Gujarat Election 2022: મોડાસાની સભામાં અશોક ગેહલોત સરકાર પર PMના પ્રહાર, કહ્યું ‘રાજસ્થાનથી ક્યારેય કોઈ સારા સમાચાર સાંભળવા નથી મળતા’

|

Nov 24, 2022 | 4:59 PM

gujarat assembly election 2022: વડાપ્રધાને પ્રચાર શરુ કરી દીધો છે. મોડાસામાં PM મોદીએ સંબોધન કરતા કહ્યું કે, આખા ઉત્તર ગુજરાતે નક્કી કર્યું છે કે આ વખતે 100 ટકા ભાજપને મત આપવાનો છે. અમારે વિકાસના રસ્તે જ જવુ છે, મતના રસ્તે નહીં.

Gujarat Election 2022: મોડાસાની સભામાં અશોક ગેહલોત સરકાર પર PMના પ્રહાર, કહ્યું રાજસ્થાનથી ક્યારેય કોઈ સારા સમાચાર સાંભળવા નથી મળતા
વડાપ્રધાને મોડાસામાં સભા સંબોધી

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022: ગુજરાતના ગઢને સર કરવા ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. PM મોદી ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરીને તાબડતોડ ચૂંટણી સભા ગજવી રહ્યા છે. ત્યારે PM મોદીએ પાલનપુરમાં સભા ગજવ્યા બાદ મોડાસામાં સભા ગજવી હતી. જેમાં PM મોદીએ જણાવ્યુ કે અમે સૌનો સાથ અને સૌનો વિકાસ સૌનો પ્રયાસનો મંત્ર લઈ નિકળ્યા છીએ. અમારુ કામ વિકાસ કરવાની દિશામાં છે, સાથે જ PM મોદીએ કોંગ્રેસ અને રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર પર પ્રહાર કર્યા. વડાપ્રધાને કટાક્ષ કર્યો કે રાજસ્થાનથી ક્યારેય કોઈ સારા સમાચાર સાંભળવા નથી મળતા.

ઉત્તર ગુજરાતે નક્કી કર્યું છે કે આ વખતે 100 ટકા ભાજપને મત – PM મોદી

મોડાસામાં PM મોદીએ સંબોધન કરતા કહ્યું કે આખા ઉત્તર ગુજરાતે નક્કી કર્યું છે કે આ વખતે 100 ટકા ભાજપને મત આપવાનો છે. અમારે વિકાસના રસ્તે જ જવુ છે, મતના રસ્તે નહીં. આ સાથે વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. કહ્યું જે સરકાર રાજસ્થાનને સંભાળી ન શકે તે ગુજરાતને શું સંભાળી શકશે. મોડાસાની સભામાં વડાપ્રધાન કોંગ્રેસ પર ભરપૂર રીતે વરસ્યા. તેમણે કહ્યું કે PM મોદીએ કોંગ્રેસ અને રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર પર પ્રહાર કર્યા. વડાપ્રધાને કટાક્ષ કર્યો કે રાજસ્થાનથી ક્યારેય કોઈ સારા સમાચાર સાંભળવા નથી મળતા. કોંગ્રેસની નીતિ ‘ભાગલા પાડો અને રાજ કરો’ની રહી છે. જાતિવાદ અને ભાષાના નામે કોંગ્રેસ ભાગલા પાડવાની નીતિ ચલાવે છે.

કોંગ્રેસ પર વડાપ્રધાન મોદીએ કર્યા આકરા પ્રહાર

આ સાથે વડાપ્રધાન મોદીએ નામ લીધા વગર અશોક ગેહલોત પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે જે રાજસ્થાનમાં કોંગ્રેસ ભલુ નથી કરી શકી તો ગુજરાતમાં ક્યાંથી કરશે? અમે 20 વર્ષમાં વીજળી અને પાણી માટે કામ કર્યું છે. ગરીબોના આરોગ્યની ચિંતા પણ સરકારે કરી. 70 હજાર કરતા વધુ લોકોએ આયુષ્ય માન યોજનાનો લાભ લીધો. કોંગ્રેસ પણ આ માટે કામ કરી શકતી હતી, પણ ન કર્યું.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ગુજરાતને પાણીના સંકટમાંથી બહાર લાવ્યા- PM મોદી

તો વધુમાં મોડાસામાં PM મોદીએ કહ્યું કે અમે ગુજરાતને પાણીના સંકટમાંથી બહાર લાવ્યા. 70 હજાર કિલોમીટર લાંબી નહેર બનાવવામાં આવી. જ્યાં એક પાક લેવાની સમસ્યા હતી, ત્યાં ખેડૂતો 2-3 પાક લેતા થયા છે.

વીજળી માટે કોંગ્રેસની સરકારે ગોળીઓ વરસાવી- PM મોદી

PM મોદીએ કહ્યું કે વીજળી માટે કોંગ્રેસ સરકારે અરવલ્લીના યુવાનો પર ગોળીઓ વરસાવી હતી. ઉપરાંત કહ્યું કે વીજળી સસ્તી કરવાનો જમાનો ગયો. હવે વીજળી વેચવાનો સમય આવી ગયો છે. સોલાર એનર્જી આવ્યા બાદ હવે વીજળી જ વીજળી છે તો અરવલ્લી જિલ્લામાં તમામ રેકોર્ડ તોડવાનો હૂંકાર ભર્યો હતો.

Next Article