Gujarat Election 2022: PM મોદી મહેસાણાની સભામાં કોંગ્રેસ પર વરસ્યા, કહ્યું ‘કોંગ્રેસનું મોડલ એટલે અબજો-ખરબોનો ભ્રષ્ટાચાર’

|

Nov 23, 2022 | 4:30 PM

Gujarat Election: પીએમ મોદીએ ભાજપના વિકાસ મોડલનો ઉલ્લેખ કરી કોંગ્રેસના મોડલ સામે સવાલો ઉઠાવ્યા. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે કોંગ્રેસનું મોડલ એટલે અબજો-ખરબોનો ભ્રષ્ટાચાર. કોંગ્રેસનું મોડલ એટલે જાતિવાદ, પરિવારવાદ અને સંપ્રદાયવાદ છે.

Gujarat Election 2022: PM મોદી મહેસાણાની સભામાં કોંગ્રેસ પર વરસ્યા, કહ્યું કોંગ્રેસનું મોડલ એટલે અબજો-ખરબોનો ભ્રષ્ટાચાર
વડાપ્રધાન મોદીએ મહેસાણામાં સંબોધી જનસભા

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાતની રાજકીય પ્રયોગશાળા અને ભાજપનો અજય ગઢ ગણાતા મહેસાણામાં વડાપ્રધાન મોદીએ આક્રમક પ્રચાર કરી ફરી એક વખત કોંગ્રેસ પર વરસ્યા. પીએમ મોદીએ ભાજપના વિકાસ મોડલનો ઉલ્લેખ કરી કોંગ્રેસના મોડલ સામે સવાલો ઉઠાવ્યા. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે કોંગ્રેસનું મોડલ એટલે અબજો-ખરબોનો ભ્રષ્ટાચાર. કોંગ્રેસનું મોડલ એટલે જાતિવાદ, પરિવારવાદ અને સંપ્રદાયવાદ છે. કોંગ્રસે સત્તામાં ટકી રહેવા દેશવાસીઓમાં ભાગલા પાડ્યા. લોકોને પછાત રાખવા એ જ કોંગ્રેસ ઈચ્છે છે. કોંગ્રેસના આ મોડલે ગુજરાતને બરબાદ કર્યું છે.

કોંગ્રેસે સત્તામાં ટકી રહેવા ભાગલા પાડ્યા – PM મોદી

મહેસાણામાં સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે મહેસાણા રાજકીય રીતે જાગૃત જિલ્લો છે. આ ચૂંટણી ભૂપેન્દ્ર અને નરેન્દ્ર નહીં ગુજરાતની જનતા લડી રહી છે તો કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસે પક્ષે ભૂતકાળમાં કેવી રીતે સરકાર ચલાવી તે સૌ કોઈ જાણે છે. કોંગ્રેસનું મોડેલ એટલે જાતિવાદ. કોંગ્રેસનું મોડેલ એટલે અરબો- ખરબોના ભ્રષ્ટાચાર. તો કોંગ્રેસે સત્તામાં ટકી રહેવા ભાગલા પાડ્યા.

યુવાનોએ ફરી એક વાર ભાજપ સરકાર બનાવવાનો નિર્ધાર કર્યો – PM મોદી

તો વધુમાં PM મોદીએ કહ્યું કે, કોંગ્રેસે એવી સ્થિતિ બનાવી હતી કે ગરીબ હંમેશા માગતા જ રહ્યાં. ગુજરાતમાં દુષ્કાળના દિવસો કેવા હતા તે યુવાનોને ખબર નથી. કુદરતી પ્રકોપ વચ્ચે આપણે ગુજરાતને આગળ વધાર્યું. નવી પેઢીએ વિકાસના દિવસો જ જોયા છે. ગુજરાતમાં યુવાનોએ ફરી એક વાર ભાજપ સરકાર બનાવવાનો નિર્ધાર કર્યો છે. ભૂતકાળમાં ચૂંટણી ટાણે પાણી-વીજળીની ચર્ચા થતી હતી. પરંતુ 20 વર્ષમાં પાણી અને વીજળીનો મુદ્દો જ વિપક્ષને નથી મળતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મહેસાણામાં વીજળી આપવાને બદલે કોંગ્રેસે ગોળીઓ વરસાવી – PM મોદી

વધુમાં PM મોદીએ કહ્યું કે, કોંગ્રેસના સમયમાં વીજળી કનેક્શનમાં પણ ભ્રષ્ટાચાર થતો હતો. મહેસાણામાં વીજળી આપવાને બદલે કોંગ્રેસે ગોળીઓ વરસાવી. ભાજપ સરકાર ગુજરાતમાં એક-એક સમસ્યાનું નિવારણ લાવી. ગુજરાતમાં 80 હજાર કિલોમીટર ટ્રાન્સમીટર તાર ગોઠવ્યા. સોલાર રૂફટોપમાં ગુજરાત અગ્રેસર છે. ગુજરાતમાં 800 મેગા વોટથી વીજળી પાણીથી પેદા થાય છે. તો વિપક્ષ પર વાર કરતા PM મોદીએ કહ્યું કે, હવે વીજળીની વાત કરતા લેકોને ખબર નથી કે કઈ રીતે ગુજરાતમાં વીજળી પહોંચી છે.

પશુપાલન ક્ષેત્રે ગુજરાતમાં ઘણા કામ થયા – PM મોદી

તો વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પશુપાલન ક્ષેત્રે પણ ગુજરાતમાં ઘણા કામ થયા છે. 14 હજાર કરોડના ખર્ચ પશુઓ માટે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દૂધના ક્ષેત્રમાં પણ ગુજરાતે અનેક રેકોર્ડ તોડ્યા. સામાન્ય માનવીના જીવનની આપણે ચિંતા કરી છે.

અત્યાર સુધીના બઘા રેકોર્ડ તોડવાના છે – PM મોદી

ઉપરાંત PM મોદીએ કહ્યું કે, છેલ્લા 20 વર્ષમાં મહેસાણામાં શિક્ષણ ક્ષેત્રે અનેક સુધારા થયા છે. મહેસાણામાં હવે સૈનિક સ્કૂલ પણ બનવાની છે. મહેસાણા જિલ્લો હવે ઓટો હબ બની રહ્યું છે. તો વધુમાં કહ્યું કે જુના બધા રેકોર્ડ તુટી જાય અને પોલિંગ બુથ પર વધુમાં વધુમાં મતદાન કરવાનુ છે. ખાલી વિધાનસભા નહીં પણ ગામે- ગામ આપણે જીતવાનું છે.

Next Article