Gujarat Election 2022 : પીએમ મોદી દમણ પહોંચ્યા, વાપી સુધી મેગા રોડ શો

ગુજરાતના ચૂંટણી રણમાં પીએમ મોદીએ પ્રચારની કમાન સંભાળી છે. જેમાં દમણમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો ચાલી રહ્યો છે. જેમા દૂર દૂરથી લોકો ઉમટી પડ્યા છે. પીએમ મોદીના સ્વાગત માટે, તેમની એક ઝલક મેળવવા અને તેમનુ અભિવાદન જીલવા લોકો તલપાપડ બન્યા છે.

Gujarat Election 2022 : પીએમ મોદી દમણ પહોંચ્યા, વાપી સુધી મેગા રોડ શો
PM Modi Daman
Image Credit source: File Image
| Edited By: | Updated on: Nov 19, 2022 | 8:16 PM

ગુજરાતના ચૂંટણી રણમાં પીએમ મોદીએ  પ્રચારની કમાન સંભાળી છે. જેમાં  દમણમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો ચાલી રહ્યો છે. જેમા દૂર દૂરથી લોકો ઉમટી પડ્યા છે. પીએમ મોદીના સ્વાગત માટે, તેમની એક ઝલક મેળવવા અને તેમનુ અભિવાદન જીલવા લોકો તલપાપડ બન્યા છે. વડાપ્રધાન મોદીના રોડ શો મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યુ છે. આ દરેકનું અભિવાદન જીલતા જીલતા પી એમનો કાફલો આગળ વધી રહ્યો છે. વલસાડ વાસીઓના ચહેરા પર પીએમના આગમનની રોનક જોવા મળી છે. પીએમને આવકારવા ઉત્સુક બન્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 મા પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થવાનુ છે. જેને લઈને પ્રચાર અભિયાન તેજ થયુ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં જંગી જનસભા સંબોધશે અને ઝંઝાવાતી પ્રચાર કરશે.

Published On - 8:00 pm, Sat, 19 November 22