્ત

મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌ કોઈની નજર આવતીકાલે જાહેર થનારા પરિણામ પર છે. મતગણતરી એક દિવસ બાદ થવાની હોવાથી શહેરો સહિત જિલ્લામાં મતગણતરી કેન્દ્રો પર થ્રી-લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. વડોદરા જિલ્લા અને શહેરની 10 બેઠકોની મતગણતરી પોલીટેકનિક કોલેજમાં થશે. તો અમદાવાદમાં તમામ 21 બેઠકોની એલ ડી એન્જિનિયરિંગ, ગુજરાત કોલેજ અને પોલીટેકનિક કોલેજમાં મતગણતરી થશે. આ તરફ ભાવનગરમાં ઈજનેરી કોલેજમાં મત ગણતરી થશે. બીજી તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં પોલીટેકનિક કોલેજમાં મતગણતરી થવાની હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

Published On - 8:27 am, Wed, 7 December 22