Gujarat Election 2022 : પીએમ મોદીએ ગુજરાત ચૂંટણી પ્રચારનું બ્યૂગલ ફૂંક્યું, કહ્યું હું મારો જ રેકોર્ડ તોડવા માગુ છુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વલસાડના નાનાપોંઢામાં સભાને સંબોધી. જેમાં તેમણે કહ્યુ કે મે ચૂંટણીની જાહેરાત પછી પહેલી સભા આદિવાસી વિસ્તારમાં કરવાનું નક્કી કર્યુ. મારે માટે A ફોર આદિવાસી, મારી એબીસીડી ત્યાંથી જ શરુ થાય છે. આ ચૂંટણીમાં ભાજપ મારી પાસે જેટલો સમય માગશે તેટલો આપીશ. હું મારો જ રેકોર્ડ તોડવા માગુ છુ.

Gujarat Election 2022 : પીએમ મોદીએ ગુજરાત ચૂંટણી પ્રચારનું બ્યૂગલ ફૂંક્યું, કહ્યું હું મારો જ રેકોર્ડ તોડવા માગુ છુ
PM Modi Gujarat Visit
| Edited By: | Updated on: Nov 06, 2022 | 4:45 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે..ચૂંટણીની તારીખ પણ જાહેર થઇ ગઇ છે..ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડના નાનાપોંઢાથી ચૂંટણી પ્રચારનું બ્યૂગલ ફૂંક્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વલસાડના નાનાપોંઢામાં સભાને સંબોધી. જેમાં તેમણે કહ્યુ કે મે ચૂંટણીની જાહેરાત પછી પહેલી સભા આદિવાસી વિસ્તારમાં કરવાનું નક્કી કર્યુ. મારે માટે A ફોર આદિવાસી, મારી એબીસીડી ત્યાંથી જ શરુ થાય છે. આ ચૂંટણીમાં ભાજપ મારી પાસે જેટલો સમય માગશે તેટલો આપીશ. હું મારો જ રેકોર્ડ તોડવા માગુ છુ. નરેન્દ્ર કરતા ભુપેન્દ્રના રેકોર્ડ જોરદાર થાય તેના માટે મારે કામ કરવુ છે. મારા માટે સૌભાગ્યની પળ છે કે મારી ચૂંટણીની પહેલી સભા મારા આદિવાસી ભાઇ-બહેનોના આશીર્વાદ લઇને શરૂઆત થઇ રહી છે.

ગુજરાતમાં લોકો શાંતિથી વેપાર કરી શકે છે

નાનાપોંઢામાં સભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે, આ ચૂંટણી ન ભુપેન્દ્ર લડે છે કે ન તો નરેન્દ્ર લડે છે. આ ચૂંટણી તો ગુજરાતની જનતા લડી રહી છે. આ વિસ્તાર મારા માટે નવો નથી. અહીં મે વર્ષો રહીને અનેક પ્રવાસો કર્યા. અમે અહીં સાઇકલ લઇને આવતા હતા. PM મોદી  કહ્યુ કે,  બે દાયકા પહેલા ગુજરાતમાં નિરાશાનું વાતાવરણ હતુ. ભૂકંપ  પછી  લોકોને એવુ હતુ કે ગુજરાત ક્યારેય ઊભુ નહીં થાય. એક સમય હતો જ્યારે વારંવાર હિંસા થતી. આજે ગુજરાતમાં લોકો શાંતિથી વેપાર કરી શકે છે. નરેન્દ્ર કરતાં ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઇએ, તેના માટે મારે કામ કરવું છે.

ગુજરાતના દરિયાઇ વિસ્તારમાંથી દુનિયાભરમાં સામાન પહોંચે છે

પીએમએ જનસભા સંબોધતા જણાવ્યુ તે અમે મા નર્મદાના પાણીથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પાણી પહોંચાડ્યુ છે. એક સમયે હેડપંપ બનાવડાવે ત્યારે પેંડા વહેચાતા હતા. આજે ઘરે ઘરે પાઇપલાઇનથી પાણી પહોંચાડ્યુ છે. તો બંદરોનો વિકાસ પણ કર્યો, કનેક્ટિવીટી વધારી. માછીમારો માટે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરી છે. આજે ગુજરાતના દરિયાઇ વિસ્તારમાંથી દુનિયાભરમાં સામાન પહોંચે છે. જેના કારણે રોજગારી પણ ઊભી થઇ છે.

વડાપ્રધાને જણાવ્યુ કે, દિલ્હીમાં આજે અમે વિકાસ માટે કામ કરી રહ્યા છે. તમે કહ્યુ દિલ્હી જાઓ એટલે દિલ્હી આવ્યા છીએ. રાષ્ટ્રના વિકાસ માટે જ ગુજરાતનો વિકાસ એ ભાવના સાથે જ કામ કર્યુ છે. આપણે કઇક મેળવવા માટે હાથ આગળ નથી કર્યો,મદદ કરવા માટે આગળ કર્યો છે.  તેમણે કહ્યુ કે, ભાજપ નવા લોકોને સતત આગળ કરે છે. રાષ્ટ્રના વિકાસ માટે ગુજરાતના વિકાસની ભાવના સાથે જ આપણે સતત કામ કરતાં આવ્યા છીએ.

Published On - 3:47 pm, Sun, 6 November 22