ગુજરાત ચૂંટણી 2022: આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગજવશે ચાર સભા

|

Nov 27, 2022 | 11:52 PM

Gujarat Election 2022: આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સભાઓ ગજવશે. પીએમ મોદી પાલિતાણા, અંજાર, જામનગર અને રાજકોટમાં જંગી જનસભા સંબોધશે અને ભાજપની તાકાત મજબુત કરવા માટે મતદારોને રિઝવવા પ્રયાસ કરશે

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચારની કમાન તેમના હાથમાં લીધી છે. જેમા તેઓ તાબડતોબ ચૂંટણીસભાઓ સંબોધી રહ્યા છે. આવતીકાલે પીએમ મોદી મિશન સૌરાષ્ટ્ર પર છે. ગુજરાત પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઝંઝાવાતી પ્રચાર કરશે. પ્રથમ તબક્કાની ચૂંટણીની બેઠકો પર PM મોદીનો આ છેલ્લો પ્રચાર રહેશે. PM મોદી ભાવનગરના પાલીતાણામાં બપોરે 12.15 કલાકે જનસભા સંબોધશે. ત્યારબાદ બપોરે 2:45એ અંજારમાં, 4:30 કલાકે જામનગરમાં અને સાંજે 6:30 કલાકે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં જંગી જાહેરસભામાં સંબોધશે. આ સભામાં PM મોદી મતદારોનો મત જીતવા પ્રયાસ કરશે.

વડાપ્રધાને સુરતમાં કર્યો 27 કિલોમીટર લાંબો રોડ શો

આજના પ્રચારની વાત કરીએ આજના દિવસમાં પીએમ મોદીએ એક જ દિવસમાં ત્રણ મેરેથોન સભા ગજવી હતી. જેમાં આતંકવાદ, તુષ્ટિકરણ સહિતના મુદ્દે વિપક્ષ પર વાર કર્યા હતા. ભરૂચના નેત્રંગમાં જંગી જાહેરસભાને સંબોધી ભાજપે જાહેર કરેલા સંકલ્પ મુજબ ગુજરાતના સર્વાંગી વિકાસનો નિર્ધાર વ્યક્ત કર્યો. સાથે જ આદિવાસીઓના વિકાસ મુદ્દે ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. ખેડાના મહેમદાબાદમાં આતંકવાદ મુદ્દે મોદીએ કોંગ્રેસ અને અન્ય પક્ષો પર સણસણતા ચાબખાં માર્યા હતા. અને કહ્યુ કે, “તુષ્ટિકરણની રાજનીતિ કરનારા દરેક પક્ષો આતંકવાદીઓના સમર્થક છે”. તો બીજી તરફ સુરતના વરાછામાં 27 કીમીનો મેગા રોડ શો કર્યો હતો. અને જંગી જાહેર સભા યોજી PM મોદીએ તમામ રેકોર્ડ તોડવાની વાત કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

કેન્દ્ર  સરકાર આતંકવાદને ડામવામાં પુરી તાકાત સાથે કામ કરી રહી છે.

પીએમ મોદીએ સુરતમાં મોટા વરાછામાં તેમની ચૂંટણી સભા દરમિયાન જણાવ્યુ કે બહુ મહેનત બાદ અમે ગુજરાતને આતંકવાદથી મુક્ત રાખ્યુ છે. બચાવીને રાખ્યુ છે. અમે હજુ 14 વર્ષ પહેલા થયેલા દેશના સૌથા મોટા આતંકી હુમલાની યાદ આવે છે. તત્કાલિન સરકારે આતંકવાદીઓને બચાવી હિંદુઓને આતંકી સાબિત કરવામાં લાગેલી હતી. આજે ભાજપ સરકાર રાજ્યમાં હોય કે કેન્દ્ર  સરકારઆતંકવાદને ડામવામાં પુરી તાકાત સાથે કામ કરી રહી છે.

દેશના 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપવાનુ કામ કર્યુ- પીએમ મોદી

વડાપ્રધાને કહ્યુ  કોરોનાની આટલી મોટી મહામારી સમયે ગરીબોના ઘરમાં ચૂલો સળગતો રહે તેના માટે મફત રાશન આપવાનું કામ કર્યુ. મફત વેક્સિન આપવાનુ કામ કર્યુ. આજે દેશના 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપી રહી છે. જેની પાછળ 3 લાખ કરોડ મફત રાશન પાછળ ખર્ચી રહ્યા છે. દુનિયાના 125 દેશની કુલ વસ્તી કરતા વધુ 3 લાખ કરોડનું મફત અનાજ છેલ્લા ત્રણ વર્ષથી પહોંચાડવામાં આવી રહ્યુ છે. જેના માટે સાડા બાર હજાર કરોડ રૂપિયા ખર્ચ સરકારે કર્યો છે.ૉ

Next Article