ગુજરાત વિધાનસભા ચૂંટણીના પગલે અમદાવાદમાં પીએમ મોદીનો મેગા રોડ શો શરૂ થયો છે. જેમાં આ રોડ શો નરોડા થી ચાંદખેડા સુધી 32 કિલોમીટર સુધી કરવામાં આવશે. આ રોડ શો 14 વિધાનસભા વિસ્તારને આવરી લેશે. જેના પગલે શહેરના અનેક વિસ્તારમાં લોકો તેમને આવકારવા આતુર છે. જેમાં અમદાવાદમાં પીએમ મોદીની રેલી દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચ સક્રિય, ડ્રોનથી સતત નજર રાખશે. પીએમ મોદીના 32 કિલોમીટરના રૂટ પર તમામ જગ્યાએ પીએમ મોદીનું પુષ્પથી સ્વાગત કરવામાં આવશે સાથે સાથે અનેક વિસ્તારમાં સ્ટેજ અને લોકગીતનું પણ આયોજન કરવામાં આવ્યું છે…મહત્વનું છે કે બપોરે 3 વાગ્યે અમદાવાદમાં પીએમ મોદીનો 30 કિલોમીટરનો રોડ શો યોજાશે, જેને કારણે અમુક રસ્તાઓ કલાકો સુધી બંધ રહેશે.
અમદાવાદમાં મોદી આ મેગા રોડ શો થકી તમામ સીટ કવર કરાશે. મોદીનો 30 કિ.મી.નો રોડ-શો અમદાવાદમાં નરોડાથી શરુ થઈ બાપુનગર, CTM, કાંકરિયા, ચંદ્રનગર, હેલ્મેટ, વ્યાસવાડીને કવર કરતા ચાંદખેડા સુધીનો છે. જેમાં હજારોની ભીડ ઉમટવાની સંભાવના વચ્ચે અનેક રસ્તાઓ બંધ રહેશે. શહેરની તમામ બેઠક કવર થાય એ રીતે પીએમ મોદીના રોડ શોનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે.