
ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 નવેમ્બરના રોજ ગુજરાત પ્રવાસે આવશે. તેઓ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. તેમજ નમો મેડિકલ કોલેજનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ગુજરાતની ચૂંટણીમાં વડાપ્રધાન મોદી સ્ટાર પ્રચારકની ભૂમિકા ભજવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. તેવા સમયે ભાજપે ચૂંટણીના મેદાનમાં નેતાઓની ફોજ ઉતારવાનું આયોજન કર્યું છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા જે.પી. નડ્ડા ગુજરાતમાં 14 નવેમ્બર બાદ સભા ગજવશે. નોંધનીય છે કે 6 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડના નાનાપોંઢાથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા અને ભાવનગરમાં આયોજિત સમૂહલગ્નમાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા.
Prime Minister @narendramodi to visit Dadra & Nagar Haveli on 30 November; will launch various development projects #TV9News pic.twitter.com/xAA4SqDsZD
— Tv9 Gujarati (@tv9gujarati) November 14, 2022
આ સભામાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તથા યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ ગુજરાત આવશે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ ગુજરાતમાં ભાજપ માટે કેમ્પેઇન કરશે. આ ઉપરાંત હેમામાલીની, રવિ કિશન, મનોજ તિવારી પણ ગુજરાતમાં કેમ્પેઈન કરશે.
ડિસેમ્બર મહિનામાં ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાનાર છે. આ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર પ્રસાર માટે વિવિધ માધ્યમોનો રાજકીય પક્ષ ઉપયોગ કરતા હોય છે ત્યારે રાજકીય પક્ષોના કેન્દ્રીય નેતાઓ પણ ગુજરાત રાજ્યમાં ધામા નાખતા હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પહોળો પ્રચાર પ્રસાર કરવા માટે જાહેર કરાયેલી સ્ટાર પ્રચારકોની યાદી અને તેમના માટે વિશેષ પાંચ જેટલા હેલિકોપ્ટર ભાડે લેવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ પાસે આવેલા હેલીપેડમાં હેલિકોપ્ટર આવવાની શરૂઆત થઈ ચૂકી છે.
રાજકીય પક્ષો દ્વારા જેટ સહિતના 9 ચાર્ટર્ડ એરક્રાફ્ટ, 6 ટ્વિન એન્જિન અગસ્તા હેલિકોપ્ટર અમદાવાદ, મુંબઇ અને દિલ્હીથી સ્પેશિયલ મગાવી 25 દિવસ માટે એડવાન્સમાં બુક કરવામાં આવ્યા છે. જેમાથી લકઝુરિયસ અગસ્તા હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર આવી ચૂક્યું છે.