Gujarat Election 2022 : વડોદરાનો રોનિત એક ચક્રીય સાયકલ લઈને મતદાન મહાદાનનો સંદેશો લોકો સુધી પહોંચાડશે

|

Nov 27, 2022 | 4:24 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓ દ્વારા મતદારોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. શહેર જિલ્લાની શૈક્ષણીક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ પણ મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે વડોદરા શહેર તથા જિલ્લામાં ઓછા મતદાન ધરાવતા વિસ્તારોમાં લોકો મતાધિકારનો ઉપયોગ કરે છે.

Gujarat Election 2022 : વડોદરાનો રોનિત એક ચક્રીય સાયકલ લઈને મતદાન મહાદાનનો સંદેશો લોકો સુધી પહોંચાડશે
Vadodara Voting Campaign

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓ દ્વારા મતદારોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. શહેર જિલ્લાની શૈક્ષણીક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ પણ મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે વડોદરા શહેર તથા જિલ્લામાં ઓછા મતદાન ધરાવતા વિસ્તારોમાં લોકો મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીના મહાપર્વના સૌ મતદારો યોગદાન આપે તેવા હેતુથી રોનિત જોશી નામનો યુવક પોતાની અનોખી એક ચક્રીય સાયકલ લઈને લોકોને મતદાન માટે જાગૃત કરશે.

જિલ્લાના 111 જેટલા ઓછું મતદાન ધરાવતા વિસ્તારોમાં પ્રવાસ કરીને લોકોને મત આપવા માટે જાગૃત કરશે

રોનિત એમ.એસ. યુનિવર્સિટીમાં સાયકોલોજી વિષયથી સ્નાતક કરી રહ્યો છે. 20 વર્ષીય નવયુવાન રોનિત બાળપણમાં સર્કસમાં એક ચક્રીય સાયકલ જોઈને પોતાની જિજ્ઞાસા વધારો કરતા તેવી સાયકલ પોતે કસ્ટમાઈઝ કરાવીને બનાવડાવી હતી. તેને પોતાની આ એક ચક્રીય સાયકલ દ્વારા વિવિધ રીતે 7 જેટલા વૈશ્વિક રેકોર્ડ સ્થાપીને પોતાના કીર્તિમાન સ્થાપ્યા છે. બીજી તરફ ગુજરાત વિધાન સભાની ચુંટણી દરમ્યાન ‘ અવસર લોકશાહીનો ‘ અંતર્ગત પોતાની સાયકલ લઈને શહેર તેમજ જિલ્લાના 111 જેટલા ઓછું મતદાન ધરાવતા વિસ્તારોમાં પ્રવાસ કરીને લોકોને મત આપવા માટે જાગૃત કરશે તેમ જણાવ્યું છે.

વડોદરા જિલ્લા શહેરના વિવિધ વિસ્તારોમાં પોતાની અનોખી સાયકલને લઈને મતદાન

રોનિતે પોતાનો સાયકલ પ્રેમ અને પોતાની સિદ્ધિઓ વિશે કહેતા જણાવ્યું કે તેને કુલ 7 જેટલા વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યા છે એમાં તેને સાયકલિંગ સાથે રૂબી ક્યૂબની રમત રમીને રેકોર્ડ સ્થાપ્યો છે. તદુપરાંત વડોદરા થી પાવાગઢ સુધી રોકાયા વગર સાયકલ ચલાવીને તેની આ સિદ્ધિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમર્પિત કરી હતી. વધુમાં પોતાના માતાપિતા તથા વહીવટી તંત્રના સતત માર્ગદર્શન હેઠળ છેલ્લી સામાન્ય ચૂંટણીમાં પણ મતદાન જાગૃતિ માટે આજ રીતે કાર્યક્રમ કર્યા હતા. હવે તે વડોદરા જિલ્લા શહેરના વિવિધ વિસ્તારોમાં પોતાની અનોખી સાયકલને લઈને મતદાન એજ મહાદાનનો સંદેશો લોકો સુધી પહોંચાડશે.

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલા મતદાન જાગૃતિ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર  નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  દ્વારા નવયુવાન દ્વારા કરવામાં આવતા પ્રયાસોની સરાહના કરી તથા રોનિત અને તેના પરિવારની શુભકામનાઓ પાઠવી હતી.

Published On - 4:19 pm, Sun, 27 November 22

Next Article